Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 04
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 337
________________ 108૩ – ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69 - ૩૨૩ તેને યોગ્ય રીતે સમજાવતા. “આ દેશમાં બીજા દેશોની માફક વારંવાર ધરતીકંપ નથી થતા - જ્વાળામુખી નથી ફાટતા, એનું કારણ ? એ જ કે આ દેશમાં ઉત્તમ આચારોનો પ્રભાવ છે. આજે પણ થોડો ઘણો ઉત્તમ આચાર જળવાઈ રહ્યો હોય, તેને લઈને જ એ નથી બનતું. યુરોપ વગેરે બહારના દેશોમાં જુઓ. એક દશકો ગમે તેવા ઉદયની ગયો હોય. પણ એક પ્રલય એવો આવે કે બે દશકા જેટલું ગુમ થાય, માઈલો લાંબી સંસ્થા બનાવી હોય, પણ એક આંચકે ગુમ. પૈસા ગમે એટલા વધ્યા હોય પણ આવા તોફાને ચાલ્યા જાય. પાપથી સુખ હોય જ નહિ. સ્વાર્થ માટે જ્યાં જીવઘાત થાય, ત્યાં એવું થયા જ કરે.' હિંદુસ્તાનમાં ઉશ્રુંખલ જુવાનિયાઓ ધર્મની સામે થઈ રહ્યા છે, પણ તેઓએ સમજવું જ જોઈએ કે તેઓ પણ ધર્મના પ્રભાવથી જ જીવે છે. સંતાનને ધર્મકુશળ બનાવે ! સભા : નવું સર્જન થાય છે ને? નવા સર્જનના પાયા પોલા હોય કે મજબૂત ? પાયા તો પોલા છે. પાપવાસના વધારવાથી જો લાભ હોત, તો જ્ઞાની બધું તજત નહિ. ઉત્તમ આચારો વધારવા પ્રયત્ન કરતા હોત, તો પાયા મજબૂત ગણાત. શહેરનાં બાળક ગામડાનાં બાળક કરતાં હોશિયાર, એનું કારણ કે ગામડાનાં બાળકને સ્થાન, સામગ્રી, સાધન વગેરે મળતાં નથી : એ ભણી શકતાં નથી. તો પછી વિષયવાસનાની સામગ્રીથી વિષયી બને અને વૈરાગ્યની સામગ્રીથી વૈરાગી બને, એ માનવામાં કેમ આંચકો આવે છે ? સુખી થવું હશે તો કુટેવો છોડવી જ પડશે. એ છોડતાં ચાર દિવસ દુઃખ પણ થાય. નિશાળે મોકલતાં બાળક રડે પણ ખરું, પરંતુ એને રોવા સામું જોઈ ન મોકલ્યા હોત તો આજે મોટા ડિગ્રીધરો બન્યા છે તે બનત ખરા ? બાળક રુએ ખરું, તો પણ એના રોવા સામું જોઈ ન મોકલ્યા હોત, તો બી.એ., એલ.એલ.બી. વગેરે વગેરે બનત ? એવા બનાવવા જેટલી કાળજી રાખી, તેટલી જ કાળજી પાછા એ બેવકૂફ ન બને એ માટે રાખી હોત, તો એ આવા પણ ન બનત. કપડાં અપાવતાં, ખાવાનું અપાવતાં કે પૈસા આપતાં કદી એ કહ્યું કે “આ બધું જેમ કુળદીપક બનવા માટે આપીએ છીએ, તેથી પણ વધારે ધર્મદીપક બનાવવા માટે આપીએ છીએ. કુળદીપક સાથે ધર્મદીપક બનો', એમ કદી પ્રેરણા કરી ? “અમે તે માત્ર ભણેલો થાય તે જોવા નથી માગતાં, પણ ઊંચા કુળના સંસ્કાર તારામાં આવે અને ધર્મમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362