Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 675
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 વિવેસન ૧૭૩૧ અનંતર વર્ણવેલ સૂત્ર રૂપે કંઈક અર્થથી અને કંઈક સૂત્રથી પ્રકાશીને - અથવા પ્રજ્ઞાપના કરીને પરિનિર્વાણ પામ્યા. ૨૨૨ - - કોણ અને કેવા ? (તે મહાપુરુષને વર્ણવતા કહે છે -) બુદ્ધ - કેવળ જ્ઞાનથી સર્વ વસ્તુ તત્ત્વને પામેલા. ज्ञात જ્ઞાત કુળમાં ઉત્પન્ન થયેલા એવા, વર્લ્ડમાન સ્વામી. આ છત્રીશ એવા ઉત્તર - પ્રધાન, અધ્યયન કરાય કે ભણાય તે અધ્યાયો અથવા અધ્યાપનો. તે ‘વિનયશ્રુત’ આદિ ઉત્તરાધ્યાયનો. ભવસિદ્ધિક - ભવ્ય, તેમને ગાઢ પણે અભિપ્રેત અર્થાત્ ભવસિદ્ધિક સંમતા અથવા ભવસિદ્ધિક સંવૃત્ત - તે જ ભવમાં - મનુષ્ય જન્મમાં સિદ્ધિ પામનાર તે ભવસિદ્ધિક અને સંવૃત્ત - આશ્રવ નિરોધ. M રિવૃિત્ત - ક્રોધાદિ દાહના ઉપશમથી સમતાંત સ્વસ્થીભૂત થયેલા. તેઓએ આ માહાત્મ્ય કહેલું છે. - નિર્યુક્તિકાર પણ આ માહાત્મ્ય સ્વરૂપને જણાવે છે - • નિયુક્તિ - ૫૬૦, ૫૬૧ + વિવેચન . જેઓ ભવસિદ્ધિક છે, પરિત સંસારી છે, ભવ્ય છે, એવા ધીર પુરુષો આ છત્રીશ ઉત્તરાધ્યયનને ભણે છે. જેઓ અભવસિદ્ધિક છે, ગ્રન્થિકસત્વા છે, અનંત સંસારી છે તે સંકિલષ્ટ કર્મોવાળા અભવ્યો તેઓ તે આ અસત્ છે. - ૦ - ઉક્ત નિયુક્તિનું વિવેચન કરતા વૃત્તિકાર કહે છે - ભવ્યસિદ્ધિક એટલે ભવ્ય જીવો, પરિત સંસ્કારી - જેણે સંસારને પરિમિત કરેલો છે તેવા. ભવ્ય - સમ્યગ્દર્શનાદિ ગુણને યોગ્ય એટલે ગ્રન્થિનો ભેદ કરેલા, આ અધ્યયનો ભણે છે. - * - ** અહીં સમ્યગ્ જ્ઞાનના સદ્ભાવથી નિશ્ચયથી પાઠ સંભવે છે. બીજાઓને તે વ્યવહારથી સંભવે છે. ग्रंथिसत्वा - · ક્યારેય મુક્તિ સુખને ન પામનાર એવા અભવ્યો. ક્લિષ્ટ અશુભ એવા જ્ઞાનાવરણીયાદિ કર્મો જેમને છે તેવા સંક્લિષ્ટ કર્મોવાળો. અભવ્ય - અયોગ્ય. - X* X + X " Jain Education International - અભિન્ન ગ્રંથિ. અનંત - અપર્યવસિત અર્થાત્ અનંત સંસારી આ બંને ગાથા વડે નિર્યુક્તિકારે માહાત્મ્ય બતાવતા કહ્યું છે કે વિશિષ્ટ યોગ્યતાવાળા તાત્વિકો વડે જ આ અધ્યયનનો સદ્ભાવ જાણવો. આ અધ્યયનો કઈ રીતે ધારણ કરવા ? તે કહે છે - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 673 674 675 676 677 678