Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૩૩૭
૨૦ : એ, સંઘ નહિ; પણ હાડકાંનો માળો ઃ - 70
પણ બગાડવાની વાત કેમ જ થાય ? જે માણસને જેમાં સુધારા લાગતા હોય તે તે માટે દલીલ કરે, શાસ્ત્રદૃષ્ટિએ, પરિણામદષ્ટિએ અને આત્મકલ્યાણની દૃષ્ટિએ વિચાર કરવા, તો ખબર પણ પડે અને નિર્ણય પણ થાય.
1077
સભા : આત્મકલ્યાણ ન જોઈતું હોય તો ?
જેને આત્મકલ્યાણ જ ન જોઈતું હોય, તેને સુધારક જ કેમ કહેવાય ? આ અસાર સંસારનો પણ સુધારો કોને આધીન છે એ જાણો છો ? ન જાણતા હો તો જાણો કે એ પણ ધર્મને જ આધીન છે. બજારમાં બેઠેલા વેપારીને પ્રામાણિક તથા નીતિમાન બનાવવો હોય, એટલે કે એવો બનાવવો હોય કે એની આજીવિકા ચાલે અને ગ્રાહકને વાંધો ન આવે, તો એનામાં કઈ ભાવના રેડવી જોઈએ અને રિબાતા વિષયાધીનોને સુખી કરવા શું બતાવવું પડશે એ ખૂબ વિચારો : અને વિચારશો તો સમજાશે કે ધર્મની જ ભાવના રેડવી પડશે અને ધર્મ જ બતાવવો પડશે. સભા : આ તો તૈયાર ભાણાથી શાંતિ માને છે.
બીમાર તો તૈયા૨ કુપથ્યને પણ ખાઈ જાય અને પથ્યાપથ્યના વિવેકને કદાચ બીમાર ન માને, પણ એ વાતમાં વૈદ્ય કેમ જ હા કહે ?
સભા : પણ આજનાઓ તો આપ સૂચવવા માગો છો તેવા વૈદ્યને પણ ગણવા ક્યાં તૈયાર છે ?
ત્યારે તો કહોને કે તમે જણાવો છો તેવા માણસો માણસપણામાં જ રહેવા નથી માગતા. દરદને ન માને, વૈદ્યને ન માને, એને માટે તો વૈઘ પણ કહી દે કે ‘આ તે માણસ છે કે કોણ ?' માટે એવાઓની વાતો છોડીને સમજો કે વ્યવહારશુદ્ધિ પણ ધર્મશુદ્ધિથી થાય છે. ધર્મશુદ્ધિ વિના વ્યવહારશુદ્ધિ થતી નથી. જે આદમીમાં થોડી પણ સાચી ઉદારતા ન હોય, ત્યાં ક્લેશ શી રીતે મટે ? દીકરાની વહુ ખાય તો ખરી, આટલું માનવા જેટલી પણ જે સાસુ ઉદાર ન હોય ત્યાં શું થાય ? ભલે સારું ખાવા ન આપે, પણ પોતે ખાય તે રીતે ખાવા તો આપે ને ? કે તાળાં જ વાસે ? જો સાસુ ન આપે તો વહુ ચોરી કરતાં શીખે એમાં નવાઈ શી ? વધુ તાળાં ભાળે કે ઘેરથી નવી કૂંચી લાવે અને ડબલ ખાય તથા ઢોળે એ નફામાં : પછી એકના બે ચૂલા થાય, ખરેખર, હૃદયમાં થોડી પણ ધર્મપરિણતિ નથી ત્યાં સંસારસુધારો પણ શી રીતે થાય ? આત્મા સુધર્યા વિના સંસાર કેમ કરીને સુધરે ? જ્યાં હૃદયમાં ધર્મ નથી, ત્યાં કુટુંબમાં અને સંસારમાં સુધારા શી રીતના થાય ? એવા ઉન્મત્તો તો જેમ જેમ સુધા૨ા મૂકે તેમ તેમ લાહ્ય લાગે, ભડકા થાય, કેમ કે સુધારાઓના નામે સળગાવવાની જ વાત છે. સુધારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362