Book Title: Aatmsparshi Mahanad Author(s): Babubhai Girdharlal Kadiwala Publisher: Babubhai Kadiwala Charitable TrustPage 26
________________ આત્મ સ્પર્શી મહાનાદ સ્વીકાર, અનુમોદન એટલે શાસનના પ્રણેતા તીર્થકરો પ્રત્યે ભાવથી આદર અને બહુમાન. આ આદર અને બહુમાન એટલે સુધી વૃધ્ધી પામે કે તીર્થકરો પ્રત્યે અભેદ થાય અને જૈન શાસનનો પ્રભાવ આપણા અણુએ અણુમાં વ્યાપક બને. સદા તું હું, સદા હું તું પરસ્પર પ્રેમના રંગે, ખરેખર ચિત્ત રંગાયા; ઉછળતાં ચિત્ત દેખ્યાથી, સદા હું તું, સદા તું હું II૧. મળ્યું છે ચિત્તથી ચિત્તજ, નથી જ્યાં મૃત્યુની પરવા વિશુધ્ધ પ્રેમ સાગરમાં, સદા હું તું, સદા તું હું //રા. પરસ્પર ચિત્ત રેડાયાં, થતા સંયમ પરસ્પરમાં; ઊઠે છે તારમાં તારો, સદા હું તું, સદા તું હું //all સદા સંબંધ એવો જ્યાં, વિશુધ્ધ જ્ઞાનપ્રીતિ ત્યાં, બુધ્ધબ્દ દિવ્ય સંબંધે, સદા હું તું, સદા તું હું જા સમાતું તુજ સૌ મુજમાં, સમાતું તુજમાં મુજ સૌ, સદા એવું બન્યું રહેતું, સદા હું તું, સદા તું હું આપી ભાવાર્થ પરસ્પર વિશુધ્ધ પ્રેમે જ્યાં ચિત્ત રંગાયા છે, ત્યાં એક બીજાને નિરખવાથી હર્ષોલ્લાસ તરંગ વડે પરસ્પર ચિત્ત ઉછળે છે. આવા દિવ્ય વિશુધ્ધ પ્રેમથી - રંગાયેલા આત્માઓમાં તું તે હું પોતે જ છું અને હું તે તું છું અર્થાત્ કાયાની " ભિન્નતાને ભિન્ન પણ દેખાય છે, પણ આન્તરિકદશાએ તો તું તે હું અને હું તે તું છું એવો સદા દ્રઢભાવ રહે છે. તે કદી ટળતો નથી. આવા વિશુધ્ધ પ્રેમસાગરમાં ચિતથી ચિત્ત મળેલું હોય છે અને જ્યાં મૃત્યુની પરવા નથી એવો દ્રઢ પ્રેમભાવ સંબંધ બને છે. એક બીજાનું ચિત્ત પરસ્પર એક બીજામાં રેડાયેલું રહે છે અને પરસ્પર વિશુધ્ધ મતાનના યોગે પરસ્પર એકબીજાના ચિત્તમાં સંયમ થાય છે અને એકના હૃદયમાં જે વિચાર તારો ઉઠે છે. તે જ વિચારતારો અન્યના હૃદયમાં ઊઠે છે. એવા વિશુધ્ધાત્મ સંબંધમાં સદા હું તે તું અને તું તે હું એવું રહ્યાં કરે છે. વિશુધ્ધ પ્રેમના ઉચ્ચ સંબંધ તારું તે સર્વ મારામાં સમાઈ જાય છે અને મારું તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84