________________
(૧૭) ન ચાલે તે આધ્યાત્મિક જગતમાં એ ઓછું અંધેર નહિ ગણાય.
જન્માન્તરવાદના સિદ્ધાન્તથી પોપકારભાવના પુષ્ટ થાય છે અને કર્તવ્યપાલનમાં તત્પરતા આવે છે. પરોપકાર કે કર્તવ્યપાલનનાં લૌકિક ફળ પ્રત્યક્ષ છે. છતાં જિન્દગીનાં દુકાને અન્ન ન આવે તે એથી જન્માક્તરવાદી હતાશ થતો નથી. આગામી જન્મની શ્રદ્ધા તેને કર્તવ્યમાર્ગ પર સ્થિર બનાવે છે. તે સમજે છે કે કર્તવ્ય કદી નિષ્કલ ન જાય. વર્તમાન જન્મમાં નહિ, તો આગામી જન્મમાં તેનાં ફળ મળશે. આમ, ભવિષ્ય જન્મની આશાથી માણસ સત્કર્મમાં પ્રવૃત્ત રહે છે. તેને મૃત્યુને ભય પણ નથી રહેતું. કેમકે આત્માને નિત્ય ચા અમર સમજનાર મૃત્યુને દેહપલટા સિવાય બીજુ કશું જ સમજતો નથી. મૃત્યુને તે એક કટ ઉતારી બીજે કેટ પહેર્યા જેવું માને છે. સત્કર્મશાલીને માટે તે પ્રગતિમાર્ગનું દ્વારભૂત બને છે એમ તે સમજે છે. આમ મૃત્યુને ભય છતાવાથી તેની કર્તવ્યનિષ્ઠા પ્રગતિશીલ બને છે. આત્માની નિત્યતા સમજનાર એમ સમજે છે કે બીજાનું બુરું કરવું તે પોતાનું બુરું કરવું છે, તેમજ વૈરથી વેર વધે છે, અને કરેલ કર્મોના સંસ્કારે અનેક જન્માન્તરે સુધી પણ પ્રાણુ સાથે લાગ્યા રહી તેનાં ફળ કયારેક લાંબા વખત સુધી પણ ચખાડયા કરે છે. આ પ્રકારના આત્મવાદને સિદ્ધાન્તી બધા આત્મા-. એને પોતાના આત્મા સરખા સમજી અધાઓ સાથે મૈત્રી અનુ ભવે છે અને તેની રાગદ્વેષની વાસના ઓછી થાય