Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 350
________________ ૩૩૩ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 106 એટલે કે સંયમધર બનાવે. હવે વિચારો કે કન્યાદાન ધર્મક્રિયા હોય તો ધર્મક્રિયા કદી બંધ થાય ? એ બંધ કરે ? શાહ કે લૂંટારા? સભા : એ લોકો કહે છે કે બહુ શુદ્ધ થવા જશો તો એકલા રહેવું પડશે ! તો વાંધો શો છે? એકલા રહેવામાં પણ મજા છે. ભાણાં ખડખડ થાય એવા એકલા રહેવામાં મજા પણ શી છે? રોજ ખખડાટ થાય ત્યાં રહેવું ન જ પાલવે. બેકલા થવું તો તેવા સાથે કે જ્યાં આત્મવૃત્તિ મળે : જ્યાં આત્મવૃત્તિ ન મળે ત્યાં ભેગા રહેવાનો લોભ એ મૂર્ખાઈ છે. આપણી વૃત્તિને આધીન ન હોય ત્યાં પડી પડીને એને ભેગો રહેવાનું કહેવું, એ મૂર્ખાઈ છે. એવા દીન આપણે ઓછા જ છીએ ? એકલા ન રહી શકીએ ? જવાનું એકલા, આવ્યા એકલા, જેવા આવ્યા તેવા જવાનું, તો તેવા રહેવામાં ગભરામણ પણ શી ? કમને એકલા જવું પડે તેના કરતાં મનથી એકલા થઈને જઈએ તો સારું ને કે પાછળ કોઈ રૂએ તો નહિ !મુદ્દો એ છે કે ધર્મ કહેવરાવવું છે પણ બનવું નથી એટલે કે ધર્મના કાનૂન અંગીકાર કરવા નથી. જુઠું બોલતાં આંચકો ન ખાય અને કોઈ જૂઠ્ઠો કહે તો મારામારી કરે, એ સુધરે શી રીતે ? આગળના જીવો તો કહેતા કે ભૂલ થઈ. પૂર્વે વિષયાધીનોને વિષયાધીન કહેતા તો એ પોતાની પામરતા કબૂલતા, ત્યારે આજના વિષયાધીનો કહે છે “અમને આવું કેમ કહો છો ?'ખરે જ ખામીને સેવવી છે અને સાંભળવાની સહનશીલતા રાખવી નથી. આ એક મોટામાં મોટી ખરાબી ઊભી થઈ છે. શાસ્ત્ર કહે છે કે “સુખી થવું હોય તો સામાને સુખી ઇચ્છવો જોઈએ અને સામા તરફથી તિરસ્કાર ન સહેવો હોય તો સામાનો તિરસ્કાર ન કરવો જોઈએ ?' પણ એ ભાવના જ ઊડી ગઈ છે. આ રીતે કોઈ આપણી ખામી કહે એ સહેવાય નહિ, તો ઉદ્ધાર શી રીતે થાય ? જે જૈનશાસનમાં કન્યાદાન નિવાર્યાની વાતો છે, ત્યાં વિધવાદાન નીકળ્યાં ક્યાંથી ? કહેવું જ પડશે કે મનોવૃત્તિ બગડી છે. ધર્મીએ ધર્મ સાચવવો હોય અને શ્રી સંઘે સંઘત્વની રક્ષા કરવી હોય, તો ડગલે ને પગલે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને સામે રાખવી પડશે. સંઘ તે જ છે કે જે વાત વાતમાં આગમની આજ્ઞાને સામે રાખે. શક્તિના અભાવે કદાચ સુપ્રવૃત્તિ ન થાય એ ચાલે, પણ ઊંધી પ્રવૃત્તિ તો ન જ થવી જોઈએ. જેમ વ્યવહારમાં કોઈ દાન ન આપે તેથી શાહ કહેવાતા મટી ન જાય, પણ કોઈનું ઝૂંટવી લે તો તે શાહ મટી લૂંટારા જ કહેવાય. સારું ન બને એની હરકત નહિ, પણ ખોટું તો ન જ થાય. સાથીને સુધારવાની વાત તો આઘી રહી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362