________________
( ૧૪ ) ઘેર અપરાધ કરીને એવા ગુપ્ત રહી જાય છે કે તેઓ ગુન્હાની સજાથી બચી જાય છે, જ્યારે બીજ નિરપરાધીએને ગુન્હા વગર ગુન્હાની ભયંકર સજા ભોગવવી પડે છે. કેટલો અન્યાય કરણી તેવું ફળ ક્યાં? પણ એ બધી ગુંચવણ પુનર્જન્મ કે પૂર્વજન્મના સિદ્ધાન્ત આગળ ઉકેલાઈ જાય છે. પૂર્વજન્મ પાર્જિત વિચિત્ર કૃત્યેનાં વિચિત્ર પરિણામ વર્તમાન જન્મમાં ઉપસ્થિત થાય છે.
સ્કુલ, કોલેજના સમાન સંસ્કૃતિના વિદ્યાથીઓમાં પણ કઈને કઈ વિષય સુગમ પડે છે, જ્યારે કેઈને તે કઠણ પડે છે. સમાન સંસ્કૃતિવાળાઓમાં પણ એકને ગણિતને વિષય કઠણ લાગે છે, જ્યારે બીજાને તે સરળ પડે છે. આનું મૂળ કયાં શોધાય? પૂર્વજન્મના જ્ઞાનસંસ્કા પર તેની નિર્ભરતા માનવી જોઈશે. સમાન પરિસ્થિતિમાં પિાષાયલાઓમાં પણ એકની બુદ્ધિ અને સ્મરણશક્તિ તીવ્ર હોય છે, જયારે બીજાની મન્દ હોય છે. અતવ સાધન અને ઉદ્યમ સમાન છતાં એકને વિદા કે કળા જલદી ચઢ છે, જ્યારે બીજો એમાં પાછળ રહે છે. એનું શું કારણ હશે? પૂર્વજન્મના અનુસંધાન વગર એને ખુલાસે કેમ થઈ શકે. સરખા અભ્યાસવાળા અને સરખી પરિસ્થિતિમાં ઉછરેલાઓમાં એકને કુદરતી વક્તવ, કવિત્ર અને સંગીત જેવી શક્તિઓ વરે છે, ત્યારે બીજે જન્મભર તે શક્તિથી વિરહિત રહી જાય છે. આનું કારણ પૂર્વજન્મના અભ્યાસસંસ્કારજ તો! પાંચ-સાત વર્ષના બાળક પોતાની સંગીતકળા અને વાદ્યપ્રગથી સહુદય જનતાને મુગ્ધ કરી મૂકે એ પૂર્વજન્મની