________________
૧૫
આત્મ સ્પર્શી મહાનાદ નીચે દબાયેલાં આત્માના પ્રદેશોમાં મધુર સંચાર થાય છે. અને અંદરથી આત્માનો આનંદરસ ઊભરાય છે. તેનો અનુભવ આસ્વાદ આવે છે, સુધારસ-અમૃત સમા આત્માનંદનો અનુભવ થાય છે.
જગતના જીવ માત્રના કલ્યાણની ભાવના પ્રકૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરાવી તીર્થકર નામ કર્મ, ગણધર નામ કર્મ, તથા શાસન પ્રભાવકતા દ્વારા જગતના જીવોને તીર્થકરની નજીક લાવવાના કાર્યમાં આપણને કૃતજ્ઞભાવે સેવા કરવાનો લાભ અપાવે છે.
આ વિશ્વમાં સૌથી વધુ ભાગ્યવાન કોણ છે?
વર્તમાનમાં કેવળજ્ઞાની સ્વરૂપમાં મહાવિદેહમાં વિચરી રહેલા શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે: “અતીશય મહિમા રે અતી ઉપગારતા, નિર્મળ પ્રભુ ગુણરાગ. સુરતરૂ, સુરધટ, સુરમણી તુચ્છ તે, જીન રાગી મહાભાગ.”
પુજનાતો કીજેરે બારમા જનમણી.
જેના હૃદયમાં પ્રભુ અરિહંત પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયો છે તે મહાભાગ્યવાન છે.
કારણ કે જીનેશ્વર દેવ ઉપરનો અનુરાગ-મોક્ષ પર્વતની સર્વ સિદ્ધિઓ, લબ્ધીઓ, શક્તિઓ અને સંપદાઓનું મૂળ છે. માટે જ સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજી શ્રી ક્રસ્તવમાં કહે છે.
“સર્વ સાદાં મૂલં જાયતે જનાનું રાગ.” માટે જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે :
સમગ્ર સમ્યગુખી અને તેથી ઉપરનાં ગુણાસ્થાનોમાં રહેલા આત્માઓના અરિહંત ભગવંત ઉપર રહેલા અનુરાગને અનંત અનંત વર્ગ કરવામાં આવે અને જે અનંતઅનુરાગનો ભાવ ઉપજે તેવો અનુરાગ “હે કરૂણનીધાન પ્રભુ મારા અંદર અને સર્વ જીવામાં પ્રગટાવ” પ્રભુ તો કલ્પવૃક્ષ છે. અને પરમાત્માના અચિંત્ય પ્રભાવે આવો અનુરાગ આપણા અંદર પ્રગટે છે. તેમાં તીવ્રભાવ આવતાં સમાપત્તિ થાય છે.
સમાપત્તિ એટલે ધ્યાંતા-ધ્યાન-ધ્યેયની એકતા. પૂ. પન્યાસ ભદ્રંકર વિજયજીના ભાવોમાં સમાપત્તિ એટલે “ધ્યાન જનીત સ્પર્શ” “મયિતદ્રુપઆ સુત્રધારા જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ મારૂ સ્વરૂપ છે તે ભાવ પ્રગટે અને ધ્યાન જયારે વધુ સ્થીર બની ગાઢ થાય ત્યારે અભેદ ભાવને સ્પર્શતાં “સ એવ અહં” પરમાત્મા તે જ “હું છું. - આવો અનુભવ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org