Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 348
________________ ૩૩૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - ત્યારે ધ્યાન આવે. ધ્યાન પામવાની યોગ્યતા માટે પ્રથમ જ સંયમમાં સ્થિરતા જોઈએ, એટલે કે પ્રાણાંતે પણ સંયમમાં અસ્થિર ન થવાય. પ્રાણના ભોગે પણ સંયમને સાચવવાની ભાવનાવાળો આત્મા જ સાચો ધ્યાની બની શકે છે. હવે વિચારો કે સંયમ ખાતર પ્રાણ આપવા તૈયાર હોય એને ખોટાં માનાપમાન નડે ? સંયમધરની કક્ષામાં : સભા ઃ સંયમનો અર્થ શો ? 1074 “પંચમ: આશ્રવધારોપરમઃ” ‘આશ્રવનાં દ્વારોથી પાછા ફરવું એનું જ નામ સંયમ.’ આથી મહાવ્રતોને પણ સંયમ કહી શકાય છે અને ઇંદ્રિયો તથા મનનો નિગ્રહ, એને પણ સંયમ કહી શકાય છે. આત્મહિતના ઉદ્દેશથી એવા સંયમને ધરનાર આત્મા પોતાના સંયમને સાચવવા પોતાના પ્રાણોને ગુમાવવા પણ તૈયાર હોય.. એવા આત્માને તુચ્છ માનાપમાન કેમ જ નડે ? કેમ કે એ તો સંયમને જ તારક માને છે. ‘હું તે આ જ’ એમ માને. પોતે અને સંયમ એક છે એમ માને, પણ જુદા ન જ માને. એવા આત્મા સંયમના અપમાનમાં પોતાનું સન્માન કઈ રીતે જોઈ શકે ? અને ‘સંયમનું અપમાન ભલે થાઓ પણ મારું અપમાન ન થાઓ' આવી ભાવનાવાળાને સંયમ ઉપર પ્રેમ છે, એમ પણ કેમ જ કહેવાય કે મનાય ? દુનિયાદારીમાં પણ પ્રતિષ્ઠિત ગણાતો આદમી એમ કહે છે કે ‘અમે ભલે મરીએ પણ અમારી પ્રતિષ્ઠા તો જીવો જ.' એવા આદમી મરતી વખતે આબરૂ ગયાનું સાંભળે તો એને દુઃખ થાય અને આબરૂ રહ્યાનું સાંભળે તો કાંઈ નહિ. એ રીતે પ્રતિષ્ઠિત આદમી પ્રાણ કરતાં પણ પ્રતિષ્ઠાને કીમતી ગણે છે, એટલે દુનિયાની પ્રતિષ્ઠા માટે દુનિયાનો આદમી પ્રાણ આપવા પણ તૈયાર થાય છે, તો પછી સંયમધર પોતાની પ્રતિષ્ઠા માટે સંયમ કેમ જ જવા દે ? અને સંયમ જવા દે તો સંયમધરપણું કેમ જ રહે ? Jain Education International ગૃહસ્થની પ્રતિષ્ઠા ‘લાવ્યા એવું દેવું' અને મુનિની પ્રતિષ્ઠા એ કે ‘અખંડિત રીતે સંયમને સાચવવું !' પ્રતિષ્ઠાનો પ્રેમી પ્રતિષ્ઠા સાચવવા ઘર વેચે કે નહિ ? ગાડી-ઘોડા કાઢી નાખેને ? આ વાત પ્રતિષ્ઠિતની થાય છે, પણ દેવાળિયાની નહિ : કારણ કે પ્રતિષ્ઠિત આત્માઓને મન પ્રતિષ્ઠા ગયા પછી જીવવામાં મજા જ નથી. તે જ રીતે સંયમધર આત્મા પણ સંયમનો નાશ થવા દેવા કરતાં મરવું વધારે પસંદ કરે છે અને ધ્યાતા પણ તે જ બની શકે છે કે જેને સંયમ ખાતર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362