Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 358
________________ ૩૪૪ ---- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 1024 તે છે કે જે વિષયને આધીન થઈને વિષયની સામગ્રીનો ગુલામ ન બની જાય. વિષયની સામગ્રીના ગુલામો કોઈ પણ કાળે સ્વપરનું હિત સાધી નથી શકતા. પૂરમાં તણાવાનું નહિ, સામે તરવાનું! સભા: આજ તો પત્નીના બૂટની દોરી બાંધે એવો પતિ, સુધારક એ ખરો પતિ કહેવાય ! એમ ? ચાલો જવા દો એ વાત. શ્રીમાન કોણ કહેવાય ? ફાવે ત્યારે દાન દે. દાન દેતાં એને કોથળીને પૂછવું ન પડે. “શ્રી' જેની સત્તામાં હોય તે શ્રીમાન પણ જે “શ્રી'ની સત્તામાં હોય તે શ્રીમાન નહિ. ધન્નાજી લક્ષ્મીને છોડીને ચાલ્યા જતા તોયે લક્ષ્મી પાછળ જતી, જ્યારે આજના લક્ષ્મીની પાછળ જાય છે છતાં હાલત કઈ છે ? લક્ષ્મી જાય ત્યારે આંખ ચોળે. કેટલાય લક્ષાધિપતિ ભીખ માગતા થયા, એ દેખાયા છતાં લક્ષ્મીના મોહમાં કાં મૂંઝાઓ ? લક્ષ્મીનો નાશ તો છે જ. મોહરાજા આત્માની સાચી માલિકી છીનવી લે છે અને મોટા કહેવરાવી મૂંઝાવે છે. મોટાઈથી તો મોહ બધાને મૂંઝવે છે. તમારે બહાર નીકળવું હોય તો તરત નીકળો, પણ રાજાને કે હિંદુસ્તાનના વાઇસરોયને નીકળવું હોય તો એકલા નીકળે ? નહિ, પહેરો જોઈએ. સુખી કોણ ? છતાં એ શું માને ? “હું કોણ ?' આ ભાવનાથી પેલો પહેરો એને બંધન નથી લાગતો. “હું અને મારું' એ મંત્રથી મોહે જગતને આંધળું કર્યું છે. મોહથી આત્મા દુઃખને પણ સુખ માને. મોહના ચાળામાં મૂંઝાયા એની વાત પર વજન ન મૂકવું જોઈએ. લક્ષ્મીની ચંચળતા જો તમારા હૈયામાં વસે તો ધાર્યું થાય. શ્રાવક એટલે શું? મુનિપણાનો ઉમેદવાર. સંસાર પણ જ્યારે સુધરે ? ધર્મ આવે ત્યારે : અને ધર્મ કયારે આવે ? તો કહેવું પડે કે અનંતજ્ઞાનીઓની આજ્ઞા રૂચે ત્યારે ! કુદરતની સામે બળવો કરવાની ભાવના તો જાગે તો કૂતરાના જેવું સ્વાર્થીપણું અને રાસભ જેવી મૂર્ખતા ન જ સેવાય. સભા : ચાલતા પૂરે સામે પડાય ? ચાલતા પૂરે સામા પડવામાં જ જૈનશાસનની મહત્તા છે. સંસારની સામે ન પડો તો મુક્તિ પણ નથી. ચાલુ ચીલે ચાલ્યા તો અનંતકાળ ગયો અને બીજો જશે. સંસારનું પૂર ચાલુ છે તમારે જ્યાં જવું છે એથી ઊલટી દિશામાં ચાલુ છે હવે એમાં તણાયે જાઓ તો શું થાય ? માટે સામે પૂરે તરવું જ જોઈએ. પણ એ તરવાનું બળ જોઈએ અને જોઈએ તો એ બળ તો છે જ, પણ તેને કેળવવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362