Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 360
________________ ૩૪૬ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -- ૪ - 10 સભા : કશો જ નહિ. એ તો હાડકાંનો ઢગલો જ છે. મુંબઈને મોટી નગરી કહેવાય છે. શાથી ? માણસોની વસ્તી ઘણી છે માટે ! માણસો ન હોય તો આ જ નગરી ઉજ્જડ પણ કહેવાય. એ નગરીથી આઘા રહેવાનો પણ ઉપદેશ અપાય. સમાચાર આવે કે પાણી ફરી વળવાનું છે, તો “ભાગો ભાગો'ની બૂમ પણ મરાય. તો પછી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી ઊલટા ચાલનાર, એટલું જ નહિ પણ આજ્ઞાને ઠોકર મારનાર, તે છતાંય પોતાને સંઘ મનાવવાના તનતોડ પ્રયત્નો કરનાર ટોળાને હાડકાંનો ઢગલો કહેવામાં કોઈ કાળે ગુનો નથી અને એને ગુનો કહેનારા પોતે જ ગુનેગાર છે. કેટલાક કહે છે આવા શબ્દો સાધુના મોંમાં હોય ? તો એનો ઉત્તર એ છે કે આ શબ્દો અમારા નથી પણ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પ્રાયઃ સર્વમાન્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાના આ શબ્દો છે. એમાં ભાષાસમિતિનું ખરું પાલન છે, પણ ખંડન નથી. એ મહાત્માએ જો આ શબ્દોનો પ્રયોગ ન કર્યો હોત, તો તમે અને અમે જીવી શક્યા ન હોત. એ મહાત્માએ કહેલા શબ્દાનુસાર જરૂર પડે ત્યાં ઓળખાણ આપવા – હૃદયની શુદ્ધ બુદ્ધિથી એ શબ્દોનો ઉપયોગ કરવો, એ ગુનો નથી પણ ફરજ છે, કારણ કે પરમતારક પ્રભુની આજ્ઞાથી દૂર ચાલનાર હાડકાંના ઢગલાથી દૂર રહેવામાં અને અન્યને દૂર રાખવામાં જ લાભ છે. પૂર્વે તો શાસ્ત્રની આજ્ઞા ભાંગે એને બહાર કાઢતા, પણ આજે તો એથી ઊલટી જ પ્રવૃત્તિ શરૂ થવા માંડી છે : પણ વાતેય ખરી છે કે એવી પ્રવૃત્તિ જો ન થાય તો વીસમી સદી પણ શાની ? ચત્તાનું ઊંધું ન થાય તો વીસમી સદી શાની ? રાજ્યમાંથી પણ કાયદાનો અમલ કરનારને બહાર કાઢ્યા સાંભળ્યા ? જ્યાં આજ્ઞા હોય, પ્રભુપ્રેમ હોય, ત્યાં ભાષાસમિતિનું ખંડન તથા અજ્ઞાનનું પ્રદર્શન કહેનારા, ખરે જ પોતાની બુદ્ધિનું લિલામ કરી રહ્યા છે. અસ્તુ. આપણે તો જ્ઞાનીઓના કથન મુજબ જ વર્તવું જોઈએ, કારણ કે એમાં જ કલ્યાણ છે : અને માટે જ પરમ ઉપકારી જ્ઞાની પુરુષો ફરમાવે છે કે સેંકડો ભવે મુશીબતે મળે તેવું સમ્યક્ત પામીને એક ક્ષણ પણ પ્રમાદ ન જ કરવો જોઈએ. (શ્રી આચારાંગસૂત્ર (ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ચતુર્થ ભાગ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362