________________
આત્મ સ્પર્શી મહાનાદ - જો મને શક્તિ મળે તો જગતના સઘળા જીવોને જિનશાસન પમાડું, બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું, આવા ભાવો ઘણો સમય સુધી ઘુંટાવા ચાલુ રહ્યા. આ ભાવ પરાકાષ્ઠાએ પહોંચતા ભાવ રસરૂપ થઈ ગયો. (અને મારા અંદર આ . મધુર રસ ઢળી રહ્યો છે.) મારા શરીરના અણુઓમાં અને આત્મપ્રદેશોમાં આ રસ ઢળી રહ્યો છે. આ રસાસ્વાદમાં અમૃતથી પણ અધિક મીઠાશનો અનુભવ થયો.
બસ, આ રસમાં ઘણો વખત સ્નાન કર્યું. અંદર બધુંજ સફેદ પ્રકાશમય બની ગયું. ફરી પાછો આ ભાવે ઉછાળો માર્યો. અને આત્મા ૧૪ રાજલોક સ્વરૂપ બની ગયો. મોટો ઘંટનાદ ૧૪ રાજલોકમાં સંભળાય તેવો શરૂ થયો. : -
હે ભવ્ય આત્માઓ! તમે એ ભવદુઃખથી અત્યંત પીડાઈ રહ્યા હોય અને તમારે ભવદુઃખથી છુટવું હોય તો તિર્થંકર ભગવંતો મોટો સાથે લઈને મોક્ષનગરે જઈ રહ્યા છે. તમે પણ તે તિર્થંકર ભગવંતોના શરણે આવો. તિર્થંકરોના પ્રભાવથી જગતના જીવો નિગોદમાંથી નીકળી મોક્ષ તરફ જઈ રહ્યા છે. તમે પણ તે પ્રવાહમાં આવો.
આવા ઘંટનાદ દ્વારા જગતના જીવોને મોહનિદ્રામાંથી જાગૃત કરી પરમાત્મા તિર્થંકરદેવના શરણે આવવા માટે આહ્વાહન કર્યું.
આવા મહાકરૂણાનાં ભાવોથી જગતને સ્નાન કરાવ્યું અને આ ભાવનાનું ઝરણું પ્રભુએ મારામાં વહેતું મૂકી દીધું. મારા પ્રભુએ વિશ્વદર્શન કરાવ્યું. ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવી ગયા. ગુરુમુખથી સાંભળેલું અરિહંતના સામ્રાજ્યનું દર્શન થયું અને વિશ્વકલ્યાણની ભાવના ઘૂંટાવા લાગી. “સવિ જીવ કરૂં શાસન રસી”ની ભાવના મારા પ્રભુની જન્મદાત્રી માતા છે. તે મને અધિક અધિક પૂજ્ય લાગી. મારા પ્રભુની માતા “સવિ જીવ કરૂં શાસન રસી” ની ભાવનાની સેવામાં હું ખોવાઈ ગયો. તે મધુર અવસ્થામાં મેં યોગનિદ્રાની મીઠી લહેરી લીધી. મારા અંદર અને બહાર મેં આનંદના મોજાં ઉછળતાં જોયાં.
ભાવ માતાએ મારા હૃદયનો કબજો લઈ લીધો. હૃદયમાંથી પસાર થતું લોહી આ ભાવનાથી ભાવિત બની મારી નાડીઓમાં વહેવા લાગ્યું. તે વખતે અનુપમ સુખનું સૌંદર્ય મેં અનુભવ્યું. તે સુખને કોઈ અમૃત કહે છે, કોઈ ભક્તિરસનો મધુર પ્યાલો કહે છે. જૈન શાસ્ત્રકારો તીર્થકરત્વનું ઉત્પાદન કેન્દ્ર કહે છે. મારા ભગવાને જૈન શાસનના સાર્વભૌમિક સામ્રાજ્યનું મને દર્શન કરાવ્યું. “શાસન દીઠું ને વળી લાગ્યું મીઠું રે, આશાભર આવ્યો રે સ્વામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org