Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 354
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો એકવારના મૈથુનસેવનમાં અસંખ્યાતા સંમૂર્છિમ જીવો અને બેથી નવ લાખ જેટલા ગર્ભજ જીવો મરે છે. ૩૪૦ - સુખી કોણ ? ૪ સભા : બાળહત્યા વગેરે થાય છે, તેનું શું ? માન્યું કે હીણકર્મી આત્મા એમ કરે પણ એથી શું ? સારી ચીજ બધા ન સ્વીકારે, માટે કાંઈ એની કિંમત ઘટે ? શિથિલ થાય એને બચાવાય, પણ ન પડતા હોય એને હોમાય નહિ. પાપસ્થાનકની પણ હજી તેમને ખબર નથી. સંસારની જડ શી છે એ પણ નથી જાણતા. એની આ દુર્દશા છે. કોઈ પણ આત્માને વિષયોમાં રત બનાવવો અગર વિષયની સામગ્રીમાં યોજવો અથવા તો વિષયની સેવામાં જોડાવાનો ઉપદેશ કરવો, એમાં દયાની સંભાવના પણ કેમ જ થઈ શકે ? અસંભવિત સંભાવનાઓના પ્રતાપે અયોગ્ય ઠરાવ કરનારાઓ એવા વિષયવર્ધક ઠરાવો ક૨શે અને કદાચ તેઓના તીવ્ર પાપોદયના પ્રતાપે એવા ઠરાવોનો અમલ થશે, તો તેવાઓ માટે આ ભવમાં પણ સુખે જીવવાનો વખત નથી આવવાનો. માટે એવાઓની વિચારણા તરફ ખેંચાવા કરતાં પરમ ઉપકારી જ્ઞાનીપુરુષોએ સ્ત્રી-પુરુષની મર્યાદા વર્ણવી છે તે સમજો, કા૨ણ કે એવા ઠરાવો અને તે ઠરાવોના અમલથી શાંતિ ભોગવો છો તે પણ નહિ ભોગવાય. આજના અજ્ઞાનીઓને સમાનતાની બાંગ પોકારવી છે, પણ સમાનતા કાં છે એનો વિચા૨ ક૨વો નથી. સાધક અને બાધક સંયોગો ન વિચારાય, જ્ઞાનીએ કહેલી વાત ન વિચારાય, તો આ વાત ગળે ન જ ઊતરે. વિષયથી હાનિ છે પણ લાભ નથી. વિષયથી લાભ માનનારા વિદ્વાનો કેવા, એ જ નથી સમજી શકાતું ! દુર્જનો ન સુધરે માટે સજ્જને સજ્જન મટી જવું, એમ કોણ કહી શકે ? દુર્જન દુર્જનતા ન મૂકે માટે સજ્જને પોતાની સજ્જનતાનો નાશ કરવો ? ન જ કરવો જોઈએ. માટે અયોગ્ય આત્માઓ સુધરે તો ઠીક, નહિ તો પોતાને જ સુધારવાના પ્રયત્નો કરો. સડેલાને કાપો : સડેલું ન કપાય તો સારાને કાપવું, એવો ન્યાય ન જ હોય. વિષયવાસના ખરાબ છે, એમાં શંકા હોય તો બોલો. Jain Education International 1080 સભા : જૈનસાધુ આ ક્રિયામાં ભાગ લે તો ? એ આડી વાત છે. કાલે એ વિષયમાં કહેવાયું પણ છે. જમાલિએ ખોટી વસ્તુ પકડી તો એ બાતલ થયા કે સારી વસ્તુ બાતલ થઈ ? કહેવું જ પડશે કે એ બાતલ થયા. તો પાપોદયે સારા માણસ પણ ખરાબ કામ કરે, તો For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362