Book Title: Aatmsparshi Mahanad Author(s): Babubhai Girdharlal Kadiwala Publisher: Babubhai Kadiwala Charitable Trust View full book textPage 8
________________ આત્મ સ્પર્શી મહાનાદા જયારે ગુરુકૃપા મન મૂકીને વરસે ત્યારે સાધકોનાં હૃદય અમૃતથી છલોછલ ભરાઈ જતાં. જિનકથિત માર્ગે આત્મસ્વરૂપનું દર્શન કરવું અને જીવરાશિના કલ્યાણનો ભાવ કરવો આ બન્ને તેમના જીવનનાં રહસ્યો હતો. અને આ બન્ને રહસ્યો સાધના દ્વારા સર્વોત્તમ ભાવો પ્રગટ કરે, ત્યારે ગુરવાણીને સાંભળનારા મુમુક્ષુને હૃદયમાં પરમાત્મ ભાવની પ્રતિષ્ઠા થાય તે સહજ સ્વાભાવિક છે. ટૂંકમાં પ.પૂ. પંન્યાસજી મહારાજના હૃદયમાં રહેલી પ્રેમની ગંગોત્રીમાંથી વહેતો પ્રેમ પ્રવાહ જયારે ભાવ સ્વરૂપ ધારણ કરે ત્યારે તે ગંગોત્રી પ્રેમની મહાગંગા રૂપ બનીને જગતના જીવોને પ્રેમગંગામાં સ્નાન કરાવે અને આ પ્રેમગંગા અનંત જીવરાશિના કલ્યાણની ભાવના યાને “સવિ જીવ કરૂં શાસન રસી” ભાવના સ્વરૂપ બનીને વિશ્વમાં ચાલી રહેલા - નિગોદમાંથી જગતના જીવોને મોક્ષ તરફ ખેંચી જતા અતિ પવિત્ર મધુરરસ ભર્યા મહાસાગરમાં ભળી જાય એ સમયે તીર્થકરત્વને લાયક આત્માઓ વિશ્વના તપ્તા ઉપર ઉપસી આવે છે તે સહજ સ્વાભાવિક છે. સમગ્ર જીવરાશિ ઉપર વરસી રહેલી “સ્વયંભૂરમણ સમુદ્ર” ની સ્પર્ધા કરે તેવી અરિહંતોની કરુણાને, યોગ્ય આત્માઓ ઝીલે છે અને આ કરુણાને ઝીલતાં ઝીલતાં અનેક આત્માઓ સમ્ય દર્શન પામે છે. સમ્યગદષ્ટિ આત્માઓ દેશ વિરતિ અને સર્વ વિરતિ પામે છે. કોઈ વિરતિધર આત્માઓ અપ્રમત્ત ભાવ સાથે છે. અપ્રમત્ત મુનિઓ ક્ષપકશ્રેણી આરોહણ કરે છે. ઘનઘાતિ કર્મોનો નાશ કરી કૈવલ્ય સાધે છે. આવી તીર્થકરોની પવિત્ર ભાવનાનું સંતીના હૃદયમાં પ્રત્યક્ષ - દર્શન થાય છે. આવા સંતો પરમાત્માના સાચા સંદેશ વાહક છે. - આ અનાદિ અનંત વિશ્વને મોક્ષ તરફ લઈ જતા પવિત્ર પ્રવાહને પંચમ કાળમાં જોવો હોય તો આવા સંતોના હૃદયમાં તેનું દર્શન થઈ શકે. તે માટેના ચક્ષુ હોય તેને આવું દર્શન અવશ્ય થાય. તીર્થકરોની કરુણા જેને સ્પર્શી હોય તે મનુષ્ય આવા શાશ્વત જયોતના વાહક સમા તીર્થકરના પ્રતિનિધિને ઓળખી શકે છે. - આવા મહાપુરુષોનું જીવન સદ્ગણોના નંદનવન સમું હોય છે. આ નંદનવનના પુષ્પોના પરિમલથી આપણે સૌ પવિત્ર બનીએ. તેમના હૃદયના ભાવો આ પુસ્તિકામા ભર્યા છે. લિ. બાબુ ક્કીવાળાના ભાવપૂર્વક્તા વંદન / પ્રણામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 84