Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 649
________________ ૧૯૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 • સૂત્ર ૧૫૨૦૦ - અંતિમ ભવમાં જેની જેટલી ઉંચાઈ હોય છે. તેનાથી ત્રણ ભાગ · ન્યૂન સિદ્ધોની અવગાહના હોય છે. • વિવેચન - ૧૫૨૮ - ઉત્સેધ - શરીરની ઉંચાઈ, સિદ્ધોની જે ઉંચાઈનું પરિમાણ હોય છે. ક્યારે ? ચરમ જન્મમાં. આ પણ પૂર્વભાવના પ્રજ્ઞાપનીયની અપેક્ષાથી કહેલ છે. તેનાથી ત્રિભાગ ન્યૂન. અવગાહના સ્વપ્રદેશથી. આમ કેમ થાય ? શરીરના વિવરોના પૂરાવાથી આટલી જ અવગાહના રહે છે. આને જ કાળથી પ્રરૂપવાને માટે કહે છે - • સૂત્ર - ૧૫૨૯ - એકની અપેક્ષાથી સિદ્ધ સાદિ અનંત છે, અને પૃથુપણાથી - બહુત્વની અપેક્ષાથી સિદ્ધો અનાદિ અનંત છે. - • વિવેચન - ૧૫૨૯ - એકત્વ - અસહાયપણાથી વિવક્ષા કરતા આદિ અનંત છે. કેમકે જે કાળે તે સિદ્ધ થાય છે, તે તે જીવની આદિ છે, પણ મુક્તિથી કદાપી ભ્રંશ થતો નથી. માટે તેના પર્યાવસાનનો સંભવ નથી. જ્યારે મ્રુત્વ - સામસ્ત્યની અપેક્ષાથી કહે તો અનાદિ અનંત છે, કેમકે સિદ્ધો ક્યારેય ન હતા કે નહીં હોય તેમ નથી, હવે આનું જ ઉપાધિ નિરપેક્ષ સ્વરૂપ કહે છે - -- • સૂત્ર - ૧૫૩૦ તેઓ અરૂપ છે. જીવઘન છે. જ્ઞાન અને દર્શનથી સંપન્ન છે. જેની કોઈ ઉપમા નથી તેવું અતુલ સુખ તેમને પ્રાપ્ત છે. • વિવેચન - ૧૫૩૦ - રૂપી - રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા, તેનાથી વિપરીત તે અરૂપી - રૂપ આદિનો અભાવ. જીવો, તે સતત ઉપયુક્તતાથી ધન - વિવરોના પૂરણથી નિરંતર નિચિત પ્રદેશથી જીવદાન કહેલ છે. ઉક્ત રૂપ જ્ઞાન-દર્શનવાળા, તે જ સંજ્ઞા - સમ્યગ્ બોધરૂપ જેનામાં સંજાત છે તે જ્ઞાનદર્શન સંચિત અર્થાત્ જ્ઞાન દર્શન ઉપયોગવાળા. જૈની કોઈ તુલના થઈ શકતી નથી. માટે તેઓ અતુલ છે. કેમકે તે અપરિમિત છે. - - *** Jain Education International . - સુખ - શર્મ, એકી ભાવથી દુ:ખના લેશમાત્ર પણ અકલંક્તિત્વ લક્ષણથી પ્રાપ્ત. કેવું સુખ ? જેની કોઈ ઉપમા નથી, તેવું અનુપમ સુખ. તેથી તેને નિરુપમ કહેલ છે. ચાર અર્થમાં સુખ શબ્દ પ્રયોજાયેલ છે - (૧) વિષયની વેદનાના અભાવમાં, વિષાકમાં અને મુક્તિમાં. (૨) દુઃખના અભાવમાં પણ પુરુષ પોતાને સુખી માને છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678