________________
આત્મ સ્પર્શી મહાનાદ
3
-
પ્રસ્તાવિક “જીન ઉત્તમ ગુણ ગાવતાં ગુણ સાથે નિજ અંગ” તીર્થંકરભગવંતોનું તીર્થકરત્વ શું છે, તે ભાવોમાં અહીં આપણે ઝૂલીએ છીએ.
તીર્થકરો કેવા મહાન ભાવોએ તીર્થકર બને છે તે જાણવાથી તીર્થકર ભગવંતો - પ્રત્યે ગુણ બહુમાન પ્રગટે છે. ભગવાન પ્રત્યેનો અનુરાગ, આદર, બહુમાન, મોક્ષ માર્ગની સાધનાનું મહાન રસભર્યું સૌદર્ય છે.
- અરિહંત પદ ધ્યાતો થકો દવહગુણ પક્ઝાયરે;
ભેદ છેદ કરી આત્મા અરિહંતરૂપી થાયરે. અરિહંતના ધ્યાનમાં તન્મય બનેલો ધ્યાતા જેટલો સમય ધ્યાનની તદ્રુપ અવસ્થામાં રહે છે તેટલો સમય પુરતો ધ્યાતા પોતેજ આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે. આગમથી ભાવ નિક્ષેપે અરિહંત જે બને, તે નોઆગમથી ભાવ નિક્ષેપે અરિહંત બની શકે છે.
શ્રીપાલના રાસમાં પ્રભુ મહાવીર સ્વામીની દેશનામાં “ધ્યેય સમાપત્તિ હુએ ધ્યાતા ધ્યેય પ્રમાણે”. એ પ્રમાણે બતાવ્યું છે.
એક વટવૃક્ષનો આરંભ સાવ નાનકડા બીજ માંથી થયો હોય છે. તે નાનકડા વટવૃક્ષના ટેટામાં ધેધુર વડલો છે. - અરિહંત ભગવંતો પ્રત્યેનો ભાવ ભર્યો નમસ્કાર,
“પ્રભુ સૌનું કરો કલ્યાણ” “શીવમસ્તુ સર્વ જગત :” સૌને જનશાસન મળો, બોધી બીજ મળો, મોક્ષ મળો.
આ ભાવો બીજ છે. તેમાં તીર્થકરત્વની મહાલક્ષ્મી છુપાયેલ છે. તે શાસ્ત્ર વચન ઉપર વિશ્વાસ રાખી,અતી અતી નમ્ર ભાવે સાધના કરનાર પ્રભુની કરૂણાનો પાત્ર બને છે. અને છેવટે જગત કલ્યાણની શક્તિઓ તેનામાં અવતરણ થાય છે. વિશ્વ ઉપરનાં તીર્થકર પદ સુધી દીવ્ય સર્જનોના મૂળમાં પરમાત્મ પ્રેમ છે.
પરમાત્મા હૃદયમાં પધારતાં પરમાત્માની દિવ્ય શક્તિઓનો આપણામાં વિસ્ફોટ થાય છે. આપણા લોહીના અણુએ અણુમાં પરમાત્માની દિવ્ય શક્તિઓ કાર્યશીલ હોય તેવું અનુભવાય છે. હૃદયમાં બિરાજમાન પરમાત્માની દિવ્ય શક્તિઓ-પ્રેમ, આનંદ, સુખ, શક્તિ, (વીર્ય ગુણ)ગુણ સમૃદ્ધિના પ્રકાશનું આભામંડળ આપણી ચારે બાજુ રચાય છે. જેનાથી જગતના જીવોને આપણું જીવન ઉપકારક બને છે. આપણી નજીકમાં આવનાર દુઃખીના દુઃખ ઘટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org