________________
આત્મ સ્પર્શી મહાનાદ
ભગવાને સમગ્ર વિશ્વને આકાશની જેમ પોતાનામાં સમાવી દીધું.
ચૌદ રાજલોકમાં પ્રેમ અને કરૂણાનો વરસાદ વરસાવ્યો. જીવમાત્ર દલતયા પરમાત્મા છે. (દલતયા પરમાત્માં એવ જીવાત્મા) તેવા જીવમાત્ર સાથે પ્રેમ કરી લીધો. સિદ્ધ ભગવંતના સાધર્મિક, અનંતગુણના વૃંદ, અનંત સુખના નિધાન, વિશ્વના સર્વજીવોને અમે પ્રેમથી ભેટયા, દેશ અને કાળનું બંધન તૂટી ગયું.
ચૌદ રાજલોકના પ્રત્યેક આકાશ પ્રદેશમાં રહેલા અનંતજીવોમાં ભાવપ્રાણનું સંચાર કરવાનું કાર્ય શરૂ કર્યું. જો મને શક્તિ મળે તો જગતના સઘળા જીવોને જિનશાસન પમાડું, સૌને બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું, આ ભાવનાનું ઝરણું પ્રભુએ મારામાં વહેતું મુક્યું. વિશ્વનું દર્શન કરાવ્યું. ભાવપ્રાણનો સંચાર :
સોયની અણી ઉપર રહે તેટલા ભાગમાં અસંખ્ય નિગોદ છે. પ્રત્યેક નિગોદમાં અનંત જીવ છે. તે પ્રત્યેક જીવમાં, અસંખ્ય આત્મપ્રદેશ છે તેમાં જે શુદ્ધ અને નિર્મળ છે તે આઠ રૂચક પ્રદેશો ઉપર જિનેશ્વરનો સંદેશો પ્રસારિત કરવા રૂપ ભાવપ્રાણનો સંચાર જગતના અનંતાનંતજીવોમાં શરૂ કર્યો – “તું જિનશાસન રસિક બનીને, બોધિબીજ પામીને મોક્ષ પ્રાપ્ત કર.” આ ભાવ અનંતાનંત સર્વજીવોમાં પ્રત્યેક જીવના આઠ રૂચક પ્રદેશ ઉપર પ્રસારિત કરી જિનશાસનની સેવા કરવાનું અદ્ભુત સૌભાગ્ય મને પ્રાપ્ત થયું.
આત્મા સંકોચ વિસ્તાર સ્વભાવવાળો છે. કડીમાં સંકોચ વધારે હોય, હાથીમાં વિસ્તાર હોય. આવી સાધનાના સમયે આત્મા વિશ્વમય સ્વરૂપમાં શ્રેષ્ઠતમ વિસ્તારવાળો હોય છે. ૧૪ રાજલોકના જેટલા આકાશ પ્રદેશ તેટલા જ પ્રત્યેક જીવના આત્મ પ્રદેશ છે. એક એક આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મપ્રદેશ આ સૌથી વધુ વિસ્તારવાળી અવસ્થા હોય છે. આ સમયે મારી આત્માને પારદર્શક સ્થિતિમાં અનંતાનંત જીવોના સાથેના પ્રેમ સંબંધમાં રહેલો જોઈને મારા આનંદની અવધિ ન રહી. સહજભાવે સિદ્ધિશિલાથી સાતમી નારકી સુધીનું અવલોકન થયું તેમાં તિસ્કૃલોકમાં તિર્થંકરો ઉપદેશ આપી રહ્યા છે તે સમવસરણમાં આવા ભાવસહિત જતાં ભગવાને સર્વજીવોના કલ્યાણ માટેની શક્તિનું મારામાં અવતરણ કર્યું અને વિશ્વપ્રેમના હિંડોળે હિંચતાં હું દિવ્ય આનંદની અનુભૂતિમાં વિલીન થઈ ગયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org