Book Title: Aetihasik Ras Sangraha Part 3
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના. -- -- “ ઇતિહાસનાં આવાં આવાં હે જહે અંગે અંધારામાં વિખરાઈ રહ્યાં છે, અને જહે કાળના પગ નીચે કચરાઈ કચરાઇને નષ્ટ થઈ જાય છે, હેને “બહાર લાવવામાં આવશે, હારેજ સુસંગત ઇતિહાસ તૈયાર થઈ શકશે. છૂટા “ છૂટા અફડા તરફ દુર્લક્ષ કરવાથી આખી સાંકળ કદાપિ તૈયાર થઈ શકશે જ નહિ” ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૧ લાની પ્રસ્તાવનાના હારા ઉપર્યુક્ત શબ્દોને સ્મરણમાં રાખીને જ ઐતિહાસિક રાસાઓના સંગ્રહ બહાર પાડવાની પ્રવૃત્તિને મોં આગળ વધારી છે. આજે તે સંગ્રહનો ત્રીજો ભાગ જનતાની સમક્ષ ઉપસ્થિત કરતાં મને આનંદ થાય છે. પરંતુ હું એ વાતથી તે જરૂરજ દિલગીર છું કે આ સંગ્રહને બીજો ભાગ બહાર પડ્યા પછી (વી. સં. ૨૪૪૩ પછી ) એક પછી એક કેટલાક અનિવાર્ય કારણે ઉપસ્થિત થવાથી લગભગ પાંચ વર્ષ જેવી લાંબી મુદતના વ્યવધાન પછી આ ભાગ બહાર પાડી શકાય છે. તેમ છતાં મને એ વાતથી સંતોષજ છે કે–આટલી લાંબી મુદત દરમીયાન આ ત્રીજા ભાગમાં આપેલા રાસાઓને અંગે અનેકાનેક હકીકત જાણવા જેવી પ્રાપ્ત થઇ છે, અને હેને ઉપયોગ રાસ-સારની નોટોમાં કરવામાં આવ્યો છે. આશા છે કે-ઈતિહાસ પ્રેમિ આ નવીનતાના સંતોષદ્વારા, વ્યવધાનથી થયેલા અસંતોષને જરૂર ભૂલી જશે. આ પ્રસંગે એક બીજી વાત કહેવી જરૂરની ધારું છું તે વખતે આ દિશામાં સૌથી પહેલાં મહું પ્રયત્ન શરૂ કર્યો, ત્યહારે મહને શંકા હતી કે હારો આ પ્રયત્ન કરૂચ પ્રાપ્ત કરી શકશે કે કેમ ? પરન્તુ આટલા લાંબા ગાળામાં હું જોઈ શક છું કે-હારે આ ક્ષુદ્ર પ્રયત્ન આશાતીત આદર પામી સો છે, અને હેનું જ એ કારણ છે કે મહારા બને ભાગોની નકલે, નોવેલની માફક ખલાસ થઇ જવાથી પ્રકાશકને પ્રથમ ભાગની બીજી આવૃત્તિ બહાર પાડવી પડી છે, અને બીજા ભાગની પણ બીજી આવૃત્તિ છપાવવાની તૈયારી થઈ રહી છે. એટલું જ નહિં પરતુ મહારા આ પ્રયત્નની શરૂઆત પછી કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ આ દિશામાં પ્રયત્ન કરવા લાગી ગઈ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 236