Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 342
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો મ સમજી જશે. જ્યાં ખાજાં અને ભાજી એક ભાવે મળતાં હોય એવી અંધેરી નગરી હોય, નાયક ગંડુ હોય અને ટોળું જાવસોઈ કરનારું હોય, ત્યાં કમી શી ? ૩૨૮ આપણે જો ભગવાન શ્રી મહાવીરદેવના દીકરા જ છીએ, આગમનું આપણને શરણ છે અને એના કહેલા માર્ગે જ ચાલનારા સેવક છીએ, તો પછી ભય કોનો ? 1068 ચોથું મહાવ્રત : જ્યાંથી પુનર્લગ્નના પયગામ પાઠવાય, ત્યાં પાંચ મહાવ્રતને ધારણ કરનારાની હાજરી હોય, તો એ કલિકાળનું ભયંકર લક્ષણ છે. આ આત્માના નાશનું બારણું ખૂલે છે. પાંચ મહાવ્રતો પૈકીના ચોથા મહાવ્રતનો પાઠ શું છે એ જાણો છો ? ‘દ્રવ્યથી રૂપ અને રૂપના સહગત પદાર્થો, ક્ષેત્રથી ઊર્ધ્વ, અધો અને તિńલોક, કાળથી દિવસ અને રાત્રીએ અને ભાવથી રાગ અને દ્વેષથી, મૈથુન સેવું નહિ, સેવરાવું નહિ અને સેવતાને સારો જાણું નહિ :' આ ચોથું મહાવ્રત. જ્યાં લગ્ન તો દૂર, પણ પુનર્લગ્નની વાતો, ત્યાં મહાવ્રતધારીની હાજરી એ કેવો ગજબ ? કોઈ દીક્ષા લે ત્યારે જેઓ એમ કહેવા આવે કે પત્નીને મૂકીને પતિને દીક્ષા લેવાનો હક શો ? તેઓ જ વિધવા કે જે પતિની મર્યાદા પાળે છે, એને પુનર્લગ્નના પયગામ પાઠવે છે : આમને મોઢાં કેટલાં ? જગ્યા એવું બોલવું. ફાવ્યું એમનું કૂટવું. જેવો નીકળે એવો જ અવાજ કાઢવો એમ જ કે બીજું કાંઈ છે ? સભા : કહે છે કે પુરુષોને કેમ છૂટ ? પુરુષોને છૂટ કોણે આપી ? થાઓ ઊભા અને કરો નિયમ ! સભા : કહે છે કે બાળલગ્નાદિના ઉપદેશ કેમ નથી અપાતા ? જ્યાં લગ્નની જ ના કહેવાય ત્યાં બાકી રહ્યું શું ? ઉપદેશ બધા દેવાય છે, પણ ફાવે તેમ બોલે એનો ઉપાય ન હોય. પુરુષો પચીસ વરસ સુધી પરણે જ નહિ, અને વળી જિંદગી સુધી બ્રહ્મચારી રહે તો ઘણું જ ઉત્તમ તથા ન બને તો એકથી વધારે વાર ન પરણે એવો કાયદો કોને ! આ તો એમ કે ‘અમે નાકકટ્ટા અસતા, અને સ્ત્રીઓ સતી કેમ બને ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362