Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
1091 –– ૨૦ઃ એ. સંઘ નહિ; પણ હાડકાંનો માળો - 70 - ૩૪૧ એથી એ ખરાબ કામ સારું ન જ કહેવાય. શાહુકાર દેવાળું કાઢે એટલે એ શાહુકાર રહેતો જ નથી. સારો માણસ કદી ચોરી કરે, તો ચોરી સારી એમ ઓછું જ કહેવાય ? માનો કે સારા માણસે કોઈનું ખૂન કર્યું, તો પણ એ ખૂની ખરો કે નહિ ? સારા માણસો પાપસ્થાનક સેવે, એથી કાંઈ એ પુણ્યસ્થાન ઓછાં જ કહેવાય ? ઉપાશ્રય અને મંદિરમાં આવીને કોઈ અયોગ્ય ક્રિયા કરે, તો એની કિંમત ઘટે કે સ્થાનની કિંમત ઘટે ? શાહુકાર પણ અભક્ષ્ય મળે એવા સ્થાનમાં જઈને અભક્ષ્ય ખાય, તો એ સદાચાર ઓછો જ ગણાય ? વેશ્યાને ત્યાં સારા માણસ જાય, તેથી તે મકાન તથા જનારા ખરાબ નહિ એમ કેમ કહેવાય વારુ ! અને વેશ્યા પણ સારા ઘરમાં આવે તો સારું ઘર પણ ખરાબ થાય, માટે ખોટા સંસર્ગથી બચો. પાપથી બચો : પાપસામગ્રીથી બચો : પ્રમાદથી બચો. પહેલાં હૈયું સુધારો તો બીજા સુધારા તો આપોઆપ થશે. લક્ષ્મીવાન મોટો કહેવાય, પણ સુખી કોને કહેવાય ? કહેવું જ પડશે કે સંતોષી લક્ષ્મીવાન પણ અકળાય ત્યારે ઉદ્ગાર કાઢે કે “આ મોટી ઉપાધિ છે.” એ એકલો બેઠો હોય ત્યારે આવા ઉદ્ગાર સાંભળવા. પોતે પોતાને ખરાબ ન કહે, પણ એમ કહે કે અમે અમારું જાણીએ. પડે દુઃખ અને માને સુખ? સભા : દુ:ખ ભોગવે છતાં સુખ માને ?
એ તો ખૂબી છે. મોહનો એ જ પ્રભાવ છે કે ભોગવે દુઃખ અને માને સુખ. જો એમ ન હોત તો સંસારમાં કોઈ રહ્યા ન હોત. કૂતરું ચાર ડફણાં મારો તો ભાગે, પણ પાછું તુ તુ' કરો કે ઝટ આવે : એ ચાર ડફણાંને ભૂલી જાય. ગધેડામાં અક્કલ કેટલી ? ચાર મણનું છાલકું માથે હોય તો ભાર માનીને ન ચાલે, પણ પેલો હાંકનારો એના માથા પર બેસે એટલે ભાર થાય સાડાસાત મણ, પછી થોડીવાર બાદ ઊતરે એટલે ગધેડું પોતાને હલકું માનીને ચાલે. આ એની અક્કલ. મોહમગ્ન આત્માને આવી ઉપમાઓ આપી શકાય. ભડકશો નહિ. ગધેડા કે કૂતરા નથી કહ્યા, પણ એવા સ્વભાવવાળા કહ્યા છે. મોહની એ કાર્યવાહી કે મૂર્ખને રાજી રાખવા ચાર જણા સલામ ભરે અને શેઠ-શેઠ કહે એટલે બસ પછી ઘરમાં લાહ્ય લાગે તો પણ વાંધો નહિ : કોઈને શેઠ, રાજા, મહારાજા, અમુક ડિગ્રી, વગેરે પદ મળે એટલે ફૂલે અને વિટંબણા ભૂલે, લક્ષ્મીવાન લક્ષ્મીને ગમે તેટલી સારી માને અને સાચવે, પણ કરામતવાળો ધૂળ નાખીને લઈ જાય. તમને “પધારો, પધારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362