Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

Previous | Next

Page 7
________________ આત્મ સ્પર્શી મહાનાદ - પૂજ્ય ગુરુ મહારાજના નેત્રમાંથી એક જાતની નિર્મળ શાન્તિ ઝરે છે, જેના દર્શનથી સાધકો પરમ શાંતિને અનુભવે છે. અને નેત્રમાંથી પ્રગટ થતા દિવ્ય તેજના વિદ્યુત પ્રવાહો સાધકમાં ઊછાળો લાવે છે. અને પ્રભુપ્રેમના પરમ સૌંદર્યનો સાધકના અંતરમાં સંચાર થવા લાગે છે. ગુરુકૃપા સર્વ અશક્યોના માથે પગ મૂકે તેવી અમોધ શક્તિથી સાધકને ભરી દે છે. - ગુરુકૃપાથી મનનો મેલ ધોવાઈ જાય છે અને ગુરુના હૃદયમાં રહેલું વાત્સલ્ય.. રસનું અમૃત, શિષ્યને અનુભવના ઊંડાણમાં લઈ જાય છે. આવા સદગુરનોં મેળાપ કોઈ અકસ્માત રૂપ થતો નથી. તેની પાછળ કાર્યકારણની લાંબી સાંકળ હોય છે, જે જ્ઞાની જ જાણે છે. પૂજય ગુરુ મહારાજની અંતરની વીણામાં જયારે અરિહંતનું સુરીલું મધુર સંગીત વાગતું ત્યારે આપણા આત્માનો મોરલો ડોલવા લાગતો અને તેમના હૃદયમાં ગુંજી રહેલું અરિહંતનું સંગીત જ્યારે વાણી દ્વારા પ્રકાશિત થતું ત્યારે અરિહંતના પ્રેમની ઝણઝણાટી (Romance) સાધકોના હૃદયને સ્પર્શી જતી. - ગુરુ ભગવંતના મુખ ઉપર પરમાત્મ પ્રેમનું તેજ વિલસી રહ્યું હતું, તેના દર્શન કરનાર પ્રશાંત આનંદમાં સરી જતા. તેમની આંતર પ્રજ્ઞાની વિલક્ષણ અવસ્થાને તો તેમના ચરણમાં બેસનારા સારી રીતે સમજતા હતા. આવી આંતર પ્રજ્ઞા તો જીવનભરની સાધનાથી પ્રાપ્ત થાય છે. આવી આંતર પ્રજ્ઞાના કારણે ગુરુમહારાજના અતીન્દ્રિય જ્ઞાનના બારણાં ખુલી ગયેલાં અને શાસ્ત્ર પ્રકાશના અજવાળે જયારે તેમના અંતરના અજવાળાં ઝગઝગતા ત્યારે તેમના નયનોમાં લહેરાતો અમૃત સાગર અમારા જેવા સેવકોના અનુભવમાં આવેલો. મૈત્રીભાવ ભર્યું તેમનું હૃદય કોઈ વખત અમૃતથી છલકાઈ જાય ત્યારે પોતાનાં અલગ વ્યક્તિત્વના કોચલામાં પૂરાયેલી સાધકની ચેતના જાગૃત થઈ જીવસૃષ્ટિમાં વિચારવા લાગતી અને ગુરુ ભગવંત સમષ્ટિના અનંત ભાવોમાં ડૂબી જતા. બે કાંઠા વચ્ચે નદીના નીર ન સમાય અને પૂર આવે અને ચારે કોર પાણી ઊભરાય તેમ પૂ. ગુરુમહારાજનો વિશ્વપ્રેમનો પ્રચંડ પ્રવાહ અમર્યાદિત અવસ્થામાં સકલ જીવ સૃષ્ટિને સ્પર્શી જતો તે સમયે અરિહંતનું હૃદય શું છે તે સહજભાવે સમજાતું. જો શક્તિ મળે તો જીવસૃષ્ટિને જિનશાસન પમાડવા શું નું શું કરી નાંખ્યું તેવા ગુરુ હૃદયના રસભર્યા અમૃતનું દર્શન સાચા મુમુક્ષુને થતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 84