________________
૧૪
:
આત્મ સ્પર્શી મહાનાદ વિશ્વકલ્યાણો ભાવ પૂરે અને આવી મધુર પળોમાં જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ મારામાં એવો તો ઉલ્લસિત થયો કે સકલ જીવસૃષ્ટિને પ્રેમથી નવડાવી દેવાનું અને અરિહંતના ભાવોનું અમૃત પીવડાવી દેવાના થનગનાટને હું રોકી ન શક્યો. “સૌને જિનશાસન પમાડવાની, બોધિબીજ પમાડવાની, મોક્ષ પમાડવાની મારી ઉન્નત તમન્ના બે કાંઠે વહેતી નદીની જેમ ઉન્મત્ત બની વહેવા લાગી. આવી મધુર રસભરી અવસ્થામાં સરિતા અને મહાસાગરના અભેદ મિલનની જેમ મારા પ્રિયતમમાં ખોવાઈ જઈને મેં શાશ્વત સુખનો સ્વાદ માણ્યો.”
મારા પ્રિયતમે મને ન્યાલ કરી દીધો : મારા આનંદનો પાર નથી. મારા સુખની અવધિ નથી. મારા અહોભાગ્ય જાગ્યાં. મને કલ્પવૃક્ષ, કામધેનું અને ચિંતામણિરૂપ પ્રિયતમ મળ્યા છે. આવા ભાવોમાં મારી અંદર અને બહાર અપાર આનંદના મોજાં ઉછળતાં મેં જોયાં.
મારા ગુરુએ કહ્યું કે અરિહંતોનો વિશ્વકલ્યાણનો ભાવ જ્યારે આપણામાં વ્યાપક બને ત્યારે આપણો આત્મા પ્રકૃષ્ટ પુણ્યથી પુષ્ટ થાય છે. અને સર્વોત્તમ પુણ્યપ્રકૃતિ બંધાય છે. (૧) તીર્થંકર નામ કર્મ (તીર્થકર નામકર્મની નિકાચના માત્ર તીર્થંકર
બનનારને જ થાય છે. તીર્થકર નામકર્મનો બંધ બીજાને પણ થઈ
શકે છે.) (૨) આદેય નામકર્મ. (૩) સુસ્વર નામ કર્મ. (૪) સુરૂપ નામકર્મ યાને શુભનામ કર્મ. (૫) યશ નામકર્મ. (૬) સૌભાગ્ય નામકર્મ.
આ છ પુણ્યપ્રકૃતિઓ જગતના જીવોને, જિનશાસનમાં જોડવા માટે અદ્ભુત રસાયણ છે, જે ઉદયમાં આવે ત્યારે લાખો, કરોડો, અબજો જીવોને પ્રતિબોધ કરવાની શક્તિ ઉત્પન્ન કરે છે. તે પરમાત્માનું અભેદ મિલન અને તેમાંથી સર્જન થતો આત્મ અનુભવનો પરમરસ, ઘાતિ કર્મના દળિયાંને આત્માથી વિખૂટા પાડી આત્મ સમૃદ્ધિના ખજાનાને પ્રગટ કરાવે છે. કર્મનાં પોપડાં ઉખડવા માંડે છે, કર્મના પડદા પીગળવા માંડે છે, સમ્યગુ દર્શનના અજવાળા આત્માના પ્રદેશમાં પથરાય છે. કર્મના કાટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org