Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 356
________________ ૩૪૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 108 કહે. “શેઠ! તમે આવા, તમે આવા, તમારા વગર ચાલે ?' આવું કહે. એટલે મોમાંથી પાણી છૂટે. “હું આવો !” એમ થાય કે તરત કોથળી છોડો, પણ પુણ્યકાર્યમાં કોઈ છોડવાનું કહે તો ન છોડો! પક્કા છો ને ? મંદિર-ઉપાશ્રયની ટીપમાં “અવસર સારો નથી” કહી દે, પણ રમણી પાસે બધું કબૂલ : કારણ કે ત્યાં મોહ છે. શાસ્ત્ર તમને શેઠ શેઠ' કહીને પૈસા કઢાવવાની અમને ના પાડી છે. સભા : અપવાદ નહિ ? સામાં આત્માનું નિકંદન વળી જાય ત્યાં અપવાદ શાનો ? “હું શેઠ થાય, પોતાને મહારાજનો પણ શેઠ માને. એવી રીતે દાન આપે એ આપ્યું ન કહેવાય : એ તો “શેઠશબ્દ સાંભળી મોં પહોળું થઈ જાય, એટલે નીકળી જાય. દાનનો પ્રભાવ છે કે નિષ્ફળ નહિ માટે કીર્તિ મળે. લોભથી, સ્વાર્થથી, પ્રેમથી, માનથી પૈસા ખરચાય ત્યાં નજર કરો. લગ્નાદિ વખતે પાઘડી, ખેસ, અંગરખો બધું નવું. શાથી ? ઉદારતા આવી ? ના, પણ “અમારું, હું આવો” આ ભાવના એટલે મોહનો માર્યો મૂંઝાય છે. ત્યાં કૃપણતા નડતી નથી. એવા પણ આત્મા હોય કે જે ન દે, ન ખાય, ન ભોગવે : એવાને દૂર રાખો. ખામી તરફ બહુ ધ્યાન પહોંચાડો. મોહમાં તાકાત છે કે દુઃખી છતાં તમે ત્યાં રોકાઓ. ત્રણ પ્રકારના પુરુષો : એક દષ્ટાંત પુરુષો “મર્દ, નામર્દ અને અર્ધમર્દ' - આ ત્રણ પ્રકારના હોય છે. મર્દ તે કે જે મોહને કાબૂમાં રાખે. કાબૂમાં રાખવા છતાં લટું બની જાય તે અર્ધમદ અને ગુલામ થાય તે નામર્દ. આ વિષયમાં એક દૃષ્ટાંત છે અને તે વિચારણીય છે. કોઈ એક બ્રાહ્મણીને ત્રણ પુત્રીઓ હતી. તે બ્રાહ્મણીએ વિચાર્યું કે હું તેવો કોઈ ઉપાય કરું કે જેથી મારી પુત્રીઓ પરણ્યા પછી સુખી થાય.” આ પ્રમાણે વિચાર કરીને તે માતાએ પોતાની મોટી પુત્રીને કહ્યું કે - તારો પતિ તારા વાસભુવનમાં આવે ત્યારે તારે કોઈ પણ અપરાધ ઊભો કરીને પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કરવો, એટલે કે લાત મારવી અને તે પછી તે જે કંઈ કરે તે તારે મને જણાવવું.” એ મોટી પુત્રીએ પોતાની માતાના કહેવા પ્રમાણે વાસભુવનમાં આવેલા પોતાના પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કર્યો : પોતાની પત્નીના પાદપ્રહારથી રોપાયમાન થવાને બદલે તેણીના અતિશય સ્નેહથી ભરેલા તે પતિએ તો - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362