Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust
Catalog link: https://jainqq.org/explore/005628/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આભ સ્પશી મહાનાદ લેખક સંઘવી બાબુભાઇ ગિરધરલાલ કડીવાળા પ્રકાશન આધ્યાત્મિક સંશોધન અને ધ્યાન કેન્દ્ર બાબુભાઈ કડીવાળા ‘સોનારિકા', જૈનનગર, નવા શારદામંદિર રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦OO૭. ફોન : ૬૬૨૧૭૦૫ શાન્તિ ટાવર્સ, માણેકબાગ હોલ પાસે, આંબાવાડી, અમદાવાદ-૧૫ ફોન : ૬૬૧૩૮૧૦ OS For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ આભ સ્પર્શી મહાનાદ - પ્રેરક પરમ પૂજ્ય અધ્યાત્મ યોગી પંન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ ન લેખકો બાબુભાઈ કડીવાળા પ્રકાશક બાબુભાઈ કડીવાલા ચેરીટેબલ ટ્રસ્ટ તારીખઃ ૨૦-૧૦-૨૦૦૦. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જે પ્રકાશક બાબુભાઈ કડીવાલા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ પ્રતઃ ૩000 વિક્રમ સંવત - ૨૦૧૮ ઈ. સ.- ૨૦૦૧ પુસ્તક મેળવવાનું સ્થળ : બાબુભાઈ કડીવાલા ચેરીટેબલ ટ્રસ્ટ, સોનારિકા, જૈનનગર,પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોન : ૬૬૨૧૭૦૫ જ મુદ્રક: મહાલક્ષ્મી ઑફસેટ પ્રિન્ટર્સ ૧૦૬/એ, પાર્વતિ ઈન્ડ. એસ્ટેટ. તાવડીપુરા, શાહીબાગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૪. ફોન નં. ૫૬૨ ૦૧૩૩, પ૬૨ ૫૭૦૪, પ૬ ૨પ૬૩૯. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ 3 - પ્રસ્તાવિક “જીન ઉત્તમ ગુણ ગાવતાં ગુણ સાથે નિજ અંગ” તીર્થંકરભગવંતોનું તીર્થકરત્વ શું છે, તે ભાવોમાં અહીં આપણે ઝૂલીએ છીએ. તીર્થકરો કેવા મહાન ભાવોએ તીર્થકર બને છે તે જાણવાથી તીર્થકર ભગવંતો - પ્રત્યે ગુણ બહુમાન પ્રગટે છે. ભગવાન પ્રત્યેનો અનુરાગ, આદર, બહુમાન, મોક્ષ માર્ગની સાધનાનું મહાન રસભર્યું સૌદર્ય છે. - અરિહંત પદ ધ્યાતો થકો દવહગુણ પક્ઝાયરે; ભેદ છેદ કરી આત્મા અરિહંતરૂપી થાયરે. અરિહંતના ધ્યાનમાં તન્મય બનેલો ધ્યાતા જેટલો સમય ધ્યાનની તદ્રુપ અવસ્થામાં રહે છે તેટલો સમય પુરતો ધ્યાતા પોતેજ આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે. આગમથી ભાવ નિક્ષેપે અરિહંત જે બને, તે નોઆગમથી ભાવ નિક્ષેપે અરિહંત બની શકે છે. શ્રીપાલના રાસમાં પ્રભુ મહાવીર સ્વામીની દેશનામાં “ધ્યેય સમાપત્તિ હુએ ધ્યાતા ધ્યેય પ્રમાણે”. એ પ્રમાણે બતાવ્યું છે. એક વટવૃક્ષનો આરંભ સાવ નાનકડા બીજ માંથી થયો હોય છે. તે નાનકડા વટવૃક્ષના ટેટામાં ધેધુર વડલો છે. - અરિહંત ભગવંતો પ્રત્યેનો ભાવ ભર્યો નમસ્કાર, “પ્રભુ સૌનું કરો કલ્યાણ” “શીવમસ્તુ સર્વ જગત :” સૌને જનશાસન મળો, બોધી બીજ મળો, મોક્ષ મળો. આ ભાવો બીજ છે. તેમાં તીર્થકરત્વની મહાલક્ષ્મી છુપાયેલ છે. તે શાસ્ત્ર વચન ઉપર વિશ્વાસ રાખી,અતી અતી નમ્ર ભાવે સાધના કરનાર પ્રભુની કરૂણાનો પાત્ર બને છે. અને છેવટે જગત કલ્યાણની શક્તિઓ તેનામાં અવતરણ થાય છે. વિશ્વ ઉપરનાં તીર્થકર પદ સુધી દીવ્ય સર્જનોના મૂળમાં પરમાત્મ પ્રેમ છે. પરમાત્મા હૃદયમાં પધારતાં પરમાત્માની દિવ્ય શક્તિઓનો આપણામાં વિસ્ફોટ થાય છે. આપણા લોહીના અણુએ અણુમાં પરમાત્માની દિવ્ય શક્તિઓ કાર્યશીલ હોય તેવું અનુભવાય છે. હૃદયમાં બિરાજમાન પરમાત્માની દિવ્ય શક્તિઓ-પ્રેમ, આનંદ, સુખ, શક્તિ, (વીર્ય ગુણ)ગુણ સમૃદ્ધિના પ્રકાશનું આભામંડળ આપણી ચારે બાજુ રચાય છે. જેનાથી જગતના જીવોને આપણું જીવન ઉપકારક બને છે. આપણી નજીકમાં આવનાર દુઃખીના દુઃખ ઘટે છે. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ અશાન્ત મનુષ્ય શાન્ત થાય છે. શ્રધ્ધાવિહીન મનુષ્યને શ્રધ્ધા ઉત્પન્ન થાય છે અને ધર્મના પરિણામ થાય છે. આ પ્રયોગ નિયમિત કરવાથી સામાન્ય મનુષ્યમાંથી આપણે મહામાનવ બની શકીએ છીએ. Self centered આપણી ચેતના God Centered બને છે. ધ્યાતા ધ્યેય ધ્યાન એકે, ભેદ છેદ કરશું અમે ટેકે, ખીર નીર પર તુમ મીલશું, વાચક યશ કહે હેજે હળશું. (ઉ યશોવિજયજીકૃત વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન.) અહીં મહાપુરૂષનું કહેવું છે “જેવી રીતે દુધમાં સાકર નાખીએ અને તે દૂધમાં : એકમેક થઈ જાય છે, તે રીતે ખીર નીર પર તુમશું મીલશું એટલે હે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આપના આવા અભેદ મીલન દ્વારા અમે પણ હેજે હળશું એટલે પરમાનંદનો અનુભવ કરીશું અર્થાત્ આપનું અભેદ મીલન તે જ આત્મ સાક્ષાત્કાર એટલે આત્માનુભવની પ્રક્રિયા છે. જેમ જેમ સ્થિરતા પૂર્વક પરમાત્માનું ધ્યાન થશે તેમ તેમ આત્માના અનુભવની દિશામાં આગળ વધીશું.” . પ્રભુ ગુણ જ્ઞાન ધ્યાનમાં રહીએ, ઈમ પણ મીલવું સુલભ જ કહીએ. માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હળીયો એક તાને. (અભિનંદન જિન સ્તવન) પૂર્વાચાર્યોએ અનુભવ-રસ ચાખ્યો છે અને તે આત્માનુભવ રસ ચખાડવા માટે આપણને પરમાત્મ ભક્તિ-ધ્યાન આદિનો દિવ્ય માર્ગ બતાવ્યો છે. શ્રધ્ધા પૂર્વક તે જિન કથિત માર્ગે આપણે નિષ્ઠાપૂર્વક પુરૂષાર્થ કરવાનો છે. પરમાત્મ પ્રેમ જયારે પ્રગાઢ બને છે ત્યારે વસંતની વહેલી પ્રભાતે સુર્યના દર્શને ખીલતી કોમળ કમળની પાંખડીઓની જેમ પરમાત્માનું દર્શન થતાં પ્રગાઢ પ્રેમની મતિ સાધકના હૃદયમાં ઉભરાય છે. લજજાની લાલાશ મુખ ઉપર ઉપસી આવે છે. કાંઈ પણ કારણસર દુઃખી થયેલા સાધકના ચહેરા ઉપર, પ્રભુ દર્શનથી વસંતની મુશ્કેરાટ ઊભરાવા લાગે છે. આ પુસ્તકના પ્રેમાળ સ્પર્શના અક્ષરો વાંચતા વાંચતાં પ્રેમ તમારી આંખોમાં થઈને હૃદયમાં ઓગળી જાય ત્યારે પ્રભુ પ્રેમ તમારા હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે. પ્રભુ પ્રેમના પારિજાતની પાંદડીઓને પ્રગાઢ પ્રેમથી પૂરતું પુસ્તક પરમાત્મા પ્રેમની પ્રાણીમાત્રમાં પ્રતિષ્ઠા પૂરો, પ્રાણીમાત્રને પૂર્ણતા પર્યત પહોંચાડો. લી. બાબુભાઈ કડીવાળાના પ્રણામ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ ગુરુકૃપા પ.પૂ. ભદ્રકરવિજયજીનું તમે દર્શન કરો ત્યારે એટલું તો જરૂર લાગે કે આ મહાપુરૂષને શાસ્ત્રમાંથી આત્માનો અનુભવ શું છે તે સમજાયું છે. આત્માના અનુભવની વાત તે કરે છે. આત્માના અનુભવનો પ્રકાશ તેમની દિવ્ય વાણીમાં ચમકે છે. પણ જયારે તેમની નિકટમાં આવી અને જ્યારે તમે તેમના હૃદયની ભાષાને સમજો ત્યારે લાગે કે “આ મહાન પુરુષે અમૃત પીધું છે.” આતમ જ્ઞાનકો અનુભવ દર્શન સરસ સુધારસ પીજીએ... આત્માનુભવ રૂપ સુધારસ-અમૃતનો આ મહાપુરુષ જીવનમાં આસ્વાદ કરે છે તેવું સમજાય. અનુભવની વાત અનુભવી જ સમજે છે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ સદા તેમના હૃદયને ભીંજવે અને પરમાત્માના ધ્યાનમાં મળેલાં દિવ્ય રત્નો તે પ્રકાશિત કરે ત્યારે તેમની આંખોમાંથી તેજ નીકળે, મુખ ઉપર સ્મિત વરસે. સાંભળનારને પણ પરમાત્મા પ્રત્યે ભક્તિ પ્રગટે. પરમાત્મ પ્રાપ્તિ માટે તેમની ચેતના ઉલ્લસિત બનીને પરમાત્માના પ્રેમમાં લીન બનતી – આવું તો આપણે ઘણી વખત અનુભવ્યું છે. | સ્વાર્થના બંધિયાર ઓરડામાં પૂરાયેલાને વિશ્વ પ્રેમના આકાશમાં ઉડ્ડયન કરવાનું અઘરું તો જરૂર લાગે; પણ ગુરુકૃપા જેના ઉપર ઉતરે તેને તે સહજ થઈ જાય છે. તેની અવળી મતિ સવળી થઈ જાય છે. તેનો સ્વાર્થ પરમાર્થમાં પલટાય છે. વાસનાઓ ભાવનામાં રૂપાન્તર પામે છે. તેનો “અહં' “અહેં માં પલટાય '' છે. જેને ગુરુકૃપા મળી છે તેનામાં ઈચ્છાઓનું ઉર્ધ્વગમન થાય છે, સત્યનું સંશોધન થાય છે, અનંતના આશીર્વાદ મળે છે, પૂર્ણતાનો પરમાંદ પ્રગટે છે. ગુરુકૃપાથી આપત્તિઓનું અવમૂલ્યન, ચિત્તાનું ચૂરણ, સૌભાગ્યની સંપ્રાપ્તિ, આત્મસિદ્ધિનું આયોજન અને આવિનાશીપણાનો આદર્શ પ્રાપ્ત થાય છે. - જ્યારે જીવનમાં સદ્ગુરુની કૃપા મળે છે, ત્યારે ક્ષણિક આનંદ અને શુદ્ર રમતોમાં રમતો જીવ વૃત્તિઓનું ઉદ્ઘકરણ કરીને શાશ્વત આનંદને જાણે છે અને માણે છે. શિષ્યનું અહંકારનું કાળું ઢાંકણ સદ્ગુરુ હઠાવીને આતમનાં અજવાળામાં સાધકને મગ્ન બનાવી દે છે. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ - પૂજ્ય ગુરુ મહારાજના નેત્રમાંથી એક જાતની નિર્મળ શાન્તિ ઝરે છે, જેના દર્શનથી સાધકો પરમ શાંતિને અનુભવે છે. અને નેત્રમાંથી પ્રગટ થતા દિવ્ય તેજના વિદ્યુત પ્રવાહો સાધકમાં ઊછાળો લાવે છે. અને પ્રભુપ્રેમના પરમ સૌંદર્યનો સાધકના અંતરમાં સંચાર થવા લાગે છે. ગુરુકૃપા સર્વ અશક્યોના માથે પગ મૂકે તેવી અમોધ શક્તિથી સાધકને ભરી દે છે. - ગુરુકૃપાથી મનનો મેલ ધોવાઈ જાય છે અને ગુરુના હૃદયમાં રહેલું વાત્સલ્ય.. રસનું અમૃત, શિષ્યને અનુભવના ઊંડાણમાં લઈ જાય છે. આવા સદગુરનોં મેળાપ કોઈ અકસ્માત રૂપ થતો નથી. તેની પાછળ કાર્યકારણની લાંબી સાંકળ હોય છે, જે જ્ઞાની જ જાણે છે. પૂજય ગુરુ મહારાજની અંતરની વીણામાં જયારે અરિહંતનું સુરીલું મધુર સંગીત વાગતું ત્યારે આપણા આત્માનો મોરલો ડોલવા લાગતો અને તેમના હૃદયમાં ગુંજી રહેલું અરિહંતનું સંગીત જ્યારે વાણી દ્વારા પ્રકાશિત થતું ત્યારે અરિહંતના પ્રેમની ઝણઝણાટી (Romance) સાધકોના હૃદયને સ્પર્શી જતી. - ગુરુ ભગવંતના મુખ ઉપર પરમાત્મ પ્રેમનું તેજ વિલસી રહ્યું હતું, તેના દર્શન કરનાર પ્રશાંત આનંદમાં સરી જતા. તેમની આંતર પ્રજ્ઞાની વિલક્ષણ અવસ્થાને તો તેમના ચરણમાં બેસનારા સારી રીતે સમજતા હતા. આવી આંતર પ્રજ્ઞા તો જીવનભરની સાધનાથી પ્રાપ્ત થાય છે. આવી આંતર પ્રજ્ઞાના કારણે ગુરુમહારાજના અતીન્દ્રિય જ્ઞાનના બારણાં ખુલી ગયેલાં અને શાસ્ત્ર પ્રકાશના અજવાળે જયારે તેમના અંતરના અજવાળાં ઝગઝગતા ત્યારે તેમના નયનોમાં લહેરાતો અમૃત સાગર અમારા જેવા સેવકોના અનુભવમાં આવેલો. મૈત્રીભાવ ભર્યું તેમનું હૃદય કોઈ વખત અમૃતથી છલકાઈ જાય ત્યારે પોતાનાં અલગ વ્યક્તિત્વના કોચલામાં પૂરાયેલી સાધકની ચેતના જાગૃત થઈ જીવસૃષ્ટિમાં વિચારવા લાગતી અને ગુરુ ભગવંત સમષ્ટિના અનંત ભાવોમાં ડૂબી જતા. બે કાંઠા વચ્ચે નદીના નીર ન સમાય અને પૂર આવે અને ચારે કોર પાણી ઊભરાય તેમ પૂ. ગુરુમહારાજનો વિશ્વપ્રેમનો પ્રચંડ પ્રવાહ અમર્યાદિત અવસ્થામાં સકલ જીવ સૃષ્ટિને સ્પર્શી જતો તે સમયે અરિહંતનું હૃદય શું છે તે સહજભાવે સમજાતું. જો શક્તિ મળે તો જીવસૃષ્ટિને જિનશાસન પમાડવા શું નું શું કરી નાંખ્યું તેવા ગુરુ હૃદયના રસભર્યા અમૃતનું દર્શન સાચા મુમુક્ષુને થતું. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદા જયારે ગુરુકૃપા મન મૂકીને વરસે ત્યારે સાધકોનાં હૃદય અમૃતથી છલોછલ ભરાઈ જતાં. જિનકથિત માર્ગે આત્મસ્વરૂપનું દર્શન કરવું અને જીવરાશિના કલ્યાણનો ભાવ કરવો આ બન્ને તેમના જીવનનાં રહસ્યો હતો. અને આ બન્ને રહસ્યો સાધના દ્વારા સર્વોત્તમ ભાવો પ્રગટ કરે, ત્યારે ગુરવાણીને સાંભળનારા મુમુક્ષુને હૃદયમાં પરમાત્મ ભાવની પ્રતિષ્ઠા થાય તે સહજ સ્વાભાવિક છે. ટૂંકમાં પ.પૂ. પંન્યાસજી મહારાજના હૃદયમાં રહેલી પ્રેમની ગંગોત્રીમાંથી વહેતો પ્રેમ પ્રવાહ જયારે ભાવ સ્વરૂપ ધારણ કરે ત્યારે તે ગંગોત્રી પ્રેમની મહાગંગા રૂપ બનીને જગતના જીવોને પ્રેમગંગામાં સ્નાન કરાવે અને આ પ્રેમગંગા અનંત જીવરાશિના કલ્યાણની ભાવના યાને “સવિ જીવ કરૂં શાસન રસી” ભાવના સ્વરૂપ બનીને વિશ્વમાં ચાલી રહેલા - નિગોદમાંથી જગતના જીવોને મોક્ષ તરફ ખેંચી જતા અતિ પવિત્ર મધુરરસ ભર્યા મહાસાગરમાં ભળી જાય એ સમયે તીર્થકરત્વને લાયક આત્માઓ વિશ્વના તપ્તા ઉપર ઉપસી આવે છે તે સહજ સ્વાભાવિક છે. સમગ્ર જીવરાશિ ઉપર વરસી રહેલી “સ્વયંભૂરમણ સમુદ્ર” ની સ્પર્ધા કરે તેવી અરિહંતોની કરુણાને, યોગ્ય આત્માઓ ઝીલે છે અને આ કરુણાને ઝીલતાં ઝીલતાં અનેક આત્માઓ સમ્ય દર્શન પામે છે. સમ્યગદષ્ટિ આત્માઓ દેશ વિરતિ અને સર્વ વિરતિ પામે છે. કોઈ વિરતિધર આત્માઓ અપ્રમત્ત ભાવ સાથે છે. અપ્રમત્ત મુનિઓ ક્ષપકશ્રેણી આરોહણ કરે છે. ઘનઘાતિ કર્મોનો નાશ કરી કૈવલ્ય સાધે છે. આવી તીર્થકરોની પવિત્ર ભાવનાનું સંતીના હૃદયમાં પ્રત્યક્ષ - દર્શન થાય છે. આવા સંતો પરમાત્માના સાચા સંદેશ વાહક છે. - આ અનાદિ અનંત વિશ્વને મોક્ષ તરફ લઈ જતા પવિત્ર પ્રવાહને પંચમ કાળમાં જોવો હોય તો આવા સંતોના હૃદયમાં તેનું દર્શન થઈ શકે. તે માટેના ચક્ષુ હોય તેને આવું દર્શન અવશ્ય થાય. તીર્થકરોની કરુણા જેને સ્પર્શી હોય તે મનુષ્ય આવા શાશ્વત જયોતના વાહક સમા તીર્થકરના પ્રતિનિધિને ઓળખી શકે છે. - આવા મહાપુરુષોનું જીવન સદ્ગણોના નંદનવન સમું હોય છે. આ નંદનવનના પુષ્પોના પરિમલથી આપણે સૌ પવિત્ર બનીએ. તેમના હૃદયના ભાવો આ પુસ્તિકામા ભર્યા છે. લિ. બાબુ ક્કીવાળાના ભાવપૂર્વક્તા વંદન / પ્રણામ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પશી મહાનાદ એક વત્તા એક બરાબર એક One Plus One = One ૧+૧ = ૨ ગણિતની ભાષા છે. ૧+૧ = ૧ પ્રેમની ભાષા છે. પ્રેમગલી અતિ સાંકડી, તેમાં દો ન સમય. બેના એક બને ત્યારે પ્રેમ ગલીમાં પ્રવેશ છે. પ્રેમમાં વ્યવહારનું ગણિત ન ચાલે. ૧+૧ = ૧ ભક્તિની ભાષા છે. ભક્ત + ભગવાન. એટલે ભક્ત જયારે , ભગવાનમાં વિસર્જન થાય ત્યારે ૧+૧ = ૧ થાય છે. ૧ લાખ +૧ = ૧ ૧ અબજ + ૧ = ૧. અનંત + ૧ = ૧ આ ત્રણ અધ્યાત્મની ભાષા છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય. પર્યાય અનંત છે. દ્રવ્ય એક છે. ત્રણે કાળના જેટલા સમય (વખતનું નાનામાં નાનું માપ. આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે.) તેટલા દરેક દ્રવ્યના પર્યાય છે. ' - પર્યાય બિન્દુ છે. જીવ દ્રવ્ય મહાસાગર છે. પર્યાયને દ્રવ્યમાં ભેળવવું તે મોક્ષ છે. પર્યાયો દ્રવ્યમાંથી ઉત્પન્ન થઈ દ્રવ્યમાં ભળી જાય છે. દ્રવ્ય અનંત પર્યાયોને પી જાય છે. પર્યાય દ્રષ્ટિમાંથી આપણી ચેતના દ્રવ્ય દ્રષ્ટિમાં આવે છે ત્યારે મોક્ષ થાય છે. અનંત પર્યાય દ્રવ્યમાં ભળે ત્યારે અનંત + ૧ = ૧ દ્રવ્ય રહે છે ત્યારે મોક્ષ થાય છે. આ અધ્યાત્મની ભાષા છે. વિશેષ અને સામાન્ય શરીર અને નામરૂપ તે આપણું વિશેષ રૂપ છે. વિશ્વમાં જયાં જયાં ચૈતન્ય છે તે આપણે સામાન્ય રૂપ છે. વિશેષથી રાગ દ્વેષ રૂપ વિલ્પ થાય છે. નિર્વિકલ્પ થવા માટે સામાન્ય જોઈએ. વિશેષથી સામાન્યમાં જવું તે સામાયિકનો ભાવ છે. સામાયિક ભાવમાં વીતરાગ ભાવ છે. વીતરાગ ભાવથી મોક્ષ છે. વિશેષથી ભવ ભ્રમણ છે. સામાન્યથી મોક્ષની સિદ્ધિ છે. - પૂ. ચિદાનંદજીનું પદ છે. ધન્ય જનોનો ઉલટ ઉદધિયું એક બિન્દુમે ડાર્યા રે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ “હે ! જગતના જીવો !” તમારે મોક્ષમાં જવાનું છે. તમને જીન શાસન મળવનાનું છે. બોલી-બીજ મળવાનું છે. મોક્ષ મળવાનો છે.” સાધક આત્મા વિશ્વવ્યાપી બનીને એક અલૌકીક ટહુકો કરે ત્યારે તેના પૂગલો વિશ્વ વ્યાપી બને છે અને તે ભાવ-પ્રાણનો સંચાર જગતના જીવોમાં થાય છે. આ મધુરતા અને મીઠાશનો મધુરરસ સાધકના આત્મપ્રદેશોમાં : ઢળે છે ત્યારે તીર્થકરત્વનું સર્જન થાય છે. સુચી રસ ઢળતે તીહાં બાંધતા તીર્થકર નામ નીકાચતાં” (સ્નાત્ર પુજા) GYAN SMA .. . For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આત્મ સ્પર્શી મહાનાદ આ ભાવોને આપણે પ્રયોગાત્મક રીતે જોઈએ. ભગવાન હૃદયમાં પધારે છે. પદ્માસન અવસ્થામાં પલાંઠીથી નાભિ સુધી ૧૦ હજાર પગથીયા ઉચી વજમય પીઠાકો. તેના ઉપર ચાંદિનો ગઢ અને સોનાના કાંગરા. તેના ઉપર ૫ હજાર પગથીયા ઊંચે બીજો સોનાનો ગઢ અને રત્નના કાંગરા. તેના ઉપર ૫ હજાર પગથીયા ઊંચે ત્રીજો રત્નનો ગઢ અને મણીના કાંગરા. હૃદયના સ્થાને સિંહાસન મણિ રત્નથી વિભૂષિત. ત્રીજા ગઢ ઉપર .. અશોકવૃક્ષ માથાના વાળ સુધીનું કલ્પવું. - હૃદયના સિંહાસનમાં ભગવાન પધારે છે. આનંદનો મહોત્સવ છે. ભગવાનના મસ્તકની પાછળ ભામંડળ, મસ્તકની ઉપર ત્રણ છત્ર, દેવદુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ચામર, દિવ્યધ્વનિ. હૃદયમાં બિરાજમાન પરમાત્મામાંથી દિવ્યગુણો અને શક્તિઓનો વિસ્ફોટ થાય છે. (૧) પ્રેમ-કરૂણા,(૨) આનંદ, (૩) સુખ, (૪) શક્તિ (વીર્યગુણ) (૫) ગુણસમૃદ્ધિ વિસ્ફોટ થઈને સાધકમાં ફ્લાય છે. સાધકના અણુએ અણુમાં તે દિવ્યશક્તિઓ કાર્યશીલ થાય છે. આપણે સ્વયં પ્રેમ-કરૂણા, આનંદ, સુખ, શક્તિ, ગુણ સમૃદ્ધિરૂપ બનીએ છીએ. હૃદયમાં બિરાજમાન પરમાત્મા ધીમે ધીમે મોટું રૂપ ધારણ કરે છે. આપણા દેહ પ્રમાણ બની જાય છે. પરમાત્માના અસંખ્ય પ્રદેશો આપણા અસંખ્ય પ્રદેશો સાથે એકરૂપ થાય છે. અનંત સુખ અને ગુણથી પરિપૂર્ણ પરમાત્માનો પ્રત્યેક પ્રદેશ આપણા એક પ્રદેશ સાથે મળતાં આપણે દિવ્ય સ્વરૂપ બની જઈએ છીએ. પરમાત્મા પૂર્ણતાનો અનુભવ કરાવે છે. ભગવાન સાથે સંપૂર્ણ અભેદ અવસ્થા છે. કેવલી સમુદ્રઘાતની રીતે ભગવાન વિશ્વરૂપ ધારણ કરે છે. હું તો તેમના (ભગવાનના) અભેદમાં જ છું. ચૌદ રાજલોકના એક એક પ્રદેશે એક એક આત્મપ્રદેશ ગોઠવાઈ ગયો. (ચૌદ રાજલોકના જેટલા આકાશ પ્રદેશો છે તેટલા જ દરેક જીવના આત્મ પ્રદેશો છે.) For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ ભગવાને સમગ્ર વિશ્વને આકાશની જેમ પોતાનામાં સમાવી દીધું. ચૌદ રાજલોકમાં પ્રેમ અને કરૂણાનો વરસાદ વરસાવ્યો. જીવમાત્ર દલતયા પરમાત્મા છે. (દલતયા પરમાત્માં એવ જીવાત્મા) તેવા જીવમાત્ર સાથે પ્રેમ કરી લીધો. સિદ્ધ ભગવંતના સાધર્મિક, અનંતગુણના વૃંદ, અનંત સુખના નિધાન, વિશ્વના સર્વજીવોને અમે પ્રેમથી ભેટયા, દેશ અને કાળનું બંધન તૂટી ગયું. ચૌદ રાજલોકના પ્રત્યેક આકાશ પ્રદેશમાં રહેલા અનંતજીવોમાં ભાવપ્રાણનું સંચાર કરવાનું કાર્ય શરૂ કર્યું. જો મને શક્તિ મળે તો જગતના સઘળા જીવોને જિનશાસન પમાડું, સૌને બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું, આ ભાવનાનું ઝરણું પ્રભુએ મારામાં વહેતું મુક્યું. વિશ્વનું દર્શન કરાવ્યું. ભાવપ્રાણનો સંચાર : સોયની અણી ઉપર રહે તેટલા ભાગમાં અસંખ્ય નિગોદ છે. પ્રત્યેક નિગોદમાં અનંત જીવ છે. તે પ્રત્યેક જીવમાં, અસંખ્ય આત્મપ્રદેશ છે તેમાં જે શુદ્ધ અને નિર્મળ છે તે આઠ રૂચક પ્રદેશો ઉપર જિનેશ્વરનો સંદેશો પ્રસારિત કરવા રૂપ ભાવપ્રાણનો સંચાર જગતના અનંતાનંતજીવોમાં શરૂ કર્યો – “તું જિનશાસન રસિક બનીને, બોધિબીજ પામીને મોક્ષ પ્રાપ્ત કર.” આ ભાવ અનંતાનંત સર્વજીવોમાં પ્રત્યેક જીવના આઠ રૂચક પ્રદેશ ઉપર પ્રસારિત કરી જિનશાસનની સેવા કરવાનું અદ્ભુત સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. આત્મા સંકોચ વિસ્તાર સ્વભાવવાળો છે. કડીમાં સંકોચ વધારે હોય, હાથીમાં વિસ્તાર હોય. આવી સાધનાના સમયે આત્મા વિશ્વમય સ્વરૂપમાં શ્રેષ્ઠતમ વિસ્તારવાળો હોય છે. ૧૪ રાજલોકના જેટલા આકાશ પ્રદેશ તેટલા જ પ્રત્યેક જીવના આત્મ પ્રદેશ છે. એક એક આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મપ્રદેશ આ સૌથી વધુ વિસ્તારવાળી અવસ્થા હોય છે. આ સમયે મારી આત્માને પારદર્શક સ્થિતિમાં અનંતાનંત જીવોના સાથેના પ્રેમ સંબંધમાં રહેલો જોઈને મારા આનંદની અવધિ ન રહી. સહજભાવે સિદ્ધિશિલાથી સાતમી નારકી સુધીનું અવલોકન થયું તેમાં તિસ્કૃલોકમાં તિર્થંકરો ઉપદેશ આપી રહ્યા છે તે સમવસરણમાં આવા ભાવસહિત જતાં ભગવાને સર્વજીવોના કલ્યાણ માટેની શક્તિનું મારામાં અવતરણ કર્યું અને વિશ્વપ્રેમના હિંડોળે હિંચતાં હું દિવ્ય આનંદની અનુભૂતિમાં વિલીન થઈ ગયો. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ - જો મને શક્તિ મળે તો જગતના સઘળા જીવોને જિનશાસન પમાડું, બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું, આવા ભાવો ઘણો સમય સુધી ઘુંટાવા ચાલુ રહ્યા. આ ભાવ પરાકાષ્ઠાએ પહોંચતા ભાવ રસરૂપ થઈ ગયો. (અને મારા અંદર આ . મધુર રસ ઢળી રહ્યો છે.) મારા શરીરના અણુઓમાં અને આત્મપ્રદેશોમાં આ રસ ઢળી રહ્યો છે. આ રસાસ્વાદમાં અમૃતથી પણ અધિક મીઠાશનો અનુભવ થયો. બસ, આ રસમાં ઘણો વખત સ્નાન કર્યું. અંદર બધુંજ સફેદ પ્રકાશમય બની ગયું. ફરી પાછો આ ભાવે ઉછાળો માર્યો. અને આત્મા ૧૪ રાજલોક સ્વરૂપ બની ગયો. મોટો ઘંટનાદ ૧૪ રાજલોકમાં સંભળાય તેવો શરૂ થયો. : - હે ભવ્ય આત્માઓ! તમે એ ભવદુઃખથી અત્યંત પીડાઈ રહ્યા હોય અને તમારે ભવદુઃખથી છુટવું હોય તો તિર્થંકર ભગવંતો મોટો સાથે લઈને મોક્ષનગરે જઈ રહ્યા છે. તમે પણ તે તિર્થંકર ભગવંતોના શરણે આવો. તિર્થંકરોના પ્રભાવથી જગતના જીવો નિગોદમાંથી નીકળી મોક્ષ તરફ જઈ રહ્યા છે. તમે પણ તે પ્રવાહમાં આવો. આવા ઘંટનાદ દ્વારા જગતના જીવોને મોહનિદ્રામાંથી જાગૃત કરી પરમાત્મા તિર્થંકરદેવના શરણે આવવા માટે આહ્વાહન કર્યું. આવા મહાકરૂણાનાં ભાવોથી જગતને સ્નાન કરાવ્યું અને આ ભાવનાનું ઝરણું પ્રભુએ મારામાં વહેતું મૂકી દીધું. મારા પ્રભુએ વિશ્વદર્શન કરાવ્યું. ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવી ગયા. ગુરુમુખથી સાંભળેલું અરિહંતના સામ્રાજ્યનું દર્શન થયું અને વિશ્વકલ્યાણની ભાવના ઘૂંટાવા લાગી. “સવિ જીવ કરૂં શાસન રસી”ની ભાવના મારા પ્રભુની જન્મદાત્રી માતા છે. તે મને અધિક અધિક પૂજ્ય લાગી. મારા પ્રભુની માતા “સવિ જીવ કરૂં શાસન રસી” ની ભાવનાની સેવામાં હું ખોવાઈ ગયો. તે મધુર અવસ્થામાં મેં યોગનિદ્રાની મીઠી લહેરી લીધી. મારા અંદર અને બહાર મેં આનંદના મોજાં ઉછળતાં જોયાં. ભાવ માતાએ મારા હૃદયનો કબજો લઈ લીધો. હૃદયમાંથી પસાર થતું લોહી આ ભાવનાથી ભાવિત બની મારી નાડીઓમાં વહેવા લાગ્યું. તે વખતે અનુપમ સુખનું સૌંદર્ય મેં અનુભવ્યું. તે સુખને કોઈ અમૃત કહે છે, કોઈ ભક્તિરસનો મધુર પ્યાલો કહે છે. જૈન શાસ્ત્રકારો તીર્થકરત્વનું ઉત્પાદન કેન્દ્ર કહે છે. મારા ભગવાને જૈન શાસનના સાર્વભૌમિક સામ્રાજ્યનું મને દર્શન કરાવ્યું. “શાસન દીઠું ને વળી લાગ્યું મીઠું રે, આશાભર આવ્યો રે સ્વામી For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આત્મ સ્પર્શી મહાનાદ એકલો” મારા પ્રભુ આ વિશ્વના સાર્વભૌમિક સામ્રાજયના જીવનદાતા છે. સ્વાર્થના કારમા વ્યાધિથી પીડાઈને ત્રાસી ગયેલી મારી વૃત્તિઓને તેમણે પ્રાણીમાત્રના કલ્યાણભાવમાં પલટી નાંખી અને સુખી સુખી કરી દીધો. મારા મર્યાદિત વ્યક્તિત્વના કોચલાને તોડી નાંખી મને સમષ્ટિના હીંડોળે હીંચાવ્યો. મારા સ્વામીનું સામ્રાજ્ય જોઈ હું મલકાવા લાગ્યો. હું મારી જાતને આવા સ્વામીની ચરણ રજ બનવા મળ્યું તેના અહોભાગ્યને બિરદાવવા લાગ્યો. ભાવ ઘૂંટાયા જ કરે છે. - “જો મને શક્તિ મળે તો જગતના સર્વ જીવોને જિનશાસન પમાડું, બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું.” બસ આ ભાવ ઘૂંટાવા લાગ્યા. શબ્દો છેવટે ભાવરૂપ બનવા લાગ્યા. શબ્દ નિઃશબ્દ રહ્યા, ભાવરૂપે પલટાયા. હવે ભાવ ઘૂંટાય છે અને ધીમે ધીમે ભાવ રસરૂપ બની ગયો. રસમાં હું તરબોળ બન્યો. મારા આત્માના પ્રદેશોમાં આ દિવ્ય મધુર રસ વહેવા લાગ્યો. આ મધુર રસથી આત્મામાં જીવ માત્ર પ્રત્યે પ્રેમના ભાવો પ્રગટ્યા. સૌને જિનશાસન પમાડું, બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું - તે શબ્દો હવે ભાવ બનીને રસમાધુર્યમાં પલટાયા. સકલ જીવસૃષ્ટિના કલ્યાણની ભાવનામાંથી ઉત્પન્ન થયેલા આ મધુર રસ સિવાય બીજું કોઈ અમૃત જગતમાં છે કે નહિ તેની મને ખબર નથી. પણ મને તો આ અમૃત રસનું પાન એટલું મધુર, એટલું દિવ્ય, એટલું. અલૌકિક, એટલું આશ્ચર્યકારી, અદ્ભુત અને આનંદ પ્રદાયક લાગ્યું કે અનંત કાળની તૃષા છીપાઈ, અનંતકાળની ભૂખ ભાંગી ગઈ, અનંત કાળની સુખના અનુભવની ઈચ્છા તૃપ્ત થઈ. હવે આ મધુર રસ પીવા માટે જગતમાં ક્યાંય જવાની જરૂર નથી. મારા ભગવાન, હું અને જગતના જીવો આ છે અમારા અમૃત રસનું મધુર ઝરણું. બસ.. પીધાં જ કરું, પીધાં જ કરું, પીધાં જ કરૂં.. પીવડાવ્યા કરૂં જગતને આ મધુર રસ. આ અમૃતરસના પાનથી રોમરોમમાં અમૃત વ્યાપી જાય, અણુએ અણુ પવિત્ર રસધારામાં તરબોળ બને. બે કાંઠે વહેતી નદીના પ્રવાહ જેવો લહેરાતો આ વિશ્વકલ્યાણ ભાવનો મધુર રસ મારા અંદર અને બહાર ઉભરાયા જ કરે. - આત્માના પ્રદેશોમાં તષ્ટિ અને પુષ્ટિ થઈ. મંગલ ભાવનાના અજવાળાં - વ્યાપી ગયાં. દિવસ ઊગે અને આવા ભાવોમાં અમૃતનું પાન થયા કરે. રાત્રે સોણલા આવે, દિવસે વારંવાર યાદ આવે. રોમ રોમ વિકસ્વર બને. વિના પ્રયત્ન મારા પ્રિયતમ હૃદયનો કબજો લઈ લે. અને હૃદય ધબકારામાં For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : આત્મ સ્પર્શી મહાનાદ વિશ્વકલ્યાણો ભાવ પૂરે અને આવી મધુર પળોમાં જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ મારામાં એવો તો ઉલ્લસિત થયો કે સકલ જીવસૃષ્ટિને પ્રેમથી નવડાવી દેવાનું અને અરિહંતના ભાવોનું અમૃત પીવડાવી દેવાના થનગનાટને હું રોકી ન શક્યો. “સૌને જિનશાસન પમાડવાની, બોધિબીજ પમાડવાની, મોક્ષ પમાડવાની મારી ઉન્નત તમન્ના બે કાંઠે વહેતી નદીની જેમ ઉન્મત્ત બની વહેવા લાગી. આવી મધુર રસભરી અવસ્થામાં સરિતા અને મહાસાગરના અભેદ મિલનની જેમ મારા પ્રિયતમમાં ખોવાઈ જઈને મેં શાશ્વત સુખનો સ્વાદ માણ્યો.” મારા પ્રિયતમે મને ન્યાલ કરી દીધો : મારા આનંદનો પાર નથી. મારા સુખની અવધિ નથી. મારા અહોભાગ્ય જાગ્યાં. મને કલ્પવૃક્ષ, કામધેનું અને ચિંતામણિરૂપ પ્રિયતમ મળ્યા છે. આવા ભાવોમાં મારી અંદર અને બહાર અપાર આનંદના મોજાં ઉછળતાં મેં જોયાં. મારા ગુરુએ કહ્યું કે અરિહંતોનો વિશ્વકલ્યાણનો ભાવ જ્યારે આપણામાં વ્યાપક બને ત્યારે આપણો આત્મા પ્રકૃષ્ટ પુણ્યથી પુષ્ટ થાય છે. અને સર્વોત્તમ પુણ્યપ્રકૃતિ બંધાય છે. (૧) તીર્થંકર નામ કર્મ (તીર્થકર નામકર્મની નિકાચના માત્ર તીર્થંકર બનનારને જ થાય છે. તીર્થકર નામકર્મનો બંધ બીજાને પણ થઈ શકે છે.) (૨) આદેય નામકર્મ. (૩) સુસ્વર નામ કર્મ. (૪) સુરૂપ નામકર્મ યાને શુભનામ કર્મ. (૫) યશ નામકર્મ. (૬) સૌભાગ્ય નામકર્મ. આ છ પુણ્યપ્રકૃતિઓ જગતના જીવોને, જિનશાસનમાં જોડવા માટે અદ્ભુત રસાયણ છે, જે ઉદયમાં આવે ત્યારે લાખો, કરોડો, અબજો જીવોને પ્રતિબોધ કરવાની શક્તિ ઉત્પન્ન કરે છે. તે પરમાત્માનું અભેદ મિલન અને તેમાંથી સર્જન થતો આત્મ અનુભવનો પરમરસ, ઘાતિ કર્મના દળિયાંને આત્માથી વિખૂટા પાડી આત્મ સમૃદ્ધિના ખજાનાને પ્રગટ કરાવે છે. કર્મનાં પોપડાં ઉખડવા માંડે છે, કર્મના પડદા પીગળવા માંડે છે, સમ્યગુ દર્શનના અજવાળા આત્માના પ્રદેશમાં પથરાય છે. કર્મના કાટ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આત્મ સ્પર્શી મહાનાદ નીચે દબાયેલાં આત્માના પ્રદેશોમાં મધુર સંચાર થાય છે. અને અંદરથી આત્માનો આનંદરસ ઊભરાય છે. તેનો અનુભવ આસ્વાદ આવે છે, સુધારસ-અમૃત સમા આત્માનંદનો અનુભવ થાય છે. જગતના જીવ માત્રના કલ્યાણની ભાવના પ્રકૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરાવી તીર્થકર નામ કર્મ, ગણધર નામ કર્મ, તથા શાસન પ્રભાવકતા દ્વારા જગતના જીવોને તીર્થકરની નજીક લાવવાના કાર્યમાં આપણને કૃતજ્ઞભાવે સેવા કરવાનો લાભ અપાવે છે. આ વિશ્વમાં સૌથી વધુ ભાગ્યવાન કોણ છે? વર્તમાનમાં કેવળજ્ઞાની સ્વરૂપમાં મહાવિદેહમાં વિચરી રહેલા શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે: “અતીશય મહિમા રે અતી ઉપગારતા, નિર્મળ પ્રભુ ગુણરાગ. સુરતરૂ, સુરધટ, સુરમણી તુચ્છ તે, જીન રાગી મહાભાગ.” પુજનાતો કીજેરે બારમા જનમણી. જેના હૃદયમાં પ્રભુ અરિહંત પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયો છે તે મહાભાગ્યવાન છે. કારણ કે જીનેશ્વર દેવ ઉપરનો અનુરાગ-મોક્ષ પર્વતની સર્વ સિદ્ધિઓ, લબ્ધીઓ, શક્તિઓ અને સંપદાઓનું મૂળ છે. માટે જ સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજી શ્રી ક્રસ્તવમાં કહે છે. “સર્વ સાદાં મૂલં જાયતે જનાનું રાગ.” માટે જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે : સમગ્ર સમ્યગુખી અને તેથી ઉપરનાં ગુણાસ્થાનોમાં રહેલા આત્માઓના અરિહંત ભગવંત ઉપર રહેલા અનુરાગને અનંત અનંત વર્ગ કરવામાં આવે અને જે અનંતઅનુરાગનો ભાવ ઉપજે તેવો અનુરાગ “હે કરૂણનીધાન પ્રભુ મારા અંદર અને સર્વ જીવામાં પ્રગટાવ” પ્રભુ તો કલ્પવૃક્ષ છે. અને પરમાત્માના અચિંત્ય પ્રભાવે આવો અનુરાગ આપણા અંદર પ્રગટે છે. તેમાં તીવ્રભાવ આવતાં સમાપત્તિ થાય છે. સમાપત્તિ એટલે ધ્યાંતા-ધ્યાન-ધ્યેયની એકતા. પૂ. પન્યાસ ભદ્રંકર વિજયજીના ભાવોમાં સમાપત્તિ એટલે “ધ્યાન જનીત સ્પર્શ” “મયિતદ્રુપઆ સુત્રધારા જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ મારૂ સ્વરૂપ છે તે ભાવ પ્રગટે અને ધ્યાન જયારે વધુ સ્થીર બની ગાઢ થાય ત્યારે અભેદ ભાવને સ્પર્શતાં “સ એવ અહં” પરમાત્મા તે જ “હું છું. - આવો અનુભવ થાય. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ ન (સુરીપુરંદર શ્રી હરિભદ્રસુરીશ્વરજી વિરચીત ષોડષક પ્રકરણના આધારે.). શ્રીપાલ રામનામના મહાકાવ્યમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ આજ કહે છે – “ધ્યેય સમાપત્તિ હુંએ ધ્યાતા ધ્યેય પ્રમાણ” સમાપત્તિ અરિહંત સાથે થતાં : ધ્યાતા પોતે જ ધ્યેય પ્રમાણ એટલે અરિહંત રૂપ હોય છે. માત્રા ધ્યાન ધ્યાન વિચાર ગ્રંથ भावत: समभसरणान्तर्गतं सिंहासनोपविष्टं देशनां ... कुर्वाणं तीर्थंकरममिवात्मानं पश्यति ॥१९॥ સમવસરણની અંદર સિંહાસન ઉપર બિરાજીને દેશના આપતા તીર્થકર પરમાત્માની જેમ પોતાના આત્માને જોવો, તે “ભાવથી માત્રા છે. જયારે સાધકે પોતાના આત્માને સમવસરણમાં રત્નજડિત સુવર્ણમય સિંહાસન ઉપર બિરાજમાન થઇને બાર પર્ષદા સમક્ષ ધર્મદેશના આપતા તીર્થંકર પરમાત્મા સદેશ જાએ છે એટલે કે તત્ત્વ રૂપે પોતાના આત્માનું ધ્યાન કરે છે ત્યારે તે ધ્યાનને “માત્રાધ્યાન” કહેવાય છે. આ માત્રા ધ્યાનમાં તીર્થકરવત્ સ્વ-આત્માને જોવાથી, વ્યાવવાથી એક વિશિષ્ટ પ્રકારની માત્રા-મર્યાદા નિશ્ચિત થાય છે કે હું તીર્થકર છું; દેવ નારકી કે તિર્યંચ નહિ, સામાન્ય મનુષ્ય પણ નહિ.” આવી ભાવાત્મક મર્યાદાનો નિશ્ચય, આ ધ્યાનમાં થતો હોવાથી તેને માત્રાધ્યાન” કહેવામાં આવે છે એમ સમજી શકાય છે. તેમાં વિશુધ્ધ ધ્યાન પ્રધાનતા હોવાથી તે ‘ભાવથી માત્રા છે. ધ્યાનની આ ભૂમિકા “રૂપસ્થિ (સાલંબન) ધ્યાન' ના સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રાપ્ત થાય છે. રૂપસ્થ ધ્યાન એ “સાલંબન ધ્યાન' છે - યોગશાસ્ત્ર' ના નવમાં પ્રકાશમાં પ્રથમ તીર્થંકર પરમાત્માના અષ્ટ મહાપ્રાતિહાર્ય આદિના ચિંતન દ્વારા, પરમાત્માની અચિન્હ રૂપસંપત્તિને આશ્રયીને “રૂપસ્થ ધ્યાન’ બતાવ્યું છે. ત્યાર પછી આ ધ્યાનના સતત અભ્યાસથી પરમાત્મામાં તન્મય બનેલો સાધક પોતાના આત્માને પણ સર્વજ્ઞ રૂપે જુએ છે એટલે કે “આ જે સર્વજ્ઞ ભગવાન છે, તે ખરેખર હું જ છું - વીરું - એવી For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ તન્મયતાને અનુભવતો સાધક પોતાને સર્વજ્ઞ માને છે – એવી અભેદભૂમિકાનો નિર્દેશ કર્યો છે. સર્વપ્રથમ સમવસરણ સ્થિત સાતિશય તીર્થંકર પરમાત્માનું ધ્યાન વારંવાર કરવા પૂર્વક તેમાં તન્મયતા પ્રાપ્ત કરીને પછી સાધક પોતાને પણ અરિહંત પરમાત્મા સ્વરૂપે જુએ-ધ્યાવે, તો જ તેને ધ્યાનની વાસ્તવિક સિદ્ધિ મળે છે. જયારે આપણો હંસ રૂપી અત્તરાત્મા પરમાત્મામાં ચિરૂપ-તન્મય થાય છે, ત્યારે તે પરમહંસ સ્વરૂપ નિર્વાણ-પદને પામે છે. જો પરમાત્માને અર્થાત્ તેમના આલંબનને બાજુએ રાખી, સીધો જ “હું શુદ્ધ, બુદ્ધ આત્મા છું – એમ માની પોતાના આત્માનું જ ધ્યાન કરે છે, તો તે ઉભય-ભ્રષ્ટ થાય છે. શુદ્ધિ અને સિદ્ધિ બન્નેથી વંચિત રહે છે. કહ્યું પણ છે કે - “નિર્મળ સ્ફટિક, રત્ન તુલ્ય શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનાશથી વારંવાર શોકડ્યું - “સોટ્ટ નો સહજ જાપ કરતો સાધક, પરમાત્મા સાથે પોતાના આત્માની એકતા અનુભવે. પછી નીરાગી, અષી, સર્વજ્ઞ, સર્વદર્શી, દેવ-દેવેન્દ્રોથી પૂજિત, સમવસરણમાં ધર્મ-દેશના કરતા એવા પરમાત્મા સાથે અભેદ-ભાવને પામેલા પોતાના આત્માનું ધ્યાન કરતો સાધક, સર્વ કર્મ-મલને દૂર કરી પરમાત્માપણાને પામે છે.” स्वहंसमंतरात्मानं चिद्रूपं परमात्मनि ।। योजयेत् परमे हंसे निर्वाणपदमाश्रिते ॥ - યોગપ્રદિપ : સ્નો. ક૬. तद् ध्यानावेशत: सोडहं सोडहमित्यालपन मुहुः । नि:शंक मे कतां विधादात्मनः परमात्मना ।। ततो नीरागमद्वेषममोहं सर्वदर्शिनम् । सुराज़ समवसृतौ कुर्वाणं धर्मदेशनाम् ।। ध्यायन्नात्मानमे व त्थमभिन्नं परमात्मना । लभते परमात्मत्वं ध्यानी निर्धू तकल्मषः ।। - યોગશાસ્ત્ર; પ્રાણ-૮, સ્નોડ. -૬-૨૭. ધ્યાતા જે ધ્યેયનું વારંવાર ધ્યાન કરે છે, તે ધ્યેય રૂપે તે પોતાને પણ અનુભવે છે અર્થાત્ સતત ધ્યાનાભ્યાસના પરિણામે ધ્યાતા સ્વયં તે ધ્યેય સ્વરૂપને પામે છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ ધ્યાતા જો વીતરાગનું ધ્યાન કરે તો વીતરાગ બને છે, સરાગીનું ધ્યાન કરે તો સરાગી બને છે – આ નિયમ સર્વ સામાન્ય છે. તે માટે જ ઉપકારી મહર્ષિઓએ ફરમાવ્યું છે કે -કૌતુક માત્રથી પણ અશુભ તત્ત્વોનું ચિંતન અને ધ્યાન ન થઈ જાય તે માટે તેવા પ્રકારનાં અશુભ આલંબનોનિમિત્તોથી સદા દૂર રહેવું જોઇએ. અંગારાને અડવાથી શરીર દાઝે છે, તેમ અશુભ તત્ત્વોનું ચિંતન કરવાથી મન દાઝે છે-બગડે છે, જીવન બગડે છે અને દેવદુર્લભ માનવ-ભવ હારી જવાય છે. તાત્પર્ય કે અશુભ તત્ત્વોનાં સંસર્ગ-પરિચય અને આલંબન શુભ-ધ્યાનમાં વિઘ્નરૂપ બને છે. તેથી શુભ-ધ્યાન માટે અશુભ તત્ત્વોના સંસર્ગનો ત્યાગ કરીને શુભ તત્ત્વોનું આલંબન (લેવું) અનિવાર્ય છે, તો જ શુભ-ધ્યાનની સિદ્ધિ શીધ્રા થાય છે. માત્રા ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ પુણ્યના પુંજ, ત્રિભુવન-ગુરુ અને ધર્મ-દેશના રૂપ સર્વોત્કૃષ્ટ પરોપકારને કરનારા એવા સમવસરણસ્થિત ભાવ-તીર્થકર પરમાત્માનું પરમોચ્ચ શુભ આલંબન હોવાથી સાધકના સર્વ મનોવાંછા અવશ્ય સિદ્ધ થાય છે. નિશ્ચયથી આત્મધ્યાન આત્માને નિશ્ચયથી તે જ જાણી શકે છે, કે જે શ્રી અરિહંત ભગવંતને તેમના શુદ્ધ આત્મદ્રવ્યથી, શુદ્ધ કેવળજ્ઞાન ગુણથી અને શુદ્ધ સ્વભાવ પરિણમનરૂપ પર્યાયથી જાણે છે. કારણ કે ત્તતથા પરમાત્મા પર્વ નીવાત્મા દળથી જીવ પોતે જ પરમાત્મા છે. શુદ્ધ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી શ્રી અરિહંતનું તથા પ્રકારે જ્ઞાન થવાથી તથા પ્રકારે ધ્યાન થાય છે અને તે ધ્યાન સમાપત્તિજનક બનીને મોહનો નાશ કરે છે. સમાપત્તિ એટલે ધ્યાનજનિત સ્પર્શના. તે બે પ્રકારે થાય છે. સંસર્ગારોપથી અને અભેદારોપથી. પ્રથમ- શુદ્ધાત્માના ધ્યાનથી અંતરાત્માને વિષે પરમાત્માના ગુણોનો સંસર્ગારોપ થાય છે અને પછી અંતરાત્મામાં પરમાત્માનો અભેદારોપ થાય છે. તેનું ફળ અતિ વિશુદ્ધ સમાધિ થાય) છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ ततोङबमर्ह त्यर्यायो, भावी द्रव्यात्मना सदा ।.. भव्येष्वास्ते सतश्चास्व, ध्याने को नाम विभ्रमः ॥१९३।। - તત્વાનુશાસન. સર્વ દ્રવ્યોમાં દ્રવ્યાત્મક એવા ભૂત અને ભાવિના સર્વ પર્યાયો દ્રવ્ય રૂપે સદા રહે છે. (અર્થાત્ પ્રત્યેક દ્રવ્યમાં તેના ભૂત અને ભાવિ સર્વ પર્યાયો વર્તમાનમાં દ્રવ્યરૂપે રહેલા છે.) તેથી સર્વ ભવ્યોમાં ભાવિમાં થનાર એવા આ “અર્હત્ પર્યાય દ્રવ્યરૂપે સદા રહેલ છે. તો પછી સદા વિદ્યમાન એવા પર્યાયનું ધ્યાન કરવામાં ભ્રાંતિ શી? અર્થાત્ આપણા ભાવિ “અહંતુ પર્યાય' નું આપણે ધ્યાન કરીએ છીએ તે યોગ્ય જ છે.” अथवा भाविनो भूता, स्वपर्यायास्तदात्मका: । आसते द्रव्यरुपेण, सर्व द्रव्येषु सर्वदा ॥१९२।। જ્ઞાનસાર પ્રકરણમાં ઉપાધ્યાયજી મહારાજ “શુધ્ધત્મ દ્રવ્ય મેવાણું, શુધ્ધ જ્ઞાન ગુણોમમ” (સંભેદ પ્રણીધાનમાં અરિહંતનું ધ્યાન છે.) અભેદ પ્રણીધાનમાં આત્માનું અરિહંતરૂપે ધ્યાન છે અને તે જ સમાપત્તિ છે. તીર્થકરત્વ રૂપ મહાશક્તિના મૂળમાં વિશસ્યાનક તપ, સવિજીવ કરૂ “શાસન રસીની ભાવના અને પરમાત્મ સમાપત્તિ છે.” - પ્રવચન સારોદ્ધાર નામના ગ્રંથમાં શ્લોક ૪૫૮ થી ૪૭૦ માં આવતી ચોવીશીમાં થનાર શ્રી પદ્મનાભ આદી ૨૪ તીર્થકર ભગવંતોને વંદના કરી છે તેનું ભાષાંતર ગુજરાતીમાં નીચે મુજબ છે. ભાવી ચોવીશીના તીર્થકર થનાર જીવોને વંદના. . . ૧. પ્રથમ શ્રેણિક રાજાના જીવ, પદ્મનાભ તીર્થકરને હું નમું છું. ૨. બીજા મહાવીર ભગવાનનાં કાકા સુપાર્શ્વ રાજાનો જીવ, સુરદેવ પ્રભુને ૩. ત્રીજા કોણિકપુત્ર ઉદાયી મહારાજાનાં જીવ, કે જેમનો ભવવાસ નાશ - પામ્યો છે, તે સુપાર્થ નામના તીર્થકરને હું વંદુ છું. ૪. ચોથા પોટીલનાં જીવ, સ્વયંપ્રભ નામનાં જિનને હું વંદુ છું. ૫. પાંચમા દઢાયુષના જીવ, એવા સર્વાનુભૂતિ નામના તીર્થકરને હું વંદુ છું, ૬. છઠ્ઠા કીર્તિના જીવ, દેવશ્રુત જિનને હું વંદુ છું. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : આત્મ સ્પર્શી મહાનાદ ૭. સાતમા શંખ નામના શ્રાવકના જીવ, ઉદયી નામના જિનને હું વંદુ છું. ૮. આઠમા આનંદના જીવ પેઢાલ નામનાં જિનેશ્વરને હું નમું છું. નવમા દેવની સેવાને પામેલા એવા સુનંદના જીવ, પોટીલ નામે તીર્થકરને . હું નમું છું. ૧૦. દશમા શતકના જીવ, શતકીર્તિ નામે જિનને હું વંદુ છું. ૧૧. અગ્યારમા દેવકીના જીવ, મુનિસુવ્રત તીર્થકરને હું નમું છું. ૧૨. બારમા સત્યકીના જીવ, જગપ્રદીપ સમાન અમમ નામના જિનને હું. નમું છું. ૧૩. તેરમા વાસુદેવના જીવ, નિષ્કષાય નામના જિનને હું નમું છું. ' ૧૪. ચૌદમા બલદેવના જીવ, નિપુલાક નામના જિનને હું નમું છું. ૧૫. પંદરમા સુલસા શ્રાવિકાના જીવ, નિર્મમ નામના જિનને હું વંદુ છું. ૧૬. સોલમાં રોહિણીના જીવ, ચિત્રગુપ્ત નામના જિનને હું નમું છું. ' ૧૭. સત્તરમા રેવતી શ્રાવિકાના જીવ, સમાધિ નામના જિનને હું વંદુ છું. : ૧૮. અઢારમા શતાલિના જીવ, સંવર નામના જિનેશ્વરને હું નમું છું. ૧૯. ઓગણીસમા વૈપાયનના જીવ, યશોધર નામના જિનેશ્વરને હું વંદુ છું. ૨૦. વીશમાં કૃષ્ણ વાસુદેવના જીવ, તૃષ્ણા રહિત એવા વિજય નામના જિનને હું વંદુ છું. ૨૧. એકવીસમા નારદના જીવ, મલ્લિ નામના જિનને હું વંદુ છું. ૨૨. બાવીશમા અંબડના જીવ, દેવ નામનાં જિનને હું વંદુ છું. ૨૩. ત્રેવીસમા અમરના જીવ, અનંત વીર્ય નામનાં જિનને હું વંદુ છું. ૨૪. ચોવીશમા સ્વાતિબુદ્ધના જીવ, ભદ્રજિન નામના જિનને હું વંદુ છું. ઉત્સર્પિણી કાળમાં ભાવિ ચોવીશીમાં થનારા તીર્થકરોના પૂર્વભવનાં નામોલ્લેખપૂર્વક શ્રી ચંદ્રસૂરિજી નામના આચાર્યદેવ વડે સ્તુતિ કરાય છે, તે જિનેશ્વરો સર્વકાળ સુખને અને શુભને કરનારા થાઓ. (૪૫૮-૪૬૯). આવતી ચોવીશીના ચોવીસ તીર્થંકરો છેલ્લાથી ત્રીજા ભવે તીર્થકર નામ નીકાચીત કર્યું તે આત્માઓ ૧૮ શ્રાવક અને ૬ શ્રાવકા છે. તે સર્વોત્તમ તીર્થકરના આત્માઓ કેવા ભાવમાં ઝૂલતા હશે, તેની કલ્પના કરવી જરૂરી છે. પોતાના નીત્ય વેપાર-રાજય આદી કાર્યોમાં શ્રાવકાઓ ગૃહકાર્યમાં, બાળકો અને કુટુંબની સાર-સંભાળ લેતાં અનેક વૈભવો વચ્ચે પણ અનાસક્ત યોગમાં રહી For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પશી મહાનાદ ૨૧ “તીર્થકરનામ નીકાચના રૂપ મહાભાવમાં” કેવા ભાવીત હશે? તેનો વિચાર પણ રોમાંચ કરાવે તેવો છે. આ વસ્તુ વિચારીએ ત્યારે જૈન શાસનની મહાનતા, વિશાળતા,અને તીર્થકરોની દીવ્યતા આપણા આત્માને હર્ષોલ્લાસમાં મગ્ન બનાવે છે અને “તીર્થકરો પ્રત્યેનો અનુરાગ દઢ બને છે.' હવે આપણે સાધનામાં આગળ વધીએ. પૂજય પન્યાસજી મહારાજ શ્રી અરિહંત પરમાત્માના સાર્વભૌમિક મહાસામ્રાજય વિશ્વમય સ્વરૂપની વાતો ઘણી વખત કરતા. પહેલી ઉપકાર સંપદા - પરમાત્મા કરૂણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર, અશરણના શરણ, અનાથના નાથ, અનંત જીવોના પરમ ઉદ્ધારક, મહાસાર્થવાહ, મહાગોપ, મહાનિર્યામક, મહામાહણ આદિ ગુણોનું ચિંતન કરવું. બીજી અતિશય સંપદા - પ્રભુના ૩૪ અતિશયો, ૩૫ વાણીના ગુણો, પ્રાતિહાર્યો, સમોસરણની ઋદ્ધિ આદિનું ચિંતન કરવું. ત્રીજી મૂલગુણસંપદા - શુદ્ધ આત્મચૈતન્ય પ્રગટ થવાથી પરમાત્મામાં જે જે અનંત ગુણ સંપદા પ્રગટ થઈ છે તેનું ચિંતન કરવું. સ્વરૂપરમણી, સ્વરૂપભોગી, સ્વરૂપાનંદી, અનંતગુણ સમૃદ્ધિના નિધાન, કેવળ જ્ઞાન આદી અનંત ગુણલક્ષ્મીના સ્વામી, અચિંત્યશક્તિના ભંડાર, અનંત વીર્ય આદિ ગુણોથી યુક્ત, એકાંતિક-આત્યંતિક-અનંત-અવ્યાબાધ-સ્વતંત્ર-સ્વાધીન એવા પરમ - સુખથી પરિપૂર્ણ-પરમાત્મસ્વરૂપનો વિચાર કરતાં જીવનું અનંત કાળનું પુદ્ગલ ઉપરનું આદર બહુમાન પલટાઈને પરમાત્મા ઉપર આદર બહુમાન થાય છે. - ઉપકાર સંપદા, અતિશય સંપદા, મૂલગુણ સંપદા આદી અનેક ગુણોથી - અલંકૃત પરમાત્માનું વર્ણન ચાલતું હતું, તેમાં એક દિવસ બહુ જ મૂલ્યવાન વિચારણા આગળ ચાલી, પૂ. ગુરૂભગવંત અરિહંતોનું મહાસામ્રાજય સમજાવતા મન મૂકીને વરસ્યા. - પરમાત્મા સીમંધર સ્વામિ મહાવિદેહના પુષ્કલાવતી વિજયમાં વિચરી રહ્યા છે. ત્રણે ગુણ સંપદાથી પ્રભુ અલંકૃત છે. તેમના પરિવારમાં ૮૪ ગણધરો, ૧૦ લાખ કેવળજ્ઞાની આત્માઓ, ૧૦૦ કરોડ સાધુ, ૧૦૦ કરોડ સાધ્વીજી અને ૯૦૦ કરોડ શ્રાવક, ૯૦૦ શ્રાવિકા, . For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આત્મ સ્પર્શી મહાનાદ તેમના ઉપદેશથી સમ્યગુ દર્શન પામેલા દેવો, માનવો અને તિર્યંચો તો પાર વગરના આ બધો તેમનો પરિવાર. તેમની પાસે દીક્ષિત થયેલા ગણધરો, સાધુ, સાધ્વીનો પરિવાર પણ ઘણો મોટો છે. પરમાત્મા પહેલા પહોરે અને ચોથા પહોરે દરરોજ અંદાજે છ કલાક દેશના આપે, તે પણ કેવી! પ્રભુના વાણીના ગુણોથી યુક્ત દેશનાથી અનેક જીવો પ્રતિબોધ પામી, સાધના કરી, કેવળજ્ઞાન અને મોક્ષ પામે છે. મહાવિદેહમાં ૧૬૬૦ તીર્થકરોના જન્મ થઈ ગયા છે. દીક્ષા હજુ અવસરે લેશે. આવા કુલ ૨૦ તીર્થકરો (અરિહંતો) વર્તમાનમાં મહાવિદેહમાં આવા મોટા પરિવાર સાથે વિચરિ રહ્યા છે. અને દરેકનો ઉપર મુજબ પરિવાર છે. તેમના ભાષાવર્ગણાના પુદ્ગલો જગતને પવિત્ર કરી રહ્યા છે. તથા તેમના પરિવારના મનોવર્ગણા અને ભાષાવર્ગણાના પુદ્ગલો જગતને મોક્ષ તરફ ખેંચી રહ્યા છે. પાંચ ભરત, પાંચ ઐરાવતક્ષેત્ર છે. અહીં અત્યારે ભરત ક્ષેત્રમાં પરમાત્મા મહાવીર દેવનું શાસન ચાલી રહ્યું છે. ચતુર્વિધ સંઘ આરાધના કરે છે, જિન મંદિરોમાં પ્રભુ ભક્તિ આદિ ચાલી રહ્યા છે, અનેક જીવો મોક્ષ માર્ગની સાધના કરી રહ્યા છે. અઢી દ્વિપમાં પાંચ ભરત, પાંચ ઐરાવતક્ષેત્રમાં અહિંના જેવું પ્રભુ શાસન ચાલે છે તેના આધારે અનેક જીવો મોક્ષમાર્ગની સાધના કરે છે. તે સમગ્ર તીચ્છી લોકમાં જિનકથિત વચન અનુસાર ધર્મસાધના ચાલે છે. અરે! સ્વયંભૂરમણ સમુદ્રમાં અરિહંત પ્રભુના આકારવાળા માછલાંને જોઈ બીજા માછલાં સભ્ય દર્શન પામે છે, દેશ વિરતિ પામે છે. સમગ્ર ત્રસ નાડીમાં અરિહંતોનું મહાન સામ્રાજય પ્રવર્તી રહ્યું છે. કરોડો - અબજો જિન મંદિરોમાં પ્રભુ ભક્તિ ચાલે છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો જિનમંદિરોમાં ભક્તિ કરે છે. જિન કથિત તત્ત્વનું ચિંતન કરે છે. સમ્યગું દર્શન નિર્મળ કરે છે. અત્યારે દેવલોકમાં રહેલા - જેમનું તીર્થંકર નામકર્મ નિકાચિત થયેલું છે અને દેવલોકમાંથી ચ્યવીને તીર્થકર તરીકે જન્મ પામવાના છે, તેવા અસંખ્ય દેવો જગત ઉદ્ધારની ભાવના સતત કરી રહ્યા છે, તેના મનોવર્ગણાના પુદ્ગલો વિશ્વવ્યાપી બનીને સદા જગતને પવિત્ર કરી રહ્યાં છે. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ આત્મ સ્પર્શી મહાનાદ સિદ્ધશિલા ઉપર અનંત સિદ્ધ ભગવંતો જગતને પરમ સુખ અને આનંદ પ્રાપ્ત કરવા સતત પ્રેરણા આપે છે. આવું અને જેનું વર્ણન કરી ન શકાય તેવું અખિલ બ્રહ્માંડના સાર્વભૌમ ચક્રાધીશ્વર અરિહંતોનું મહાસામ્રાજય જગતમાં પ્રવર્તી રહ્યું છે. અરિહંતોનું સર્વશ્રેષ્ઠ અનુદાન - તે પોતાના જ ભક્તને પોતાના સમ બનાવે છે. એટલે તે નિજ સ્વરૂપના દાતા' છે. આવી આવી અનેક રસભર વાતો પૂ. પંન્યસજીભદ્રંકરવિજયજી ભગવંત સમજાવતા અને સાધકોના હૃદય પ્રભુપ્રેમથી છલોછલ ભરાઈ જતા. અરિહંત પદના ભાવામૃત ઘૂંટી ઘૂંટીને સાધકને પાન કરાવતા જ રહ્યા .... વર્ષો સુધી અરિહંત' “અરિહંત' ચાલતું જ રહ્યું છે. અરિહંતની વાતો કરે ત્યારે ગુરુમહારાજમાં અરિહંતના ભાવોનું દર્શન થતું હતું. તેમના આત્માના પ્રદેશ પ્રદેશે અરિહંત ગીત ગુંજતું હતું. તેમના લોહીના અણુએ અણુ અરિહંતની વિશ્વ ઉદ્ધારની ભાવનાથી વિભૂષિત રહેતા તેમના હૃદયના ધબકારે ધબકારે અરિહંતનું સ્મરણ રહેતું અને શ્વાસોશ્વાસ અરિહંત ભાવવાસિત રહેતો. તેમની આંખોમાં પરમાત્માની ઝલક દેખાતી, તેમને જોઈને અરિહંતના એંધાણ વરતાય. જાણે પરમાત્મા પાસે પહોંચવાનું દ્વાર હોય એવા ગુરુ ભગવંત શોભતા હતા! તે દ્વારેથી પ્રવેશ થતાં સુખ સંપદાન આપનારૂં પ્રભુનું દર્શન થતું. પૂજય ગુરુ ભગવંત હંમેશાં પરમાત્મા અને શિષ્યની કડી જોડી આપવાનું કાર્ય કરતા જ રહ્યા....... | મૈત્રીભાવભર્યું તેમનું હૃદય કોઈ વખતે અમૃતથી છલકાઈ જાય ત્યારે જીવસૃષ્ટિમાં વિચરવા ગાલેલી તેમની ચેતના સમષ્ટિના અનંત વિલાસમાં ડૂબી જતી. ગુરુ ભગવંત જ્યારે મન મૂકીને વરસે ત્યારે જાણે વાત્સલ્યનું વહેતું ઝરણું, પરોપકારની પરબ અને મૈત્રીભાવના મહાસાગર ..! પૂ. ગુરુમહારાજ અરિહંતના ભાવો પીરસે ત્યારે સાધકની ચેતનામાં વીજળીનો સંચાર થાય. સાધક કોઈ અલૌકિક દશામાં પ્રવેશ કરી અરિહંતમાં ખોવાઈ જાય. ' બસ, આવું બધું દરરોજ ચાલતું જ રહ્યું... સાધકના જીવનની પ્રેમ સરિતા સુવર્ણમય મધુર પળોમાં આ રીતે પરમાત્માના મહાસાગર તરફ વહેતી જ રહી... વહેતી જ રહી... વહેતી જ રહી..... વિશ્વના સાર્વભૌમિક સામ્રાજ્યના જીવનદાતા અરિહંત પ્રભુનું મહાસામ્રાજ્ય.. મારા પ્રિયતમનું મહાસામ્રાજ્ય ગુરુ મુખેથી સાંભળી મારા હૃદયમાં દિવ્યજયોતિનો પ્રકાશ પથરાયો. દરરોજ સવારે એક પહોર (અંદાજે For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ . આ સ્પર્શી મહાનાદ ૩ થી ૬ વાગે) મારા પ્રિયતમ સામે દિવ્ય પ્રણય ચાલે છે. સામાયિક ભાવમાં, પદ્માસને સ્થિત સાધક સ્થિતિમાં, મારા પ્રિયતમના રસ ભર્યા આલિંગનમાં હું લપાઈ જાઉં, પ્રભુના આલિંગનને ઝીલવામાં રસભર બની જાઉં, અભેદ ધ્યાનમાં અમારું એકત્વ મિલન થાય અને અરિહંતાકાર ઉપયોગ અને ઉપયોગ આકાર આત્માની દિવ્ય સાધના ચાલે. મારા પ્રિયતમ-પ્રભુ આત્મ અનુભવનો દિવ્ય મધુર રસ પીવડાવે. - તે અક્ષય અવિચલ અનુંભવરસનું અમૃત હું પીધા જ કરૂં ..... પીધા જ કરૂં ........ પીધા જ કરૂં .... પ્રિય વાચક મિત્રો ! તેનું તાત્વિક સ્વરૂપ જરા જોઈ લઈએ. મન વૈકુંઠ અકુંઠિત ભક્ત, યોગી ભાખે અનુભવ યુક્ત. અકુંઠિત ભક્તિ દ્વારા એટલે ઉપયોગને કુંઠિત થવા દીધા સિવાય એટલે કે અરિહંત આકાર ઉપયોગના સતત પ્રયોગ દ્વારા અમે એવી ભક્તિ કરીશું કે અનુભવજ્ઞાની મહાપુરુષોએ જે રીતે ધારાબદ્ધ રીતે (અકુંઠિત ભક્તિ દ્વારા) ઉપયોગ અરિહંત પ્રભુના સ્વરૂપમાં સ્થિર કર્યો તે રીતે - - ખીર નીર પેરે તુમશું મલશું, વાચક યશ કહે હેજે હળશું. અમે પણ પરમાત્મા સાથે એકમેક મળી જઈશું. જેવી રીતે સાકર દૂધમાં ભળી જાય, તે રીતે ખીર-નીર પેરે તુમશું મલશું એટલે કે હે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ! આપના આવા અભેદ મિલન દ્વારા અમે પણ તેજે હળશું. એટલે કે પરમાનંદનો અનુભવ કરીશું અર્થાત્ તાત્ત્વિક દષ્ટિએ આપનું અભેદ મિલન તે જ આત્મસાક્ષાત્કાર એટલે આત્મસ્વરૂપ અનુભવની દિવ્ય મધુર પ્રક્રિયા. . આનંદનો પ્રેમી મનુષ્ય જ્યારે સાધક દશામાં આવે છે, ત્યારે જાણે છે કે આનંદનો ભંડાર આત્મામાં છે અને આનંદનો પરમ પ્રગટ ભંડાર પરમાત્મામાં છે. તેથી સાધકના પ્રેમનો પ્રવાહ પરમાત્મા તરફ વળે છે અને સાધકનો તે પરમાત્મ પ્રેમ જ પરમાનંદનું સ્વરૂપ ધારણ કરીને સાધકને આનંદથી પૂર્ણ ભરી દે છે. આ પ્રમાણે વિશ્વમાં અવિચ્છશપણે પ્રર્વતી રહેલા જૈન શાસનના મહાસામ્રાજયની અનુમોદનમાં આપણો આત્મા ખોવાઈ જાય છે તે રીતે નીત્ય અનુમોદન કર્યા જ કરવું. કર્યા જ કરવું. અનુમોદન એટલે ધર્મશક્તિનો ભાવથી For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ સ્વીકાર, અનુમોદન એટલે શાસનના પ્રણેતા તીર્થકરો પ્રત્યે ભાવથી આદર અને બહુમાન. આ આદર અને બહુમાન એટલે સુધી વૃધ્ધી પામે કે તીર્થકરો પ્રત્યે અભેદ થાય અને જૈન શાસનનો પ્રભાવ આપણા અણુએ અણુમાં વ્યાપક બને. સદા તું હું, સદા હું તું પરસ્પર પ્રેમના રંગે, ખરેખર ચિત્ત રંગાયા; ઉછળતાં ચિત્ત દેખ્યાથી, સદા હું તું, સદા તું હું II૧. મળ્યું છે ચિત્તથી ચિત્તજ, નથી જ્યાં મૃત્યુની પરવા વિશુધ્ધ પ્રેમ સાગરમાં, સદા હું તું, સદા તું હું //રા. પરસ્પર ચિત્ત રેડાયાં, થતા સંયમ પરસ્પરમાં; ઊઠે છે તારમાં તારો, સદા હું તું, સદા તું હું //all સદા સંબંધ એવો જ્યાં, વિશુધ્ધ જ્ઞાનપ્રીતિ ત્યાં, બુધ્ધબ્દ દિવ્ય સંબંધે, સદા હું તું, સદા તું હું જા સમાતું તુજ સૌ મુજમાં, સમાતું તુજમાં મુજ સૌ, સદા એવું બન્યું રહેતું, સદા હું તું, સદા તું હું આપી ભાવાર્થ પરસ્પર વિશુધ્ધ પ્રેમે જ્યાં ચિત્ત રંગાયા છે, ત્યાં એક બીજાને નિરખવાથી હર્ષોલ્લાસ તરંગ વડે પરસ્પર ચિત્ત ઉછળે છે. આવા દિવ્ય વિશુધ્ધ પ્રેમથી - રંગાયેલા આત્માઓમાં તું તે હું પોતે જ છું અને હું તે તું છું અર્થાત્ કાયાની " ભિન્નતાને ભિન્ન પણ દેખાય છે, પણ આન્તરિકદશાએ તો તું તે હું અને હું તે તું છું એવો સદા દ્રઢભાવ રહે છે. તે કદી ટળતો નથી. આવા વિશુધ્ધ પ્રેમસાગરમાં ચિતથી ચિત્ત મળેલું હોય છે અને જ્યાં મૃત્યુની પરવા નથી એવો દ્રઢ પ્રેમભાવ સંબંધ બને છે. એક બીજાનું ચિત્ત પરસ્પર એક બીજામાં રેડાયેલું રહે છે અને પરસ્પર વિશુધ્ધ મતાનના યોગે પરસ્પર એકબીજાના ચિત્તમાં સંયમ થાય છે અને એકના હૃદયમાં જે વિચાર તારો ઉઠે છે. તે જ વિચારતારો અન્યના હૃદયમાં ઊઠે છે. એવા વિશુધ્ધાત્મ સંબંધમાં સદા હું તે તું અને તું તે હું એવું રહ્યાં કરે છે. વિશુધ્ધ પ્રેમના ઉચ્ચ સંબંધ તારું તે સર્વ મારામાં સમાઈ જાય છે અને મારું તે For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ સર્વ તારામાં સમાય છે. અર્થાતુ મારા તારાનો ભેદ રહેતો નથી. એવી પરસ્પર દશા અનુભવાય છે અને એવું બાહ્યમાં વિવેક પ્રેમ જ્ઞાનયોગ બની રહે છે. પ્રભુને “તું” તરીકે સંબંધોન હવે તું અને હું માં કાંઈ ફરક ન હોય તે રીતે વેદાય છે અનુભવાય છે. આ રીતે આપણા આત્મામાં પરમાત્મ સ્વરૂપ વેદાય – અનુભવાય છે તે સમાપત્તિ છે અને સર્વ જીવોમાં પરમાત્મ સ્વરૂપનું દર્શન થાય, સર્વ જીવો સાથે અભેદ અનુભવાય તે મહાસમાપત્તિ છે. આ સમાપત્તિ તીર્થકર નામ કર્મના દળીયાં, આકર્ષણ કરે છે. આવા આત્મસ્પર્શી મહાનાદની સાધના કરીને યોગ્ય અધીકારી આત્માઓ પરમનો રસ અનુભવે તે હેતુથી હતું વધુ ઉંડાણમાં જઈ અનપેક્ષા કરીએ. તીર્થત્વની માતા” ભગવાન મહાવીર સ્વામીના દારિક શરીરને જન્મ આપનાર ત્રીશલાદેવી છે. તીર્થકરત્વને જન્મ આપનાર માતા સવિ જીવ કરૂં શાસન રસીની”. ભાવના છે. તીર્થંકર નામ કર્મની નકાચના છેલ્લાથી ત્રીજા ભવે થાય છે. તીર્થકરના આત્મા વર-બોધિ (સમ્યગુ દર્શનની સર્વોચ્ચ અવસ્થા) અવસ્થામાં આવે છે ત્યારે જગતનું નિરીક્ષણ કરે છે. તે સમયે ભાવ-કરૂણાનો પરિણામ ઉલ્લીત થાય છે. “અહો ! આ વિશ્વમાં જીનેશ્વર ભગવંતનો ધર્મરૂપી ઉદ્યોત વિદ્યમાન હોવા છતાં મીથ્યાત્વ આદી મોહાંધકારના કારણે જગતના જીવો ભવ સંસારમાં અનંત દુઃખથી પીડાઈ રહ્યા છે. જો મને કોઈ એવી શક્તી પ્રાપ્ત થઈ જાય તો જગતના સર્વ જીવોને જીનેશ્વર ભગવંતના શાસનના રસીક બનાવવા દ્વારા નીસર્ગથી અનંત સુખ જ્યાં રહ્યું છે એવું મોક્ષ હું સર્વ જીવોને પ્રાપ્ત કરાવું.” આ ભાવની પરકાષ્ટાએ તીર્થકર નામકર્મની નીકાચના થાય છે. આ વિશ્વકલ્યાણની ભાવના છેલ્લાથી ત્રીજા ભવે તીર્થંકર નામ કર્મની નકાચના પછી સતત ચાલુ રહે છે. તે દેવલોકના એક ભવમાં પણ સતત ચાલે છે. તે સમયે તીર્થંકર નામકર્મનો બંધ ચાલુ હોય છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ * ૨૭ આત્મ સ્પર્શી મહાનાદ - વિશ્વ કલ્યાણ માટે તીર્થંકર ભગવંતો જન્મ ધારણ કરે છે. ત્યારથી કેવળજ્ઞાન પર્યંત વિશ્વ કલ્યાણના ભાવમાં સતત ઝુલે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થકર નામકર્મના વિપાક ઉદય થાય છે. અને તીર્થ સ્થાપના કરીને વિશ્વકલ્યાણનું સુમધુર કાર્ય તીર્થકરો દ્વારા થાય છે. આ સવિજીવ કરૂં શાસન રસીની ભાવના તીર્થકરત્વ (તીર્થંકર પણ)ની માતા રૂપ મહા શક્તિ છે. જયારે આપણું સર્વસ્વ આ મહાશક્તીને આપણે સોંપી દઇએ છીએ તીર્થકરવ” સાથે અભેદ થાય છે. તીર્થકરો સાથે સમાપત્તિ થાય છે. તે સમયે આ મહાશક્તી રૂપ વિશ્વ માતા “અમ સૌને તારા બાળકને પ્રેમથી અમને ખોળે લેજે.” અમે બાળકને ખોળામાં લઈને વિશ્વ વાત્સલ્યનું અમૃત પીવડાવે છે તેવી સુખદ પળ મહાઅમૃત રસનું પાન થાય છે. મનુષ્યની ૧૦૦ વરસની જીંદગીમાં સૌથી સુખદ પળ કઈ? બાળક નાનું હોય, ભૂખ લાગી હોય તે સમયે માતા જયારે બાળકને ખોળામાં લઈને દુધ પીવડાવે તે પળ માનવ જીવનની સૌથી મધુર ‘પળ છે. - જગતના અનંતાઅનંત જીવોના કલ્યાણ માટે આપણું હૃદય કરૂણા ભાવથી ભાવીત બન્યું હોય ત્યારે “સવી જીવ કરૂં શાસન રસી” રૂપ ભુવનેશ્વરી માતા આપણને ખોળામાં લઈને વિશ્વવાત્સલ્યનું અમૃત પીવડાવે, તેવી મધુર પળની પ્રાર્થના કરીએ. “નયને તું મા, શ્રવણે તુ મા. મુજ રોમે રોમે તું વસજે. સર્વ જીવ કરૂં શાસન રસીયા એ ભાવના મૂજ હૃદયે ભરજે. હે જગ જનની હે મા ભગવતી ભૂવનેશ્વરી મા શરણે લેજે, અરજી અમારી ઉરમાં ધરજે.” For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આત્મ સ્પર્શ મહાનાદ પરિશીષ્ટ : ૧ શ્રી તીર્થંકર નામ કર્મના હેતુઓની દીવ્ય સાધના જે કરે છે તેને તીર્થકર નામ-કર્મરૂપ મહાલક્ષ્મી વરે છે. શ્રી તીર્થકર ભગવાનનું સર્વાતિશય સંપન્ન ધ્યાન કરનાર પણ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરે છે. આજ સમાપત્તિ છે. પહેલા પ્રકાર (વિશ્વ વાત્સલ્યની ભાવના) કારણ દ્વારા કાર્ય સિદ્ધિ છે. આ ધ્યાને સમાપત્તિ રૂપ બીજા ઉપાયમાં કાર્ય દ્વારા કારણની સહજ સિદ્ધિ છે. આ બીજો ઉપાયએવો છે કે જેમાં વીશે વીશ સ્થાનક સમાઈ જાય છે. બીજા ઉપાયનું નામ છે. અહંદુ વાત્સલ્ય જે વીશ સ્થાનકમાં પ્રથમ સ્થાને છે. પરિશીષ્ટ : ૨ સકલમંત્ર-તંત્ર-મંત્રા-ધિરાજ-રાજેશ્વર શ્રી સિદ્ધચક્ર મહાપુજન વિધિ ત્રીજી ચોવીશીના ૨૪માં શ્લોકમાં : હિં વહુ ને મો મળ્યા કચેવાર ન : | तीर्थकृन्नाम कर्माडपि, હેતય સમુપાર્વત || ર૪ છે. સિધ્ધચક્રના ફળાદેશનું વર્ણન કર્યા પછી શાસકાર મહર્ષી સાર રૂપ કહે છે “આ સિધ્ધચક્રના ગુણોનું બહુ વર્ણન કરવાથી શું આ સિધ્ધચક્રનાં આરાધક શીધ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. પરિશીષ્ટ : ૩ નમસ્કાર મંત્રના સિધ્ધપુરૂષ પૂ.૫. ભદ્રંકર વિજયજી વિરચિત, ઐલાક્ય દીપક નમસ્કાર મહામંત્ર નામના મહાન ગ્રંથમાં - શ્રી રત્નમંદીર ગણી રચિત ઉપદેશ તરંગીણી નામના કાવ્યના ૧૩માં શ્લોકમાં : यो लक्षं जिनबद्धलक्ष्यसुमनाः सुव्यक्तवर्णक्रमम्, श्रद्धावान् विजितेन्द्रियो भवहरं मन्त्रं जपेच्छावकः । For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્પર્શી મહાનાદ पुष्पैः श्वेतसुगन्धिमिश्र विधिना लक्षप्रमाणैर्जिनं, यः संपूजयते स विश्वमहितः श्रीतीर्थराजो भवेत् ||१३|| જિનેશ્વર પ્રત્યે લક્ષ બાંધવા પૂર્વક સુંદર મનવાળો જે જિતેન્દ્રિય અને શ્રદ્ધાવાન શ્રાવક સુસ્પષ્ટ વર્ણોચ્ચારપૂર્વક સંસારનો નાશ કરનાર એવા પંચપરમેષ્ઠિ નમસ્કારનો એક લાખ વાર જાપ કરે અને શ્વેત સુગન્ધિ લાખ પુષ્પોવડે શ્રી જિનેશ્વરદેવની વિધિ પૂર્વક સમ્યક્ પ્રકારે પૂજા કરે, તે ત્રિભુવન પૂજ્ય તીર્થંકર થાય ॥૧૩॥ પરિશીષ્ટ : ૪ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજી મહારાજા “ખોડશક પ્રકરણ” નામના ગ્રંથમાં ફરમાવે છે કે - ૨૯ આ જિનેશ્વર ભગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સર્વ પ્રયોજન સિદ્ધ થવાનું કારણ એ છે કે શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે. આ સમરસાપત્તિ યોગીઓની માતા છે, અને નિર્વાણ ફળની પ્રસાધક છે. આત્મા જયારે સર્વજ્ઞના સ્વરૂપમાં ઉપયોગવાળો બને છે, ત્યારે તેનો અન્યત્ર ઉપયોગ ન હોવાથી તે સ્વયં સર્વજ્ઞ જેવો થાય છે. એવો નિયમ છે કે જે જે વસ્તુના ઉપયોગમાં આત્મા વર્તે છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે. આ રીતે પરમાત્મ-સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણ પૂરતું આપણું ચૈતન્ય આગમથી ભાવનિક્ષેપે પરમાત્મ-સ્વરૂપ બને છે. જો એકાદ ક્ષણ પૂરતું પણ આપણું ચૈતન્ય પરમાત્મારૂપ આ રીતે બનતું હોય તો તેથી વધુ આપણા આ જીવનમાં શું કમાઈ શકવાના હતા ? ?અર્થાત્ સૌથી વધુ કમાણીનો આ વ્યાપાર છે, તેને છોડીને બીજો વ્યાપાર કરવો તે કલ્પવૃક્ષને છોડીને બાવળિયાને પકડવા જેવું છે. આ રીતે અરિહંત પરમાત્માનું ધ્યાન જગતની સર્વોચ્ચ સ્થિતિ ૫૨માત્માપદની પ્રાપ્તિ સુધી પહોંચાડનારૂં છે. તીર્થંકર પદ સુધી પહોંચાડે છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આત્મ સ્પર્શી મહાનાદ પરિશીષ્ટ : ૫ પરમ પૂજ્ય પન્યાસ ભગવંત ભટ્ટકરવિજયજીની હસ્તાક્ષરમાંથી... - આગમનો આગમ તણો ભાવ તે જાણો સાચો રે, આત્મભાવે સ્થિર હોજો, પરભાવે મત નાચો રે. વિર જેનેશ્વર ઉપદીશે, સાંભળજો ચિત્તલાઈ રે, આત્મધ્યાને આત્મા, વૃધ્ધિ મળે સખી આઈ રે, આગમથી ભાવ નિક્ષેપે અરિહંત તે છે કે જે અરિહંતનો જ્ઞાતા અને ઉપયુક્ત છે. અરિહંતનું જ્ઞાન અને તેનો ઉપયોગ તે આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે. નોઆગમથી ભાવ નિક્ષેપે અરિહંત સમવસરણ રથ જિનેશ્વર છે. જ્ઞાન અને ક્રિયા મળીને નોઆગમ ભાવ નિક્ષેપ બને છે. બન્ને નિક્ષેપનું ધ્યાન આત્મ ભાવમાં સ્થિર કરનારું બને છે. સમવસરણ રુપ જિનના ધ્યાનથી “મયિત દ્રુપ” અરિહંત સરખાપણાનું ભાન થાય છે. અરિહંત આકાર ઉપયોગી વડે સ એવ અહમત્ર ધ્યાતાપોતે અરિહંત સ્વરૂપ બને છે. આ પુસ્તકમાં આવા પરમભાવો જેના તરફથી મળ્યા છે તે અરિહંત ભગવંત્તોને કૃશતાપૂર્વક કોટી કોટી નમસ્કાર થાઓ. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧. આત્મ સ્પર્શી મહાનાદ ગુરુ માતાને પ્રાર્થના ઐસા ચિદસ દીયો ગુરુમૈયા, પ્રભુ સે અભેદ હો જાઉં મેં. સબ અંધકાર મીટા દો ગુરુમૈયા, સમ્યગું દર્શન પાઉં મેં... ઐસા ૧ પ્રભુ સ્વરૂપ હૈ અગમ અગોચર કહો કેસે ઉસે પાઉં મેં. કરો કૃપા કરૂણારસ સિન્થ મેં બાલક અજ્ઞાની હું.. ઐસા ર શિવરસ ધારા વરસાઓ ગુમૈયા, સ્વાર્થ વ્યાધિ મીટાઓ રે સવિ જીવ કરું શાસન રસીયા ઐસી ભાવના ઉરમાં ભર દો રે... ઐસા ૩ સિધ્ધરસ ધારા વરસાઓ ગુરમૈયા, પરમાત્મ કો પાઉં મેં આનંદરસ વેદન કરકે ગુરજી, પરમાનંદ પદ પાઉં મેં... ઐસા ૪ વિશ્વકલ્યાણી પ્યારી ગુરુમૈયા તેરી કૃપામેં ખો જાઉં મેં દો ઐસા વરદાન ગુરુજી તેરા ગુણ ગાઉં મેં... ઐસા ૫ હે! ગુરુમૈયા કૃપા કરીને - (૧) ચિદૂસ એટલે જ્ઞાન રસ (ર) શિવરસ એટલે સર્વ જીવોના કલ્યાણનો રસ : . (૩) સિધ્ધરસ- સિધ્ધ પદનો રસ આત્મ સ્વરૂપનો રસ, આત્મ અનુભવ રસ વરસાવો - મારા અંદર આ રસ પૂરજો જેથી (૧) અજ્ઞાનનો અંધકાર નષ્ટ થઈ સમ્યમ્ દર્શન પ્રગટે (૨) સર્વકલ્યાણનો રસ જેનાથી સ્વાર્થનો કારમો વ્યાધિ નષ્ટ થાય. સવિ જીવ કરું શાસન રસીની ભાવના પ્રગટે (૩) સિધ્ધરસ આત્મરસ જેનાથી પરમાત્માની પ્રાપ્તિ થાય અને આત્મ અનુભવ પ્રગટે. આત્માના આનંદરસનું વેદન - અનુભવન થાય. પાંચમી કડીમાં ગુરુમહારાજ પાસે વરદાન માંગ્યું કે તમારા કહેલા અને મૌન દ્વારા તમે આપેલા ભાવોનું સ્મરણ ગુણગાન કરી શકું એવી કૃપા કરો. - લિ. સેવક બાબુભાઈ કડીવાળાનાં કોટી કોટી વંદન For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ : આત્મ સ્પર્શી મહાનાદ ૩૨ સમર્પણ ગીત ... (રચનાર : બાબુભાઈ કડીવાળા) (૨) ઉ ઉ ૧. અબ સોંપ દિયા ઈસ જીવનકો ભગવાન તુમ્હારે ચરણોં મે; મૈ હું શરણાગત પ્રભુ તેરા, રહો ધ્યાન તુમ્હારે ચરણોં મેં. ૨. મેરા નિશ્ચય બસ એક વહી, મેં તુમ ચરણોંકા પૂજારી બનું; અર્પણ કર હું દુનિયાભરકા, - સબ પ્યાર તુમ્હારે ચરણોં મેં. ૩. જો જગમેં રહું તો ઐસે રહું, જર્યું. જલમેં કમલકા ફૂલ રહે હૈં મન વચ કાચ હૃદય અર્પણ, ભગવન તુમ્હારે ચરણોં . ૪. જીહાં તક સંસારમેં ભ્રમણ કરું, તુજ ચરણો મેં જીવ કો ધરું; તુમ સ્વામી મૈં સેવક તેરા, ધરું ધ્યાન તુમ્હારે ચરણો મેં. ' ૫. મેં નિર્ભય હું તુજ ચરણોં મેં, આનંદ મંગલ હૈ જીવનમેં; . આતમ અનુભવ કી સંપતિ, મિલ ગઈ હૈ પ્રભુ તુજ ભક્તિ મેં. ૬. મેરી ઈચ્છા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉં મેં; ઈસ સેવક કી હર રગ રગ કા, હો તાર તુમ્હારે હાથોં મેં. જે (૨) (૨) For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ (૪) (૫) મહાર આત્માની અખૂટ સંપત્તિના ખજાનાને ખોલવાની દિવ્ય ચાવીરૂપ બાબુભાઇ કડીવાળાના લખેલા નીચેના પુસ્તકો વાંચવા આપને ખાસ ભલામણ છે. (૧) જીવનની સર્વ શ્રેષ્ઠ કળા શ્રી નવકાર પૃષ્ઠ-૨૦૦ (ત્રીજી પ્રેસમાં) (૨) શ્રીપાલ અને મયણાના આધ્યાત્મિક જીવન રહસ્યો પૃષ્ઠ-૪00 (૩) સાલંબન ધ્યાનના પ્રયોગો (ચોત્રીસ પ્રયોગો) પૃષ્ઠ-૪૩૨ અઠ ધ્યાનના ચિત્રો સાથે. સાલંબન ધ્યાનના પ્રયોગો, પ્રયોગ ૧થી ૭ નાની પુસ્તિકા. મહાવિદેહ ધ્યાન પ્રયોગ, પ્રયોગ નં.૩૪ નાની પુસ્તિકા. (૬) નમસ્કાર મંત્રનું ધ્યાન (નાની પુસ્તિકા) (૭) નવપદનું ધ્યાન (નાની પુસ્તિકા) (૮) જીનમૂર્તિના આલંબને ધ્યાન (નાની પુસ્તિકા) (૯) જવલંત સફળતાની ચાવી (૨OO પાના) (૧૦) આત્મ સાક્ષાત્કારની અનુભવ પ્રક્રીયા. (૧૧) પરમાત્મ પ્રેમનો મધુર આસ્વાદ. (૧૨) સફળતાની સુવર્ણખાણ (A Gold Mine of Success) (૧૩) પંન્યાસ ભંદ્રકરવિજયજીની સાનિધ્યની દિવ્ય પળો. (૧૪) એક વત્તા એક બરાબર એક આ પુસ્તિકા પૂ. સાધુ-સાધ્વી, ભગવંતોને આપના મિત્રો અને સંબંધીઓના જીવનમાં પ્રેરણારૂપ બનવા માટે આપના તરફથી પહોંચાડી અપૂર્વ લાભ પ્રાપ્ત કરો. સિદ્ધચક્ર પૂજન, આયંબિલની ઓળી તપશ્ચર્યાનાં પારણાં, પ્રતિષ્ઠા આદિ પ્રસંગોમાં નાની પુસ્તિકા પ્રભાવનારૂપે આપી શ્રીસંઘમાં સાધના માર્ગને વહેતો રાખવામાં નિમિત્તરૂપ બનો. : પ્રાપ્તિ સ્થાન : બાબુભાઇ કડીવાળા સોનારિકા, જૈનનગર શાન્તિ ટાવર્સ પાલડી, અમદાવાદ-૭. માણેકબાગ હોલ પાસે, ફોન : ૬૬૨૧૭૦૫ આંબાવાડી, અમદાવાદ-૧૫. For Personal & Private Use Only