Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

View full book text
Previous | Next

Page 22
________________ આત્મ સ્પશી મહાનાદ ૨૧ “તીર્થકરનામ નીકાચના રૂપ મહાભાવમાં” કેવા ભાવીત હશે? તેનો વિચાર પણ રોમાંચ કરાવે તેવો છે. આ વસ્તુ વિચારીએ ત્યારે જૈન શાસનની મહાનતા, વિશાળતા,અને તીર્થકરોની દીવ્યતા આપણા આત્માને હર્ષોલ્લાસમાં મગ્ન બનાવે છે અને “તીર્થકરો પ્રત્યેનો અનુરાગ દઢ બને છે.' હવે આપણે સાધનામાં આગળ વધીએ. પૂજય પન્યાસજી મહારાજ શ્રી અરિહંત પરમાત્માના સાર્વભૌમિક મહાસામ્રાજય વિશ્વમય સ્વરૂપની વાતો ઘણી વખત કરતા. પહેલી ઉપકાર સંપદા - પરમાત્મા કરૂણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર, અશરણના શરણ, અનાથના નાથ, અનંત જીવોના પરમ ઉદ્ધારક, મહાસાર્થવાહ, મહાગોપ, મહાનિર્યામક, મહામાહણ આદિ ગુણોનું ચિંતન કરવું. બીજી અતિશય સંપદા - પ્રભુના ૩૪ અતિશયો, ૩૫ વાણીના ગુણો, પ્રાતિહાર્યો, સમોસરણની ઋદ્ધિ આદિનું ચિંતન કરવું. ત્રીજી મૂલગુણસંપદા - શુદ્ધ આત્મચૈતન્ય પ્રગટ થવાથી પરમાત્મામાં જે જે અનંત ગુણ સંપદા પ્રગટ થઈ છે તેનું ચિંતન કરવું. સ્વરૂપરમણી, સ્વરૂપભોગી, સ્વરૂપાનંદી, અનંતગુણ સમૃદ્ધિના નિધાન, કેવળ જ્ઞાન આદી અનંત ગુણલક્ષ્મીના સ્વામી, અચિંત્યશક્તિના ભંડાર, અનંત વીર્ય આદિ ગુણોથી યુક્ત, એકાંતિક-આત્યંતિક-અનંત-અવ્યાબાધ-સ્વતંત્ર-સ્વાધીન એવા પરમ - સુખથી પરિપૂર્ણ-પરમાત્મસ્વરૂપનો વિચાર કરતાં જીવનું અનંત કાળનું પુદ્ગલ ઉપરનું આદર બહુમાન પલટાઈને પરમાત્મા ઉપર આદર બહુમાન થાય છે. - ઉપકાર સંપદા, અતિશય સંપદા, મૂલગુણ સંપદા આદી અનેક ગુણોથી - અલંકૃત પરમાત્માનું વર્ણન ચાલતું હતું, તેમાં એક દિવસ બહુ જ મૂલ્યવાન વિચારણા આગળ ચાલી, પૂ. ગુરૂભગવંત અરિહંતોનું મહાસામ્રાજય સમજાવતા મન મૂકીને વરસ્યા. - પરમાત્મા સીમંધર સ્વામિ મહાવિદેહના પુષ્કલાવતી વિજયમાં વિચરી રહ્યા છે. ત્રણે ગુણ સંપદાથી પ્રભુ અલંકૃત છે. તેમના પરિવારમાં ૮૪ ગણધરો, ૧૦ લાખ કેવળજ્ઞાની આત્માઓ, ૧૦૦ કરોડ સાધુ, ૧૦૦ કરોડ સાધ્વીજી અને ૯૦૦ કરોડ શ્રાવક, ૯૦૦ શ્રાવિકા, . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84