Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બંને સંસ્થાનો વિષે ઉલ્લેખ કરવો જરૂરી છે કે બંનેની રચનામાં નિમિત્તભાવે શુભાશુભત્વ સમાયેલું છે. તમે એક સાથીયો બનાવો અને એક હાડપિંજરનું ચિત્ર કરો, આ બંનેમાં સ્વતઃ મંગલ-અમંગલ ભાવો સર્જાય છે. એ જ રીતે હીન સંસ્થાનવાળા જીવો અમંગલરૂપ હોય છે અને શ્રેષ્ઠ સંસ્થાનવાળા જીવો મંગલરૂપ હોય છે. આ મંગલ અને અમંગલભાવો વિશ્વ પરંપરામાં સ્વયં સનાતન સત્યરૂપે સંસ્થિત થયેલા છે તેથી અમંગલ શા માટે અને મંગલ શા માટે ? તે પ્રશ્ન ઉદ્ભવતો નથી.
આશા કરીએ છીએ કે ભાષાન્તર કર્તાઓ આ બંને પ્રશ્નો(૧) જીવની અનંતકાળની સ્થિતિને કૃતયુગ્મ સમયની સ્થિતિ કેમ કહી? અને બીજો પ્રશ્ન એ છે કે (૨) અનંતજ્ઞાનની અનંત પર્યાયોને કડજુમે કહેવાનો શું અર્થ છે? આ બંને પ્રશ્ન વિષે ધ્યાન આપી સ્પષ્ટતા કરશે.
શતક ૨૫ના ઉદ્દેશક ચોથામાં શાસ્ત્રકારનું વિધાન છે કે પરમાણુઓ, દ્ધિપ્રદેશી સ્કંધ કરતાં થોડા વધારે છે. “અનંતગુણ કે અસંખ્યાતગુણ’ એમ ન લખતાં વહુIT લખ્યું છે.
જૈન તત્ત્વજ્ઞાનની પૌગલિક નિર્માણ પદ્ધતિ, સમયસ્થિતિ, દ્રવ્ય અવગાહના અને પ્રદેશ અવગાહના; આ જ રીતે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ષગુણ હાનિ-વૃદ્ધિ આ બધામાં એક સિદ્ધાંત સ્વીકારી લેવામાં આવ્યો છે, તે સિદ્ધાંત એ છે કે સામાન્ય સ્થિતિ કરતા વિશેષ નિર્માણની સ્થિતિવાળા પુદ્ગલો ઓછી સંખ્યામાં હોય છે. એ જ રીતે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ભાવો- વાળા મંદ પદાર્થો કરતાં ગુણાધિક પદાર્થોની સંખ્યા ઓછી હોય છે. પ્રકૃતિમાં પણ આ નિયમ જોવામાં આવે છે. પ્રાકૃતિક જગતમાં માટીના નિર્માણ કરતાં તાંબા-પીતળનું નિર્માણ ઓછું છે, તાંબા પીતળના નિર્માણ કરતાં સોના-ચાંદીનું નિર્માણ ઓછું છે અને સોના-ચાંદીના નિર્માણ કરતાં હીરા, માણેક, મોતીનું નિર્માણ ઓછું છે. સિદ્ધાંત એ થયો કે વિશિષ્ટ ગુણયુક્ત હોય અથવા વિશિષ્ટ ઘનત્વ હોય અથવા વિશિષ્ટ પ્રકારની માત્રા હોય તો, આવા બધા વિશેષતા યુક્ત પદાર્થો સામાન્યગુણયુક્ત પદાર્થો કરતાં ઓછા હોય છે. ભગવતી સૂત્રના રૂપમા શતકનો ચોથો ઉદ્દેશક આ વાતની સાક્ષી પૂરે છે.
___ अहो भंते इह लोए पुढवी पिंडाएहितो, सुवण्णपिंडाओ बहुगाવિતેલાદિયા? આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ છે કે અહો નોયHI ! પુવfપંડો સુવઇfપંહિતો વિરેસાહિત્ય નાવ સંવેઝ!! આ શાસ્ત્રીય પ્રશ્ન નથી. પણ સમજવા માટે પ્રશ્ન ઊભો કર્યો છે. માટી કરતા સોનુ ઓછું છે તે સમજાય તેવી
#
G 30