Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 633
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૪૪૬) સંયત ભિક્ષુ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, ઇચ્છા-કામ અને લોભથી દૂર રહે. ૧૮૦ (૧૪૪૭, ૧૪૪૮) મનોહર ચિત્રોથી યુક્ત, માળા અને ધૂપથી સુવાસિત, કમાડો અને સફેદ ચંદરવાથી યુક્ત - એવા ચિત્તાકર્ષક સ્થાનની મનથી પણ ઇચ્છા ન કરે... કામ રાગ વધારનારા આવા પ્રકારના ઉપાશ્રયોમાં ઇંદ્રિયોનો નિરોધ કરવો ભિક્ષુને માટે દુષ્કર છે. (૧૪૪૯, ૧૪૫૦) આથી એકાકી ભિક્ષુ સ્મશાનમાં, શૂન્યધરમાં, વૃક્ષની નીચે તથા પરકૃત્ એકાંત સ્થાનમાં રહેવાની અભિરુચિ રાખે.... પરમ સંયત ભિક્ષુ પ્રાસુક, અનાબાધ, સ્ત્રીઓના ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કર. (૧૪૫૧, ૧૪૫૨) ભિક્ષુ સ્વયં ધર ન બનાવે, બીજા પાસે ન બનાવડાવે, કેમકે ગૃહકમના સમારંભમાં પ્રાણીનો વધ જોવાયેલ છે.... મસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદર જીવોનો વધ થાય છે તેથી સંયત ભિક્ષુ ગૃહકના સમારંભનો પરિત્યાગ કરે. (૧૪૫૩, ૧૪૫૪) એ જ પ્રમાણે ભોજન-પાન રાંધવા અને રંધાવવામાં હિંસા થાય છે. તેથી પ્રાણ અને ભૂત જીવોની દયાને માટે રાંધે કે રંધાવે નહીં.... ભોજન અને પાનીને પકાવવામાં પાણી, ધાન્ય, પૃથ્વી અને કાષ્ઠને આશ્રિત જીવોનો વધ થાય છે. તેથી સાધુ રંધાવે નહીં. (૧૪૫૫) અગ્નિ સમાન બીજું શસ્ત્ર નથી, તે ઘણાં પ્રાણનું વિનાશક છે, સર્વતઃ તીક્ષ્ણ ધારથી યુક્ત છે, તેથી ભિક્ષુ અગ્નિ જ સળગાવે. (૧૪૫૬ થી ૧૪૫૮) ક્રય વિક્રયથી વિરક્ત ભિક્ષુ સુવર્ણ અને માટીને સમાન સમજનાર છે, તેથી તે સોના-ચાંદીની મનથી પણ ઇચ્છા ન કરે... વસ્તુને ખરીદનાર ક્રયિક હોય છે, વેચનાર વણિક્ હોય છે. તેથી ‘સાધુ' નથી... ભિક્ષાવૃત્તિ જ ભિક્ષુએ વિક્રયથી નહીં. ક્રય વિકસ મહાદોષ છે, વિક્રયમાં પ્રવૃત્ત સાધુ ભિક્ષા કરવી જોઈએ. કય - - - - ભિક્ષાવૃત્તિ સુખાવહ છે. (૧૪૫૯, ૧૪૬૦) મુનિ શ્રુતાનુસાર અનિંદિત અને સામુદાયિક ઉંછની એષણા કરે તે લાભ અને અવાભમાં સંતુષ્ટ રહીને ભિક્ષા સૂર્યા કરે.... અલોલુપ, રસમાં અનાસક્ત, રસનેન્દ્રિય વિજેતા, અમૂર્છિત, જીવન નિર્વાહને માટે જ ખાય, રસને માટે નહીં. Jain Education International (૧૪૬૧) મુનિ અર્ચના, રચના, પુજા, ઋદ્ધિ, સત્કાર અને સન્માનની મનથી પણ પ્રાર્થના ન ફરે. (૧૪૬૨) મુનિ શુક્લ ધ્યાનમાં લીન રહે. નિદાન રહિત અને ક્રિસન રહે, જીવન પર્યન્ત શરીરની આસક્તિને છોડીને વિચરણ કરે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678