Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 338
________________ ૩ ૨૪ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 104 રસ લેતો તું થાય, એ જોવા ઇચ્છીએ છીએ,’ એમ કદી કહ્યું ? “બાપનો માલ ખાઓ છો તો ખરા પણ શા માટે ? કેવા બનવા માટે ?' - એ કદી પૂછ્યું ? હજી પૂછો. હજી નાના ન બગડે તેની સંભાળ રાખો. દુનિયાના કુશળ બને એની સાથે ધર્મકુશળ બને, એવી કાર્યવાહી કરો. “મંદિરે રોજ જવું પડશે, સાધુ પાસે જવું પડશે, ધર્મને હંબગ નહિ કહેવાય, અભક્ષ્ય નહિ ખવાય, અહિંસા એ ધર્મ છે, કોઈ પણ બહાને હિંસા ન થાય.' - આ બધું રોજ કહો. પ્રતાપના ગુણ શાથી ગવાય છે? સભા : બાપ જ ખોટા હોય ત્યાં ? ફરીને એ વાત આવી. મારે તો સારા બાપને તથા સારા છોકરાને કહેવાનું છે. સારા ન હોય તેને કહેવાનું પણ શું ? જે માબાપ કેવળ પૈસા ખાતર છોકરાને ભણાવે છે, એ માબાપને તો એ છોકરા પણ પ્રાયઃ જૂતાં જ મારે છે. એવા તો ઘણા કહે છે કે આવો કયાંથી પાક્યો ? જેટલા વિષયવાસનાના લોભી અને ઇચ્છાનુસાર વર્તવાની ભાવનાવાળા, એટલા પ્રાયઃ પરિણામે સર્વઘાતક બને છે. જેને ઇચ્છાનુસાર વર્તવાનું શિક્ષણ મળ્યું છે, તે બાપની આજ્ઞા પણ કચડ્યા વિના ન રહે. જે દેશ પાસેથી અત્યારે કહેવાતી “સ્વતંત્રતા' શબ્દ શીખ્યા છો તે દેશ પણ કાયદાને કેટલો માને છે ? તમે તો “સ્વતંત્ર અને સ્વતંત્રતા” શબ્દના જ લૂંટારા છો કે બીજું કાંઈ છે ? એ દેશનો ગમે તેવો અમલદાર પણ કાયદા પાસે ટોપો ઉતારે : હિંદી પ્રધાન પણ દાવો માંડી શકે અને એ યુરોપિયન કોર્ટમાં આવે : ગમે તેવા મોટા અમલદારને કોર્ટમાં દંડ થાય તો તરત ભરે અને એ પાંચ હજારના પગારવાળો અમલદાર પણ સો રૂપિયાના પગારવાળાને એ દંડ માનપૂર્વક આપે. આ બધું શું સમજવા લાયક નથી ? આપણે એના કાયદાની યોગ્યતા કે યોગ્યતાનો અત્રે વિચાર કરતા નથી, પરંતુ જે કાયદો બાંધ્યો તેના પાલનમાં તેઓ કેટલા મક્કમ રહે છે તે જાણો છો ? શબ્દો પકડવા કે અંધ અનુકરણ કરવું એમાં ઉદ્ધાર નથી. માટે કહું છું કે સ્વતંત્ર અને સ્વતંત્રતાના નામે સ્વચ્છંદને ન પોષો ! તમારા જીવનનો ખ્યાલ કરો ! આર્યદેશમાં ઉત્પન્ન થયેલા પાસેથી શી આશા રખાય ? અને તેમાંય જૈન કુળમાં જન્મેલા કેટલા બધા સંસ્કારી જોઈએ ? આ તો બીજાની ટીકા કરવા તૈયાર અને પોતે કરવું કાંઈ નહિ: તે શી રીતે નભે ? તમારા જીવનને કેળવો અને જુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362