Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

Previous | Next

Page 25
________________ ૨૪ . આ સ્પર્શી મહાનાદ ૩ થી ૬ વાગે) મારા પ્રિયતમ સામે દિવ્ય પ્રણય ચાલે છે. સામાયિક ભાવમાં, પદ્માસને સ્થિત સાધક સ્થિતિમાં, મારા પ્રિયતમના રસ ભર્યા આલિંગનમાં હું લપાઈ જાઉં, પ્રભુના આલિંગનને ઝીલવામાં રસભર બની જાઉં, અભેદ ધ્યાનમાં અમારું એકત્વ મિલન થાય અને અરિહંતાકાર ઉપયોગ અને ઉપયોગ આકાર આત્માની દિવ્ય સાધના ચાલે. મારા પ્રિયતમ-પ્રભુ આત્મ અનુભવનો દિવ્ય મધુર રસ પીવડાવે. - તે અક્ષય અવિચલ અનુંભવરસનું અમૃત હું પીધા જ કરૂં ..... પીધા જ કરૂં ........ પીધા જ કરૂં .... પ્રિય વાચક મિત્રો ! તેનું તાત્વિક સ્વરૂપ જરા જોઈ લઈએ. મન વૈકુંઠ અકુંઠિત ભક્ત, યોગી ભાખે અનુભવ યુક્ત. અકુંઠિત ભક્તિ દ્વારા એટલે ઉપયોગને કુંઠિત થવા દીધા સિવાય એટલે કે અરિહંત આકાર ઉપયોગના સતત પ્રયોગ દ્વારા અમે એવી ભક્તિ કરીશું કે અનુભવજ્ઞાની મહાપુરુષોએ જે રીતે ધારાબદ્ધ રીતે (અકુંઠિત ભક્તિ દ્વારા) ઉપયોગ અરિહંત પ્રભુના સ્વરૂપમાં સ્થિર કર્યો તે રીતે - - ખીર નીર પેરે તુમશું મલશું, વાચક યશ કહે હેજે હળશું. અમે પણ પરમાત્મા સાથે એકમેક મળી જઈશું. જેવી રીતે સાકર દૂધમાં ભળી જાય, તે રીતે ખીર-નીર પેરે તુમશું મલશું એટલે કે હે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ! આપના આવા અભેદ મિલન દ્વારા અમે પણ તેજે હળશું. એટલે કે પરમાનંદનો અનુભવ કરીશું અર્થાત્ તાત્ત્વિક દષ્ટિએ આપનું અભેદ મિલન તે જ આત્મસાક્ષાત્કાર એટલે આત્મસ્વરૂપ અનુભવની દિવ્ય મધુર પ્રક્રિયા. . આનંદનો પ્રેમી મનુષ્ય જ્યારે સાધક દશામાં આવે છે, ત્યારે જાણે છે કે આનંદનો ભંડાર આત્મામાં છે અને આનંદનો પરમ પ્રગટ ભંડાર પરમાત્મામાં છે. તેથી સાધકના પ્રેમનો પ્રવાહ પરમાત્મા તરફ વળે છે અને સાધકનો તે પરમાત્મ પ્રેમ જ પરમાનંદનું સ્વરૂપ ધારણ કરીને સાધકને આનંદથી પૂર્ણ ભરી દે છે. આ પ્રમાણે વિશ્વમાં અવિચ્છશપણે પ્રર્વતી રહેલા જૈન શાસનના મહાસામ્રાજયની અનુમોદનમાં આપણો આત્મા ખોવાઈ જાય છે તે રીતે નીત્ય અનુમોદન કર્યા જ કરવું. કર્યા જ કરવું. અનુમોદન એટલે ધર્મશક્તિનો ભાવથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84