Book Title: Agam 41 Mool 02 Ogh Pind Niryukti Sutra Shwetambar
Author(s): Purnachandrasagar
Publisher: Jainanand Pustakalay

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તકારૂઢ રૂપ આગમ વાચના કરી, આ વાચનામાં ચોરાશી આગમોનું વ્યવસ્થિત સંકલન તાડપત્રના પાના ઉપર લિપિબધ્ધ કરી આગમોને પુસ્તકારૂઢ કરવાનું કાર્ય સાધુ ભગવંતોએ કર્યું. તેમજ અન્ય મહત્ત્વના ગ્રંથોનું પુસ્તકાલેખન કાર્ય થયેલ, ત્યારબાદ સાધુ સત્યમિત્ર સ્વર્ગે ગયા અને વીર નિ. સં. ૧000માં વર્ષ પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થયો તેમ મનાય છે. પ્રભુવીરના શાસનમાં ઉપરોક્ત “છ” વાચનાઓના માધ્યમે ૧૦૦૦ વર્ષના ગાળામાં થયેલ શ્રતોધ્ધારનો ઇતિહાસ મોજૂદ છે. ત્યાર પછી ૧૫00 વર્ષ સુધી આગમ વાચનાનો કે શ્રતોદ્ધારનો કોઈ ઉલ્લેખ નથી મળતો. તેમજ વિષમકાળના પ્રભાવથી ૧૦મી સદીની સમાપ્તિ કાળથી શિથિલાચારની વૃધ્ધિ થવાથી આગમિક જ્ઞાનની પરંપરા સુવિહિતા ગીતાર્થ, આચાર સંપન્ન શ્રમણોના હાથમાં રહી નહીં પરિણામે હસ્તલિખિત પ્રતોમાં રહેલ આગમાં અધિકારીને પણ મળવા દુર્લભ બન્યા. છેવટે વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રારંભકાળે સુવિહિત સંવેગી સાધુઓમાં આચાર નિષ્ઠા, વિશિષ્ટ વૈરાગ્યની પ્રબલ ભૂમિકા આદિ સુદૃઢ હોવા છતાંય આ બધાને ટકાવવા માટેના જરૂરી સંજોગો ન મળતાં આગમિક જ્ઞાનની માત્રા પઠન-પાઠનની શાસ્ત્રીય પરંપરા સુરક્ષિત ન રહી શકવાના કારણે ખુબ જ અલ્પ માત્રામાં રહેવા પામી આવા અવસરે શ્રમણસંઘની ૧૮ પ્રસિધ્ધ શાખાઓમાં વધુ પ્રભાવશાળી ‘સાગરશાખા'ના અદ્વિતીય પ્રતિભા સંપન્ન પ્રૌઢધીષણશાલી અનેકવાદો કરી તપાગચ્છની વિજય પતાકા ફેલાવનાર પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મ.ના. એક માત્ર શિષ્ય નવ માસના ટૂંકા ગાળાનો જ ગુરૂ સહવાસ છતાં પૂર્વજન્મની આરાધનાના બળે એકલે હાથે ન્યાય-વ્યાકરણ, આગમટીકા આદિ અનેક સાધના ગ્રંથોનું અગાધ વિદ્વત્તા પૂર્ણ જ્ઞાન મેળવી પૂ. ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ.ની આગમોની પારદેશ્વતાના વારસાને તે ગુરૂદેવશ્રીના અન્તિમ સમયના “ ગામો છો, અભ્યાસ વરોવર ફરના” શબ્દ પાછળ રહેલ ઉંડા અંતરના આશિષના બળે આગમિક તલસ્પર્શી અગાધ માર્મિક જ્ઞાન આપ મેળે મેળવી વીર નિ. સં. ૨૪૪૦ વિ.સં. ૧૯૭૦માં કો'ક મંગલ ચોઘડીએ જિનશાસનના એક મહાન ધુરંધર સમર્થક પ્રભાવક શાસ્ત્રોના પારગામી પ્રાથના | संपादक श्री For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147