Book Title: Adhyatmik Nibandho
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ જાતળા પારમાર્થિક વિષેને સ્પર્શતા અને તે સંબંધે કે ઉપયોગી માહિતી આપતા આ “આધ્યાત્મિક નિબંધે” નામના લઘુ ગ્રંથમાં સાત નિબંધને સંગ્રહ આપવામાં આવેલ છે. તેમાંને ત્રણ નિબંધ, (૧) પ્રેમ અને પૂર્ણતા (૨) ઋણાનુબંધ અને (૩) જાતિસ્મૃતિજ્ઞાન, આ અગાઉ નાની પુસ્તિકાઓ રૂપે છપાઈને પ્રગટ થઈ ચૂક્યા હતા. એ ત્રણે પુસ્તિકાઓ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓમાં આશ્ચર્ય ઉપજાવે એવી પ્રિયતા પામવાથી તેના નકલે જોતજોતામાં થોડાક જ મહિનાઓમાં ખપી ગઈ; તેથી પ્રભુકૃપાએ અમને બીજા ચાર નિબંધોની સાથે એ ત્રણેને સમાવેશ કરી આ પુસ્તક પ્રગટ કરવાની બળવતી પ્રેરણા મળી અને તે પ્રેરણ સફળતાને પ્રાપ્ત થતી જોઈને અમને હર્ષ થાય છે. આ પુસ્તકમાં અપાયેલ નિબંધોના ક્રમમાં પહેલે છે, સપુરુષના મંગલ ઉપદેશને સાર.” આ નિબંધમાં શાંતસ્વરૂપ જ્ઞાની ભગવંતએ જીવની પુરૂષાર્થ સંબંધી માન્યતામાં જે મૂળભૂત ભૂલ છે તે ધર્મજિજ્ઞાસુઓના કલ્યાણાર્થે તેમના મંગલ ઉપદેશદ્વારા દર્શાવી અત્યંત ઉપકાર કર્યા છે, જ્યાં કરુણવંત ભગવતેએ ભારપૂર્વક બોધ કર્યો છે ત્યાં એમ કહ્યું કે હે ભળે, તમે સમજો, સમ્યફપણે સમજે કે આત્માના હિતાર્થે ચારેય ઘાતી કર્મોની ક્ષીણતા તથા ક્ષય કરવા માટે જે કંઈ ન્યૂન કે અધિક પુરૂષાર્થ સેવવામાં આવે તે સર્વ સર્વથા સફળ છે, નિષ્ફળ નથી. તેથી ઉલટું અઘાતી કર્મોની ક્ષીણતા કે નાશ માટે જીવથી થતે ઉદ્યમ પ્રારબ્ધાનુસાર ફળ આપે છે, સફળ થાય છે શ નિષ્ફળ જાય છે, માટે હે ભવ્ય, સ્વના શ્રેયાર્થે સત્ય પુરૂષાર્થમાં ભાગી જઈ અંતમાં અત્યાબાધ સુખસ્વરૂપ સ્થિતિને પામે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 286