Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 352
________________ ૩૩૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો * તો તે કે જે જોઈને સજ્જનનું પણ માથું ઝૂકે. મૂર્ખાઓ તો બધી વાતમાં તાળી પાડે. એમને તો ગાળ દો તો પણ તાળી પાડે. એમને મહામૂર્ખ કહીને હસાવવા હોય તો પણ હસાવાય, કારણ કે એમને સત્યાસત્યનું ભાન ન હોય. એમને તો ભણાવેલા કે આવા શબ્દો બોલે તો બૂમ પાડવી. મૂર્ખાને આગેવાન કરી પ્રજાપતિના ઘોડે બેસાડતાં પણ વાર કેટલી ? હોળીના રાજા પણ બને છે ને ? બજા૨ વચ્ચે ગધેડે બેસી ફરે, માથે સૂપડું ધરે, આ બધું કરે છે ને ? એમના હાથે કોઈ એમનાં ગળાં કપાવે એમાં મુશીબત શી ? આથી જ કહેવું પડે છે કે સુધારો તો તે કે જે વાંચી સજ્જન પણ સંતોષ પામે. ધ્યાન રાખો કે પાપીને બચાવવા યત્ન કરાય, પણ પાપના રસ્તા પહોળા ન કરાય. ધર્મીની ફરજ છે કે તેણે પાપની વાસના વધે તેવી સામગ્રી ન મળે એવા જ સુધારા કરવા. વાસનાને દબાવો ! સભા : ભલે પુણ્યને બદલે પાપને વધારનારા સુધારા હોય, પણ ઘણા સંમત થાય તો ? મૂર્ખ ઘણા કે ડાહ્યા ? આજના ભણેલા પણ કહે છે ને કે ભણેલા થોડા. જૈનશાસનમાં ઘણાની કિંમત નથી, પણ ડાહ્યાની કિંમત છે. વ્યવહારમાં કહે છે કે સો શાણાનો એક મત પણ સો ગાંડાના એકસો ને એક મત : ઊલટો એક મત વધે. જો કે એ ન બને, સોના સો મત, પણ કદી એકસો એક મત પણ થાય. કોઈ ગાંડો બે મત પણ કહે. ત્યાં મતની કિંમત નથી, કારણ કે ગમે તેવું પણ બોલવું ત્યાં મતની કિંમત શી ? અને સો શાણા તો વિચાર કરીને જ મત બાંધે : ત્યાં બે મત ન થાય : ગાંડા ભેગા થાય ત્યાં કાર્ય સીધું થાય જ નહિ ! ચાર ગાંડા વાત કરે ત્યાં ઊભા રહેજો અને સાંભળજો. નિંદા કરવા ચડે ત્યારે માબાપની નિંદા પણ કરે અને પાછા ઉઘાડી રીતે ! એમ કહી દે કે ‘હું એવો કે માબાપને પણ ન ગણું.’ ત્યાં સુધી કહે કે ‘શાસ્ત્ર આડે આવે તો પણ ફિકર નહિ.’ એ રીતે ઠેઠથી ઊતરે. આજના ઉચ્છંખલો તરફથી જેટલા સુધારા પ્રસિદ્ધ થાય છે તેના શબ્દે શબ્દે શાસ્ત્રવચનની મશ્કરી છે ને ? ધારાશાસ્ત્રી અસીલનો ભલે ખોટો બચાવ કરતો હોય અને એ માટે ધા૨ાબદ્ધ બોલે, પણ કાયદાથી તસુભર આઘે ન જાય. જ્યારે આજના તેવાઓના એક પણ સુધારામાં શાસ્ત્રકાયદાને અનુસરવાની વાત જ નથી. આથી જ કહેવાય છે કે દાનો પણ દુશ્મન સારો. એ પોતાની વાત રીતસર ગોઠવે, કે જેથી સાંભળનારને પણ કંઈક ઠીક લાગે. આ તો સાંભળનારને પણ થાય કે ચાર દિવસ ચાલશે ને એમાં જ એમનો નાશ થશે. એવા ચારને લડાવવા હોય તો એકનો પક્ષ ક૨વો અને એના મોઢેથી ત્રણને ન ગમે એવું Jain Education International 1078 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362