Book Title: Aatmsparshi Mahanad Author(s): Babubhai Girdharlal Kadiwala Publisher: Babubhai Kadiwala Charitable TrustPage 30
________________ આત્મ સ્પર્શી મહાનાદ पुष्पैः श्वेतसुगन्धिमिश्र विधिना लक्षप्रमाणैर्जिनं, यः संपूजयते स विश्वमहितः श्रीतीर्थराजो भवेत् ||१३|| જિનેશ્વર પ્રત્યે લક્ષ બાંધવા પૂર્વક સુંદર મનવાળો જે જિતેન્દ્રિય અને શ્રદ્ધાવાન શ્રાવક સુસ્પષ્ટ વર્ણોચ્ચારપૂર્વક સંસારનો નાશ કરનાર એવા પંચપરમેષ્ઠિ નમસ્કારનો એક લાખ વાર જાપ કરે અને શ્વેત સુગન્ધિ લાખ પુષ્પોવડે શ્રી જિનેશ્વરદેવની વિધિ પૂર્વક સમ્યક્ પ્રકારે પૂજા કરે, તે ત્રિભુવન પૂજ્ય તીર્થંકર થાય ॥૧૩॥ પરિશીષ્ટ : ૪ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજી મહારાજા “ખોડશક પ્રકરણ” નામના ગ્રંથમાં ફરમાવે છે કે - ૨૯ આ જિનેશ્વર ભગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સર્વ પ્રયોજન સિદ્ધ થવાનું કારણ એ છે કે શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે. આ સમરસાપત્તિ યોગીઓની માતા છે, અને નિર્વાણ ફળની પ્રસાધક છે. આત્મા જયારે સર્વજ્ઞના સ્વરૂપમાં ઉપયોગવાળો બને છે, ત્યારે તેનો અન્યત્ર ઉપયોગ ન હોવાથી તે સ્વયં સર્વજ્ઞ જેવો થાય છે. એવો નિયમ છે કે જે જે વસ્તુના ઉપયોગમાં આત્મા વર્તે છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે. આ રીતે પરમાત્મ-સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણ પૂરતું આપણું ચૈતન્ય આગમથી ભાવનિક્ષેપે પરમાત્મ-સ્વરૂપ બને છે. જો એકાદ ક્ષણ પૂરતું પણ આપણું ચૈતન્ય પરમાત્મારૂપ આ રીતે બનતું હોય તો તેથી વધુ આપણા આ જીવનમાં શું કમાઈ શકવાના હતા ? ?અર્થાત્ સૌથી વધુ કમાણીનો આ વ્યાપાર છે, તેને છોડીને બીજો વ્યાપાર કરવો તે કલ્પવૃક્ષને છોડીને બાવળિયાને પકડવા જેવું છે. આ રીતે અરિહંત પરમાત્માનું ધ્યાન જગતની સર્વોચ્ચ સ્થિતિ ૫૨માત્માપદની પ્રાપ્તિ સુધી પહોંચાડનારૂં છે. તીર્થંકર પદ સુધી પહોંચાડે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84