Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 644
________________ ૩૬/૧૪૭૮ થી ૧૫૧૦ ૧૯૧ છે. સ્નિગ્ધ તેથી આદિવત છે અને રૂક્ષ તે ભૂતિ આદિવત્ છે. -૦- હવે ઉપસંહાર કહે છે - આ પ્રમાણે સ્પર્શ પરિણત આ સ્કંધ આદિ અને પૂરણ - ગલન ધર્મથી પુગલો તીર્થકર આદિ વડે સમ્યક પ્રતિપાદિત થયેલા છે. જેના વડે સ્કંધ આદિ સમ્યફ સ્થિતિ રહે છે તે સંસ્થાન, તે રૂપ પણિત. હવે આ વર્ણાદિ પાંચેનો પરસ્પર સંવેધ કહે છે - વર્ણથી જે સ્કંધાદિ કૃષ્ણ હોય, તે વળી બંને ગંધથી, રસથી, સ્પર્શથી, સંસ્થાનથી ભાજ્ય છે. આ અન્યતર રસાદિને યોગ્ય થાય છે. તે ભંગો આ પ્રમાણે છે (૧)અહીં બે ગંધ, પાંચ રસો, આઠ સ્પર્શી, પાંચ સંસ્થાન આ બધાં મળીને ૨૦ ભેદ થાય, તે કૃષ્ણવર્ણમાં આટલા ભંગો પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે (૨) નીલવર્ષમાં ૨૦ ભેદો, (૩) લોહિતમાં પણ ૨૦ ભેદો, (૪) પીતવર્ણમાં ૨૦ ભેદો, (૫) શ્વેતવર્ણમાં પણ ૨૦ મેદો એમ ૧૦૦ ભેદ થાય. ગંધથી - જે રૂંઘાદિ થાય તેમાં સુરભિ ભાજ્ય હોય, તે વર્ણથી કૃષ્ણાદિમાંનો કોઈપણ વર્ણવાળો થાય, એ પ્રમાણે રસથી અને સ્પર્શથી પણ ભાજ્ય છે, સંસ્થાનથી પણ ભાજ્ય છે. આ રસ આદિ ૧૮ છે, તે પાંચ વર્ષોથી મળીને શું ભેદ થાય છે, એ પ્રમાણે દગન્ત વિષયક પણ ૨૩ ભેદો જ થાય. તેથી બંને ગંધથી - ૪૬ - ભંગો પ્રાપ્ત થાય, રસથી - તિક્ત આદિ. જે સ્કંધો ભાજ્ય છે તે વર્ણ-ગંધ-સ્પર્શ અને સંસ્થાનથી ગણતા કુલ ૨૦ ભેદો થાય. એ પ્રમાણે કટુના - ૨૦, કષાયના - ૨૦, આમ્પના - ૨૦, મધરના - ૨૦ એ બધાં મળીને રસપંથકના ૧૦૦૦ ભેદ, સ્પર્શથી - કર્કશ. જેનાથી સંધાદિ ભાજ્ય છે. તે વર્ણ, ગંધ- રસ - સંસ્થાનથી પણ ભાજય છે. તે વર્ણાદિ કુલ- ૧૩ થશે. તેના ચોગથી ૧૭ ભંગો પ્રાપ્ત થશે. આવા - ૧૭ - ૧૭ ભંગો મૃદુ આદિ બીજા સાતે સ્પર્શથી ૧૩૬ જાણવા. સંસ્થાન-પરિમંડલસી જે વર્તે છે, તે સામાન્ય પ્રકમથી સ્કંધ છે, કેમકે પરમાણુના સંસ્થાનનો સંભવ નથી. તેને વર્ણ • ગંધ • સ અને સ્પર્શથી ભાજ્ય કરતાં આ વણદિને આશ્રીને ૨૦ - ભંગો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે બાકીના વૃત્ત આદિ ચારે સંસ્થાનથી ૨૦ - ૨૦ ભેદો પ્રાપ્ત થતાં સંસ્થાનના ૧૦૦ ભંગો થશે. - એમ કુલ ૪૮૨ ભંગો થશે. આ પ્રમાણે પરિસ્થલ ન્યાયથી કહેલ છે, અન્યથા આ પ્રત્યેકના તારતમ્યથી અનંતત્વથી અનંતા ભંગો સંભવે છે. આ જે પરિણામનું વૈચિસ્ય છે, તે કેવળ આગમ પ્રમાણથી જ જાણવું. હવે ઉપસંહાર દ્વારથી ઉત્તરગ્રંથ સંબંધ કહે છે - • સૂત્ર - ૧૫૧૧ - આ સંક્ષેપથી અજીવ વિભાગનું નિરૂપણ કરેલ છે. હવે ક્રમશઃ જીવ વિભાગનું હું નિરૂપણ કરીશ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678