________________
૩૪/૧૪૦૩ થી ૧૪૧૪
૧૭૩ આ અનંતરોક્ત મન, વચન, કાય, વ્યાપાર, પંચાશ્રવ પ્રમતત્વ આદિ, આ યોગ સમાયુક્ત કૃષ્ણ લેશ્યા જ તથાવિધ દ્રવ્ય સંપર્કથી સ્ફટિકવતુ તેનાથી રંજિત થઈ તેના રૂપતાનો ભાગી થાય, આના વડે પંચાશ્રવ પ્રમત્તત્વાદિના ભાવકૃષ્ણ લેશ્યાના સદ્ભાવના ઉપદર્શનથી આ લક્ષણત્વ કહ્યું.
આ પ્રમાણે આગળ પણ લક્ષણત્વ ભાવના કરવી.
નીલલેશ્યા લક્ષણ કહે છે - ઈર્ષ્યા - બીજાના ગુણને સહન ન કરવા. અમર્ષ - અત્યંત અભિનિવેશ, તપથી વિપરીત, કુશાસ્ત્ર રૂપ વિધા, વચનતા, અસમાચારના વિષયમાં નિર્લજતા, વિષયોની અભિલાષા, પ્રષ, જૂઠું બોલવાથી શઠ, જાત્યાદિ મદના આસેવનથી પ્રમત્ત, રસોમાં લોલુપ, સુખનો ગવેપી - “મને કઈ રીતે સુખ થાય છે ?' પ્રાણીની ઉપમર્દનથી અનિવૃત્ત. આવા યોગથી નીલ લેફ્સામાં પરિણત થાય.
કાપોત લેણ્યા લક્ષણ કહે છે - વચનથી વક, ક્રિયાથી વક્ર, મનથી નિકૃતિવાળો, બાજુતા સહિત, સ્વદોષને ઢાંકવા વડે પ્રતિકુંચક, છઘથી વિચરતો, અથવા આ બધાં શબ્દો એકાર્યક છે, વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાયેં કહેલ છે. ઉત્પાસક - ગાદિ દોષથી ગમે તેમ બોલનાર, મત્સર - બીજાની સંપત્તિને સહન ન કરતો અથવા હોય તેના ત્યાગના અભાવ વાળો, - આ યોગોથી સમાયુક્ત કાપોત લેવામાં પરિણત થાય.
તેજો લેશ્યા લક્ષણ કહે છે. કાય, વચન, મન વડે નમ્ર હોય ચપળતા રહિત, શાય સહિત, અકોતવાન તેથી જ ગુરૂ આદિ પરત્વે ઉચિત પ્રતિપત્તિ વાળો હોય, ઇંદ્રિયના દમનવાળો, સ્વાધ્યાયાદિ વ્યાપારવાત- શાસ્ત્રોપચારને જાણતો, ધર્માનુષ્ઠાનની અભિરુચિવાળો, અંગીકૃત વ્રતના નિર્વાહવાળો, અવધ, પાપ ભીરુ, મુક્તિ ગષક, પરોપકાર ચિત્તવાળો, હિંસા આદિ આશ્રય રહિત • આવા યોગથી યુક્ત તે તેજો લેશ્યા પરિણત થાય છે.
પદ્મ લેશ્યા લક્ષણ કહે છે- અતીવ અ૫ ક્રોધ અને માન જેના છે તે, એ રીતે પાતળા માયા અને લોભવાળો, તેથી જ પ્રકર્ષથી ઉપશમ ચિત્ત વાળો છે તે, અહિતની પ્રવૃત્તિના નિવારણથી જેણે આત્માને વશીકૃત કરેલો છે તે, સ્વ૫ ભાષક, અનુભટ પણાથી ઉપશાંત આકૃતિ, વશીકૃત ઇંદ્રિયવાળો - આ યોગથી સમાયુક્ત પદ્મ લેશ્યામાં પરિણત થાય છે.
૦ શુક્લ લેશ્યા લક્ષણ કહે છે - અશુભ ધ્યાનને પરિહરીને અને પૂર્વોક્ત શુભ ધ્યાનમાં સતત અભ્યાસથી સાથે છે. તે કેવો થઈને પ્રશાંત ચિત્ત અને દાંત આત્મા થઈને. - x- સમિતિવાળો થઈને મન આદિથી સમસ્ત વ્યાપારનો વિરોધ કરનાર, તે અક્ષણ અનુપશાંત કષાય પણાથી સરાગ હોય કે વીતરાગ તેવો - x- આવા યોગવાળો શુકલ લેફ્સામાં પરિણમે છે. અહીં જે વિશેષણોની પુનરુક્તિ છે, તેને વિશુદ્ધિથી કે પ્રકૃત્વર્થી જાણવા.
હવે સ્થાનહાર કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org