Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 359
________________ 1085 -- ૨૦ : એ. સંઘ નહિ; પણ હાડકાંનો માળો :- 70 - ૩૪૫ મહાજન કોણ? સભા: ‘મરીનનો વે ત સ પચા:' એ તો ખરું ને ? ખરું, એમાં ના કોણ કહે છે ? અનંત શ્રી તીર્થપતિઓ જે માર્ગે મુક્તિને પામ્યા અને વિશ્વના હિત માટે જે માર્ગની સ્થાપના કરતા ગયા તે જ માર્ગ, સભા એ નહિ, હું તો હાલના મહાજનની વાત કરું છું. મહાજન કહેવાતા મહાજન, મહાજન રહે ત્યાં સુધી તો કશી જ હરકત નથી, પણ તે મહાજનપણું મૂકે તે પછી કાંઈ નહિ. આજે તો જે-તે મહાજન કહેવાવા લાગ્યા છે, તે તો ન જ ચાલે. શ્રેષ્ઠ તે જ કહેવાય કે જે સૌથી સારા હોય : માટે મહાજનનું પણ લક્ષણ બાંધો. જેમ દેવ કોણ ? તો કહે જેણે સર્વથા રાગદ્વેષ જીત્યા તે : ગુરુ કોણ ? તો પંચ મહાવ્રતોને ધરનારા, એ વગેરે જે વ્યાખ્યા છે તે મુજબ હોય છે અને ધર્મ ક્યો ? તો કહે દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરે છે. તેમ જ શેઠ કોણ ? તો કહે તે જ કે જે દીન, અનાથને સહાય કરે, પાપથી પાછો પડે અને ઉત્તમ ક્રિયામાં સહાય કરે ! એવી રીતે સુધારકની પણ વ્યાખ્યા બાંધશો ને ? એવા ટોળાને ભડકાનો માળો કહેવામાં વાંધો શો? આજે હિંદુસ્તાન રાજા સાથે શા માટે લડે છે ? સ્વરાજ્ય માટે એ વાત ખરી, પણ એમ કહે કે “રાજા રાજધર્મ નથી પાળતા માટે : એ રક્ષક નથી લાગતા માટે.' આ રીતે સુધારક પણ સુધારાની ઢબમાં ન હોય, તો એની સામે પણ બંડ થવું જોઈએ ને ? જે શબ્દ બોલો એમાં એનો અર્થ રાખો. શાખ વિના શાહ કહેવરાવ્ય કોઈ નહિ ધીરે. શાખવાળી પેઢી મરેલાના નામની હોય તો પણ સૌ ધીરે. માલિક જીવતો હોય પણ શાખ મરેલી હોય તો નકામું. શેઠાઈના ગુણ વિનાનો શેઠ તો કંગાલ છે. જ્યાં મુનિપણું નથી અને વેષ છે, એ તો ભવૈયાનો ડોળ છે. જ્યાં સંઘત્વ નથી અને ટોળું છે એ તો હાડકાંનો ઢેર છે. જેનામાં ચૈતન્ય નથી એ રૂપાળું પણ શરીર મડદું છે. જીવતાં ભલે સલામો ભરાતી હોય, ખુરશી અપાતી હોય, પણ મરે એટલે બાંધીને કાઢે. આગળ હાંલ્લી ફૂટેલી, કેમ કે કરમ ફૂટ્યું. હાંલ્લીવાળો પાછું વાળીને ન જુએ, કેમ કે રખે એ પાછું આવે ! બંધ પણ મજબૂત બાંધે અને છાતી પર લાકડાની ગાંઠ મૂક્યા પછી છોડે. રાજાના મરેલા શરીરને પણ મડદું કહેવામાં ગુનો નથી થતો. ભાંગેલી હવેલીને ખંડિયેર કહેવામાં વાંધો છે ? નહિ, તો પછી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ભાંગનાર હોવા છતાં પોતાને સંઘ મનાવનાર ટોળાને હાડકાંનો ઢગલો કહેવામાં પણ શો ગુનો છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362