Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 662
________________ ૩૬/૧૬૩૪ થી ૧૬૫૭ અહીંથી આગળ તેના ચાર પ્રકારે કાલ વિભાગને હું કહીશ. (૧૬૩૮) જલચરો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે, સ્થિતિની અપેક્ષાથી તે સાદિ સાંત છે. (૧૬૩૯) જલચરોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી એક કરોડ પૂર્વની છે. જધન્યથી અંતર્મુહૂર્તની છે. (૧૬૪૦) જલચરોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથકત્વ છે અને જધન્યથી અંતર્મુહૂર્તની છે. (૧૬૪૧) જલારના શરીરને છોડીને ફરી જલચરના શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૪ર) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી જલચરોના હજારો ભેદો છે. (૧૯૪૩) સ્થલચર જીવોના બે ભેદ છે - ચતુષ્પદ અને પરિસર્ચ. ચતુષ્પદના ચાર ભેદો છે, તેનું હું કિર્તન કરીશ, તે સાંભળો. (૧૬૪૪) એકપુર તે યક્ષ આદિ, દ્વિમુર તે બળદ આદિ, મંડીપદ તે હાથી આદિ, સનખપદ તે સિંહ આદિ. ભ્રજપરિસર્પ તે ગોધાદિ, ઉરઃ પરિસર્પ તે સાપ આદિ, આ બંનેના અનેક પ્રકારો છે. (૧૬૪૫) પરિસ બે પ્રકારના છે (૧૬૪૬) તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં, હવે આગળ હું ચાર પ્રકારના સ્થળચરનો કાળ વિભાગ કહીશ. (૧૬૪૭) પ્રવાહની અપેક્ષાથી સ્થળચર જીવો અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાત છે. (૧૬૪૮) સ્થળયરની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. ધન્ય અંતર્મુહૂર્તની છે. ૨૦ - (૧૬૪૯) ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકત્વ અને સાધિક ત્રણ પલ્યોપમ, જધન્યથી અંતર્મુહૂર્ત સ્થળચરોની કાયસ્થિતિ છે. (૧૬૫૦) સ્થળયરનું ફરી સ્થળયરમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ છે (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી સ્થળસરના હજારો ભેદો છે.) (૧૯૫૧) ખેચર જીવના ચાર પ્રકાર કહેલ છે - સર્મ પક્ષી, રોમ પક્ષી, સમુદ્ગ પક્ષી અને વિતત પક્ષી. (૧૬૫૨) તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. હવે આગળ ચાર પ્રકારથી ખેચર જીવોના કાળ વિભાગને કહીશ. 39/14 Jain Education International (૧૬૫૩) પ્રવાહની અપેક્ષાથી ખેચર જીવો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી તે સાહિ-સાંત છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678