Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 340
________________ ૩૨૭ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 1088 કરે તેને માટે એ જ હોયને ? આથી વિચારી વિચારીને નિશ્ચિત થાવ કે શ્રી જૈન સંઘ વિષયને વધારનારા કાયદા કરે કે રોકનારા ? વિધવાઓનો વિરોધ : પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું જોઈએ : બને તો જિંદગીભર એની ના નથી, પણ પચીસ વર્ષની મર્યાદા તો અવશ્ય બાંધવી જ ! એવા એવા કાયદા ઘડોને ! પણ એ કાયદાને બદલે તો આજે કયા કાયદા થાય છે ? સભા : દીક્ષાને રોકવાના અને પુનર્લગ્ન કરવાના, કારણ કે તેઓએ માનેલી વસ્તી વધે ને ? હિંદી નેતાઓ તો કહે છે કે ગુલામ પ્રજા ન વધારો અને દેશસેવા માટે સર્વ સમર્પ દેવું ! શું એ ઠરાવો તેઓને માન્ય નથી ? અને માન્ય છે તો પછી ધર્મના વિષયમાં વિરોધ કેમ ? જો કે જાતવાનોનો તો બધાં જ અયોગ્ય કામોમાં વિરોધ છે જ. કારણ કે જે નાતમાં પુનર્લગ્ન છે, ત્યાં પણ ખાનદાન તો નહિ જ કરે. જે નીચ કરે તે પણ પેલા ખાનદાનને ગાદી પર બેસાડે અને એમને પોતાથી ઊંચા માને. એવા ઊંચા રહી ગાદી-તકિયે બેસવાનું આજનાને નથી ગમતું ? બોલવા ઊભા થાય ત્યારે પચીસ વાર તો પાણી પીવું પડે, કારણ કે પાપનો પ્રભાવ છે. પ્રભુમાર્ગના સાધુ કલાકો બોલે તોયે પ્રાયઃ પાણી ન જોઈએ, કેમ કે શ્રી જિનેશ્વરદેવે કહેલા ગુણની છાયા છે. વળી આજનાઓને તો ક્ષણે ક્ષણે ભય છે કે વાત ઊડી ન જાય ! આજે. ઠરાવો પસાર પણ કેવી રીતે કરાવાય છે ? વિરોધમાં બોલવા કોઈ ઊભો થાય તો હુર્રે હુર્રે કરી બેસાડી દેવાય : એને બોલવા ન દેવાય : આનું નામ સ્વતંત્રવાદીઓ ! એવાઓ વળી આજે વિધવાઓ માટે પુનર્લગ્નની વાતો કરી રહ્યા છે અને વિધવાઓનો જ વિરોધ તો એમની સામે પડેલો છે જ ! પુનર્લગ્નના વિચારો કયા ભેજાનાં છે, એ પણ જૈન કુળની વિધવાઓએ સ્પષ્ટ કહ્યું છે. દરેક બાબતમાં કોઈ ગમે તેમ કહે, પણ તમે મક્કમ થશો તો વિરોધીઓ પણ પગે પડતા આવશે. સભા : અન્ને સામાજિક બંધનને લગતો પ્રશ્ન નીકળ્યો હતો. પતન કાળના પડઘા આવ્યા હોય ત્યાં થોડા ટેકીલા પણ હોય. સામાજિક બંધન ક્યાં સુધી ? ધર્મની રક્ષા થાય ત્યાં સુધી. ધર્મઘાત થાય ત્યાં એ પણ છોડી દેવાય. વ્યાપાર જીવવા માટે કે મરવા માટે ? દુનિયાની પ્રવૃત્તિ માટે જિંદગી કે જિંદગી માટે પ્રવૃત્તિ ? આત્મધર્મ સચવાય એવા સામાજિક બંધનની જરૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362