Book Title: Aatmsparshi Mahanad Author(s): Babubhai Girdharlal Kadiwala Publisher: Babubhai Kadiwala Charitable TrustPage 28
________________ * ૨૭ આત્મ સ્પર્શી મહાનાદ - વિશ્વ કલ્યાણ માટે તીર્થંકર ભગવંતો જન્મ ધારણ કરે છે. ત્યારથી કેવળજ્ઞાન પર્યંત વિશ્વ કલ્યાણના ભાવમાં સતત ઝુલે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થકર નામકર્મના વિપાક ઉદય થાય છે. અને તીર્થ સ્થાપના કરીને વિશ્વકલ્યાણનું સુમધુર કાર્ય તીર્થકરો દ્વારા થાય છે. આ સવિજીવ કરૂં શાસન રસીની ભાવના તીર્થકરત્વ (તીર્થંકર પણ)ની માતા રૂપ મહા શક્તિ છે. જયારે આપણું સર્વસ્વ આ મહાશક્તીને આપણે સોંપી દઇએ છીએ તીર્થકરવ” સાથે અભેદ થાય છે. તીર્થકરો સાથે સમાપત્તિ થાય છે. તે સમયે આ મહાશક્તી રૂપ વિશ્વ માતા “અમ સૌને તારા બાળકને પ્રેમથી અમને ખોળે લેજે.” અમે બાળકને ખોળામાં લઈને વિશ્વ વાત્સલ્યનું અમૃત પીવડાવે છે તેવી સુખદ પળ મહાઅમૃત રસનું પાન થાય છે. મનુષ્યની ૧૦૦ વરસની જીંદગીમાં સૌથી સુખદ પળ કઈ? બાળક નાનું હોય, ભૂખ લાગી હોય તે સમયે માતા જયારે બાળકને ખોળામાં લઈને દુધ પીવડાવે તે પળ માનવ જીવનની સૌથી મધુર ‘પળ છે. - જગતના અનંતાઅનંત જીવોના કલ્યાણ માટે આપણું હૃદય કરૂણા ભાવથી ભાવીત બન્યું હોય ત્યારે “સવી જીવ કરૂં શાસન રસી” રૂપ ભુવનેશ્વરી માતા આપણને ખોળામાં લઈને વિશ્વવાત્સલ્યનું અમૃત પીવડાવે, તેવી મધુર પળની પ્રાર્થના કરીએ. “નયને તું મા, શ્રવણે તુ મા. મુજ રોમે રોમે તું વસજે. સર્વ જીવ કરૂં શાસન રસીયા એ ભાવના મૂજ હૃદયે ભરજે. હે જગ જનની હે મા ભગવતી ભૂવનેશ્વરી મા શરણે લેજે, અરજી અમારી ઉરમાં ધરજે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84