Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Th( 5.
હંસ બોલ્યો- બંધ બાંધતા વેદન કરવાની વાત જાણી. હવે આ મુક્તાફળમાં શું આવશે? મારી જિજ્ઞાસાનું સમાધાન આપ ન હોત તો કોણ કરત? હું જલદી જઈને લઈ આવું છવ્વીસમું મુક્તાફળ. જુઓ બહેન ! મેં ખોલ્યું અને આમાં લખ્યું છે– છવ્વીસમું કર્મવેદ બંધક પદ. ચેતના બોલી હવે તું જ તેનો અક્ષરશઃ અર્થ કર
કર્ કર્મ ફળ પ્રમાણે પરિસ્થિતિ ઊભી કરી દે છે. મ મહાત્મા તેને જ્ઞાન દ્વારા પારખી લે છે. વે વેદો નિજાત્માને, બાકી સઘળું ફોક કરતા શીખો. દ દયા સ્વ ની રાખો જેથી જીવ હિંસા કરી દુર્ગતિમાં કદી ન જવાય. બં બંધન તોડવા પ્રબળ પુરુષાર્થ ઉપાડો. ધ ધર્મ એવો કરવો કે પરમ શાંતિ પ્રાપ્ત થાય.
ચેતના બહેન બોલ્યા- સાંભળ વીરા....! પેલા મુક્તાફળમાં કર્મપ્રકૃતિ બાંધતો જીવ કેટલા કર્મનું વેદન કરે છે, તે વાત તું સમજી ગયો અને આ મુક્તાફળમાં ચોવીસ દંડકના જીવો તથા સમુચ્ચય જીવ એમ ૨૫ પ્રકારના જીવો કર્મની મૂળ પ્રકૃતિનું વેદન કરતાં, કેટલા કર્મનો બંધ કરે છે તે પ્રશ્નના જવાબમાં જ્ઞાની પુરુષોએ દર્શાવ્યું છે કે જીવ સાતનો, આઠનો, છનો અથવા તો એક કર્મપ્રકૃતિનો બંધ કરે છે. એક જીવ અથવા અનેક જીવોની અપેક્ષાએ વિવિધ પ્રકારે ભાંગા દર્શાવ્યા છે. કોઈમાં ત્રણ,નવ, સત્તાવીસ ભાંગા વગેરે નારકીથી લઈને વૈમાનિક સુધીના જીવોની વેદન કરવાની પદ્ધતિ પ્રમાણે પરિણામો થતાં બંધની ક્રિયાથી કર્મની પ્રકૃતિનો બંધ પડે છે. તેની અલગ-અલગ જ્ઞાનામૃતની વાનગીનો આસ્વાદ લેતાં મનુષ્યભવની પરમ ધન્યતા અનુભવજે.
હંસે માથું ઝુકાવ્યું અને સત્તાવીસમું મુક્તાફળ લેવા ઊડ્યો, લાવ્યો અને ખોલ્યું. નામ નીકળ્યું– સત્તાવીસમું મુક્તાફળ કર્મવેદ વેદક પદ. તેનો અક્ષરશઃ અર્થ આ પ્રમાણે છેકર્ કર્તાપણું છોડવા કટ્ટીબદ્ધ બનીશ ત્યારે જ
મહાવીર માર્ગે મુક્તિને મેળવવા સમર્થ થઈશ. વેદનો વિનાશ નવમે ગુણસ્થાનકે જીવ કરે છે અને, દસમાં ગુણસ્થાનકે સૂમ લોભનો નાશ કરી મોહ કર્મનો ક્ષય કરે છે. વેદનાદિ ચાર અઘાતી કર્મનો નાશ થાય છે ત્યારે, દરવાજા મોક્ષના ખુલ્લા થઈ જતાં જીવ સ્વ સામ્રાજ્યમાં સ્થિર થઈ જાય