Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 353
________________ 1079 – ૨૦: એ. સંઘ નહિ પણ હાડકાંનો માળો: - 70 – ૩૩૯ બોલાવવું. એ ફૂટ થઈ : તરત એ ચારના ત્રણ થાય અને ત્રણના બે થાય એ બે પેલા બેને મારે. પણ એવું કામ કરવા કયો ડાહ્યો તૈયાર હોય ? ખરે જ, સાધુઓ દુનિયાની ધાંધલમાં પડવા નવરા નથી, બાકી આજે દુનિયાની ઘણી વાતો તદ્દન ગાંડી થઈ રહી છે. પ્રશ્નોના કોઈ સીધા ઉત્તર નહિ આપે. ઉત્તર એવો અપાય કે બીજા પ્રશ્નો પણ એ ઉત્તરથી આપોઆપ શમી જાય. આ તો ઉત્તર એવો આપે કે નવા કંઈક ને કંઈક પ્રશ્નો ઊભા કરે, કારણ કે ધ્યેય નિશ્ચિત નથી. સુધારો પણ શાનો એ ખબર નથી. જે વાત બોલે છે એનું નિદાન તો પરખો. તાવ આવ્યો એ ખબર છે, ત્યારે નાડી વૈદ્યના હાથમાં દેવી પડે, કેમ કે તાવ શાનો છે એ ખબર નથી. વાયુનો તાવ હોય અને ઔષધ બીજું કરીએ તો પરિણામે પીડાવું પડે, તેમાં સુધારાની વાત કરનારાને “સુધારો શાનો ?' એની પણ ખબર નથી. વિષયવાસના વધી પડી હોય ત્યાં સુધારો કરવા વિષયવાસના ઉપર અંકુશ હોય કે વિષયની સામગ્રી મેળવી આપવાની હોય ? અગ્નિ સળગતો હોય ત્યાં લાકડાં નખાય, ઘાસલેટ રેડાય અને ભૂંગળીથી ફૂંકાય, એથી અગ્નિ વધે કે બુઝાય ? અગ્નિ લાગે ત્યારે પાણી ન મળે તો લાકડાં ખેંચાય, ધૂળ નખાય, પણ લાકડાં નખાય અને ઘાસલેટ રેડાય ? નહિ, તો પછી વિષયવાસના ઘટાડવા વિષયની સામગ્રી ઘટે તેવી કાર્યવાહી હોય કે વિષયને વધારનારી સામગ્રીનાં દાન હોય ? આપણી અને એમની મારામારી ત્યાં છે. ઘણા કહે છે કે સમજાવો, પણ દિશા પર આવ્યા વિના સમજે જ શી રીતે ? વિષયનાં સાધનો પૂરાં પાડવાથી તો લાલસા વધતી જ જાય. ઇચ્છા રોકાય તો લાલસા ઘટે. એક વાત આવે છે ને કે એક બાવાએ રહેવા માટે મઠ અને દૂધ પીવા માટે બકરી રાખી. પછી એ બધા માટે વાત કેટલી વધી ? મઠ અને બકરી વિના ચલાવ્યું હોત તો વાંધો આવત ? જૈનશાસનના મુનિઓને અપમાન ધર્મ હોય. પકાવવાનું આવ્યું કે તાંબાની તોલડી તેર વાનાં માગે, પછી પાછા પાઘડીવાળાનો ખપ પડે, એટલે પાછા હતા ત્યાં ને ત્યાં જવું પડે. વિષયની વાસનાને તો દાળે જ છૂટકો. સભા : વિષયવાસનાની સામે થવું, એ કુદરત સામે બળવો નથી ? એ બળવા માટે તો ભગવાન મહાવીરદેવે આ ધર્મ સ્થાપ્યો છે. મોહરાજાની રાજધાનીને ખેદાનમેદાન કરવા માટે તો આ શાસન છે. ભગવાને તો મોહરાજાને જીત્યો પણ મોહરાજાને જીતે તેવા માટે શાસનની સ્થાપના છે. સડેલાને કાપો ! સભા: શું તેઓના કહેવા પ્રમાણે વિધવા-વિવાહમાં જીવદયા નથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362