Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 344
________________ ૩૩૦ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - - 1070 આપત્તિઓના પ્રસંગો આવે તો સહેવા શૂરવીર બનો. થેલી-ઘરબારનો મોહ ઓછો કરો તો ધર્મ સચવાશે : નહિ તો ધોળે દિવસે લુંટાશે. ધર્મનો ઘાત કરે એની સાથે કટ્ટી હોય તો નમતા આવે. તમે પણ આગમને ન માનો તો તમારાથી પણ અમારે કટ્ટી : આગમને નમતા ન આવો ત્યાં સુધી કદી રાખીએ. અમે પણ ન નમીએ તો તમારે અમારાથી જ્યાં સુધી અમે નમતા ન આવીએ ત્યાં સુધી કટ્ટી રાખવાની. અમે પણ જો આગમને ન માનીએ અને તમે વેષ જોઈને નમો, તો હું તો તમને પણ મિથ્યાદષ્ટિ કહીશ : ઉન્માર્ગે ગયેલા કહીશ. જે આગમને નએ, તેને નમે તે સમ્યગ્દષ્ટિ. ગાંડાના ગુરુ થવા માગતા પણ નથી. જેને ત્યાગ ન ગમે, એટલું જ નહિ પણ ત્યાગનો જે વિરોધ કરે, તેના ગુરુ થવામાં લાભ નથી કેમ કે એ એને ફાવે તેમ બોલે. એવાની સાથે અમારે મેળ ન હોય, કેમ કે ત્યાગના વિરોધી રાગીને તો ત્યાગીને ગાળ દીધા વિના છૂટકો નથી. એવાઓ તો અમને ખરાબ કહે એ જ સારું. એવાની નજરે અમે સારા દેખાઈએ એ સારું પણ નહિ. ત્યાગ અને ત્યાગીને ગાળો દેવી, એ તો ત્યાગના વિરોધી રાગીનો ધર્મ છે. આખરે આ બધી વાતનો એક જ મુદ્દો છે. અને તે એ છે કે વિવેકી આત્માએ એક ક્ષણ પણ પ્રમાદ ન કરવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362