Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 303
________________ ૧૭ : મોહની ભયાનકતા ! - 67 ૨૮૯ પાંચ અંગોને અખંડિતપણે માનનારા જ સૂત્રના યથાસ્થિત ભાવને પામી શકે છે. ખરે જ, ઉપકારીઓએ ઉપકાર કરવામાં કશું જ બાકી નથી રાખ્યું. અસ્તુ. એ ૫૨મોપકારી પરમર્ષિઓના અનુપમ ઉપકારને હૃદયપટ ઉપર સ્થાપી, આપણે જોઈએ કે ૫૨મોપકારી આ ટીકાકાર મહર્ષિ આપણને અક્ષરાર્થ દ્વારા, ભાવાર્થ દ્વારા અને અર્થોપનય દ્વરા, એ સૂત્રના અવયવને કેવી રીતે સમજાવે છે ! 1029 અક્ષરાર્થ : ‘સે' શબ્દ ‘તત્' શબ્દના અર્થમાં છે, ‘અવિ’ ‘શબ્દ વ'ના અર્થમાં છે અને તે ‘વ' વાક્યના ઉપન્યાસને અર્થે છે. તે કારણથી જેમ કાચબો મહાÇદમાં વિનિવિષ્ટ છે, ચિત્ત જેનું તેનું નામ 'વિનિવિજચિત્તા' એટલે ગૃદ્ધિને પામેલો, ‘પત્તાશો’ એટલે પત્રો તેણે કરીને ઢંકાયેલો, સૂત્રમાં પ્રાકૃત હોવાથી ‘પ્રભાશપ્રચ્છન્ન'ને બદલે ‘પચ્છવલાલે’ એ પ્રમાણે વ્યત્યય એટલે ‘પચ્છન્ન' શબ્દ છેલ્લો આવવાને બદલે પહેલો આવ્યો છે અને ‘પલાસ' શબ્દ પહેલો આવવાને બદલે છેલ્લો આવ્યો છે. ‘મન' એટલે વિવર અથવા જેનાથી ઊંચે અવાય તે ‘ઉન્મત્ત્વમ્’ અથવા ઊંચો માર્ગ એનું નામ ‘ઇન્નાર્ન’ એટલે કે સર્વથા છિદ્રનો અભાવ એ એનો અર્થ છે, તેને આ ન પામે.” આ પ્રમાણે સામાન્યતયા અક્ષરોનો અર્થ છે. ભાવાર્થ : “એક સો યોજનના વિસ્તારવાળો, પ્રબળ શેવાળના ગાઢા અને સ્તબ્ધ વિસ્તારથી ઢંકાયેલો અને વિવિધ પ્રકારના જળહસ્તી, મગર, મત્સ્ય અને કાચબા આદિ જલચર જીવોનો આધાર કોઈ જલદ હતો : તે જલદની મધ્યમાં સ્વાભાવિક પરિણામે ઉત્પન્ન કરેલું અને એક કાચબાની ડોક માત્ર જેટલા જ પ્રમાણવાળું એક છિદ્ર ઉત્પન્ન થયું : તે દ્રહમાં પોતાના સમુદાયથી ભ્રષ્ટ થયેલા અને વિયોગની આકુળતાથી આમ-તેમ પોતાની ગ્રીવાને ફેંકતા એક કાચબાએ, કોઈક સ્થાનેથી તેવા પ્રકારની ભવિતવ્યતાના નિયોગ-પ્રયત્નથી તે વિવર દ્વારા પોતાની ડોકને બહાર કાઢી : ત્યાં તે કાચબાએ ક્ષીરસાગરના પાણીના પ્રવાહ જેવા શરદઋતુના ચંદ્રની ચંદ્રિકાથી શોભતા અને જાણે વિશ્ર્વર કમળોના સમુદાયથી સેવા જ ન કરી હોય તેમ તારાઓથી વ્યાપ્ત એવા આકાશતલને જોયું : જોઈને તે અતિશય હર્ષ પામ્યો અને તેના મનમાં થયું કે ‘જો મારાં સંબંધીઓ સ્વર્ગસદેશ, અદૃષ્ટપૂર્વ અને મનોરથોને પણ અવિષયભૂત એવા આ દૃશ્યને જુએ તો સારું થાય.' આ પ્રમાણે નિશ્ચય કરીને ઉતાવળથી તે બંધુઓને શોધવા માટે આમ-તેમ ભમવા લાગ્યો : પોતાના બંધુઓને પામીને ફરીથી પણ તે કાચબો તે વિવરની શોધ માટે સર્વ બાજુએ ફરે છે, પરંતુ તે જલદ વિસ્તારવાળો : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362