Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 357
________________ ૨૦ : એ, સંઘ નહિ; પણ હાડકાંનો માળો : - 70 ‘હે પ્રિયે ! તારા સુકોમલ ચરણને ઘણી જ પીડા થઈ હશે !' આ પ્રમાણે કહીને તેણે તો પોતાની પત્નીના ચરણની સેવા કરવા માંડી. 1083 આ બનાવ મોટી પુત્રીએ પોતાની માતાને જણાવ્યો. આથી જમાઈની સ્થિતિ માતાએ જાણી લીધી અને એથી તેણે પોતાની તે મોટી પુત્રીને કહ્યું કે ‘પુત્રી ! તું તારે ઘેર તારી ઇચ્છા મુજબ વર્તજે, કારણ કે તારો પતિ તારા વચનથી જરા પણ વિરુદ્ધ વર્તાવ નહિ કરે, એટલે કે તને આધીન થઈને જ વર્તશે, માટે તારે જરાય ડરવાનું કારણ નથી.’ ૩૪૩ આ પછી - પોતાની બીજી પુત્રીને પણ તેણે તે જ પ્રમાણેની શિખામણ આપી અને તે બીજી પુત્રીએ પણ પોતાના પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કર્યો. આથી એ બીજી પુત્રીના પતિએ પોતાની તે પાદપ્રહાર કરનારી પત્નીને કહ્યું કે - ‘આ પ્રમાણે કરવું એ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ માટે યોગ્ય નથી.’ ઇત્યાદિ કહીને એક ક્ષણવાર સહજ રોષ કરીને પછી તે શાંત થઈ ગયો. આ હકીકત એ બીજી પુત્રીએ પોતાની માતાને કહી અને એ સાંભળીને માતાએ તે બીજી પુત્રીને કહ્યું કે ‘હે પુત્રી ! તું પણ તારા પતિના ઘરમાં તને જેમ ઠીક લાગે તેમ આનંદ ક૨, કારણ કે તારો પતિ પ્રસંગ પડ્યે એક ક્ષણવાર ગુસ્સે થઈને પછી આપોઆપ શાંત થઈ જશે. તે પછી – તે માતાએ પોતાની ત્રીજી પુત્રીને પણ એવા જ પ્રકારની શિખામણ આપી : તેથી તેણે પણ પોતાના પતિ પ્રત્યે તેવો જ વર્તાવ કર્યો : આથી એ ત્રીજી પુત્રીનો પતિ તો અતિશય કોપાયમાન થઈ ગયો અને કોપાયમાન થઈને તેણે - ‘નક્કી તું અકુલીન છો, એથી જ આવી રીતે વિશિષ્ટ લોકોમાં અનુચિત એવી ચેષ્ટા કરે છે.’ આ પ્રમાણે કહીને અને ખૂબ ફૂટીને ઘરથી બહાર કાઢી મૂકી. આ હકીકત ત્રીજી પુત્રીએ પોતાની માતાને કહી, એથી તેણે પોતાના જમાઈ પાસે જઈને કહ્યું કે ‘વહુએ પ્રથમ સમાગમ સમયે વરને આ પ્રમાણે કરવું' એવી અમારી કુળસ્થિતિ છે. આ પ્રમાણે સમજાવીને જમાઈને મુશીબતે શાંત કર્યો અને પોતાની પુત્રીને કહ્યું કે ‘હૈ પુત્રી ! તારો પતિ દુઃખે ક૨ીને આરાધવા યોગ્ય છે, માટે તારે તારા પતિની અપ્રમત્તપણે પ૨મદેવતાની માફક આરાધના કરવી.’ આ દૃષ્ટાંત ઉપરથી - સમજી શકાય તેમ છે કે સંસારમાં પણ સાચો પુરુષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362