Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 345
________________ ૨૦ : એ, સંઘ નહિ; પણ હાડકાંનો માળો : ♦ પ્રમાદત્યાગ શા માટે ? • નિવૃત્તિ એટલે ? ♦ સંયમધરની કક્ષામાં : ♦ શાહ કે લૂટારા ? ૭ વાસનાને દબાવો ! ૦ સડેલાને કાપો ? ♦ પડે દુ:ખ અને માને સુખ ? • ત્રણ પ્રકારના પુરુષો એક દૃષ્ટાંત : ♦ પૂરમાં તણાવાનું નહિ, સામે તરવાનું ! મહાજન કોણ ? • એવા ટોળાને હાડકાંનો માળો કહેવામાં વાંધો શો ? વિષય : પ્રમાદ (વિષય-કષાય)ની કાર્યવાહી વધારે તે સંઘ, કે ઘટાડે તે સંઘ ? વિ. સં. ૧૯૮૫ની એ સાલમાં જૈનશાસનમાં એક ભયાનક ઘમસાણ મચ્યું હતું. સુધારાવાદના રૂપાળા નામે એક ઝેરી વાવાઝોડું સર્વત્ર ફરી વળ્યું હતું અને એમાં કેટલાય જૈન નામધારી અને શ્રાવક-સાધુ વેષધારીઓ પણ આબાદ ફસાયા હતા. આવા જ એક સુધારા (કુધારા) વિધવાવિવાહના સમર્થન માટે કહેવાતા જૈનોની એક પરિષદ મળી હતી જેને, જૈનાચાર્ય ગણાતા એકે ટેકો આપેલો. તે પરિપ્રેક્ષ્યમાં, સંઘ કેવા ઠરાવો કરી શકે ? મુનિની શેમાં સંમતિ હોય ? ધ્યાન માટે - અધિકારી કોણ ? અસંયમીનું ધ્યાન ધ્યાન કેમ નહિ ? વ્યવહારને સુધારવા માટેય ધર્મ જ જરૂરી કેમ ? મૂર્ખાઓનાં ટોળાંઓ તાળી પાડે અને સજ્જનોનાં શરમથી માથાં ઝૂકે તે સુધારો કઈ રીતે ? બળવો તો વિષય કષાય સામે જ કરવાનો વગેરે બાબતોના હૃદયસ્પર્શી સમાધાને, પ્રવાહી ભાષા અને પ્રવાહી શૈલીમાં પૂજ્યપાદશ્રીજીએ સમાર્યા છે. 70 સુવાક્યાતૃત આરંભ-સમારંભથી દૂર ખસવું અને આત્મહિતકર પ્રવૃત્તિ કરવી, તેનું જ નામ સાચી નિવૃત્તિ છે. નિવૃત્તિ એટલે પ્રમાદથી પાછા ફરવું. • દુનિયાદારીની ક્રિયા નાશ પામે અને સુક્રિયાઓમાં આત્મા તલ્લીન થાય ત્યારે જ ક્વચિત્ ક્વચિત્ શુભ ધ્યાન આવે. ધ્યાન પામવાની યોગ્યતા માટે પ્રથમ જ સંયમમાં સ્થિરતા જોઈએ. ગૃહસ્થની પ્રતિષ્ઠા ‘લાવ્યા એવું દેવું' અને મુનિની પ્રતિષ્ઠા એ કે ‘અખંડિત રીતે સંયમને સાચવવું !' જ્યાં આત્મવૃત્તિ ન મળે ત્યાં ભેગા રહેવાનો લોભ એ મૂર્ખાઈ છે. કોઈ આપણી ખામી કહે - એ સહેવાય નહિ તો ઉદ્ધાર શી રીતે થાય ? - ♦ સારું ન બને તો એની હરકત નહિ, પણ ખોટું તો ન જ થાય. જેને આત્મકલ્યાણ જ ન જોઈતું હોય, તેને સુધારક જ કેમ કહેવાય ? ♦ સુધારો તો તે કે જે જોઈને સજ્જનનું પણ માથું નમે. પાપીને બચાવવા યત્ન કરાય, પણ પાપના રસ્તા પહોળા ન કરાય. Jain Education International વિષયનાં સાધનો પૂરાં પાડવાથી તો લાલસા વધતી જ જાય. ઇચ્છા રોકાય તો લાલસા ઘટે. મોહરાજાની રાજધાનીને ખેદાનમેદાન કરવા માટે તો આ શાસન છે. પાપોદયે સારા માણસ પણ ખરાબ કામ કરે, તો એથી એ ખરાબ કામ સારું ન જ કહેવાય. ♦ જ્યાં મુનિપણું નથી અને વેષ છે, એ તો ભવૈયાનો ડોળ છે. જ્યાં સંઘત્વ નથી અને ટોળું છે એ તો હાડકાંનો ઢેર છે. For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362