Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 671
________________ ૨૧૮ × - તેમાં બોધી - જિનધર્મ પ્રાપ્તિને અતીવ દુર્લભ કહેલી છે. આના વડે કંદર્પ ભાવનાદિને દુર્ગતિરૂપ અર્થતા નિબંધનપણાથી કહીને, તેની વિપરીત ભાવનામાં સુગતિ સ્વરૂપાર્થે કહ્યું. બીજી વડે મિથ્યાદર્શન આસક્તને દુર્લભ બોધિ રૂપ અનર્થ કહ્યો. એ પ્રમાણેના ક્રમે જ - x " x - ચારે સૂત્રો જાણવા. જિનવયન આરાધના મૂલ જ સર્વે સંલેખનાદિ શ્રેય છે. તેથી તેમાં જ આદરના ખ્યાપનાર્થમાં, તેનું માહાત્મ્ય કહે છે - ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 • સૂત્ર - ૧૭૨૩, ૧૭૨૪ જે જિનવચનમાં અનુરક્ત છે, જિનવચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે, તેઓ નિર્મળ અને રાગાદિથી અસંકિલષ્ટ થઈને પરિમિત સંસારી થાય છે. 1 જે જીવ જિનવચનથી અપરિચિત છે, તે બિચારા અનેક વખત બાલમરણ તથા અકાળ મરણથી મરે છે. • વિવેચન ૧૭૨૩, ૧૭ર૪ - भिन શબ્દ અહીં અર્થથી તીર્થંકરના અર્થમાં જ કહેલ છે. વચન એટલે આગમ. આવા જિનવયનમાં સતત પ્રતિબદ્ધ, જિનવચન વડે અભિહિત અનુષ્ઠાનોને જેઓ કરે છે, તેમાં સ્થિર થાય છે. તે પણ અંતર પરિણામથી બહિવૃત્તિથી નહીં, તેથી જ અવિધમાન મલ જેને છે તે મલ રહિત કહેવાય. અહીં ભાવમલ એટલે તે અનુષ્ઠાન માલિન્ય હેતુ મિથ્યાત્વ આદિને જાણવા. તથા અસંફિલષ્ટ - રાગ આદિ સંકલેશ રહિત થાય છે. રિટા – સમસ્ત દેવાદિ ભાવોની અલ્પતા પામવા વડે પરિમિત એવા સંસારને કરેલા તેઓ વિધમાન હોવાથી પરિત સંસારી કહેવાય છે. અર્થાત્ કેટલાંક ભવોની અંદર જ તેઓ મુક્તિને ભજનારા થાય છે. - બાલમરણ વિષ ભક્ષણ વડે થતું, તેવા પ્રકારના અન્ય પણ અનેક વખત અકામ મરણોને પામે કે જે મરણો અત્યંત વિષયવૃદ્ધિતા વડે અનિચ્છનીય હોય છે તે બિચારા અનેકવાર મરશે. - ૪ - x - આમ હોવાથી જિનવયનને ભાવથી કરવું જોઈએ. તે ભાવકરણ અને આલોચના વડે થાય, તે શ્રવણને યોગ્ય વિના થઈ ન શકે તે હેતુ વ્યતિરેકથી ન થાય. • ૦ - તેને કહે છે. Jain Education International સૂત્ર - ૧૭૨૫ - જે ઘણા આગમોના વિજ્ઞાતા છે, આર્લોસના કરનારને સમાધિ ઉત્પન્ન કરનારા છે. ગુણગ્રાહી હોય છે. તેઓ આ કારણોથી આલોચનાને સાંભળવામાં સમર્થ થાય છે - હોય છે. • વિવેચન - ૧૭૨૫ - અંગ અને ઉપાંગ આદિ ઘણાં ભેદપણાથી અથવા ઘણાં અર્થપણાથી તે આગમ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 669 670 671 672 673 674 675 676 677 678