Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

Previous | Next

Page 23
________________ ૨૨ આત્મ સ્પર્શી મહાનાદ તેમના ઉપદેશથી સમ્યગુ દર્શન પામેલા દેવો, માનવો અને તિર્યંચો તો પાર વગરના આ બધો તેમનો પરિવાર. તેમની પાસે દીક્ષિત થયેલા ગણધરો, સાધુ, સાધ્વીનો પરિવાર પણ ઘણો મોટો છે. પરમાત્મા પહેલા પહોરે અને ચોથા પહોરે દરરોજ અંદાજે છ કલાક દેશના આપે, તે પણ કેવી! પ્રભુના વાણીના ગુણોથી યુક્ત દેશનાથી અનેક જીવો પ્રતિબોધ પામી, સાધના કરી, કેવળજ્ઞાન અને મોક્ષ પામે છે. મહાવિદેહમાં ૧૬૬૦ તીર્થકરોના જન્મ થઈ ગયા છે. દીક્ષા હજુ અવસરે લેશે. આવા કુલ ૨૦ તીર્થકરો (અરિહંતો) વર્તમાનમાં મહાવિદેહમાં આવા મોટા પરિવાર સાથે વિચરિ રહ્યા છે. અને દરેકનો ઉપર મુજબ પરિવાર છે. તેમના ભાષાવર્ગણાના પુદ્ગલો જગતને પવિત્ર કરી રહ્યા છે. તથા તેમના પરિવારના મનોવર્ગણા અને ભાષાવર્ગણાના પુદ્ગલો જગતને મોક્ષ તરફ ખેંચી રહ્યા છે. પાંચ ભરત, પાંચ ઐરાવતક્ષેત્ર છે. અહીં અત્યારે ભરત ક્ષેત્રમાં પરમાત્મા મહાવીર દેવનું શાસન ચાલી રહ્યું છે. ચતુર્વિધ સંઘ આરાધના કરે છે, જિન મંદિરોમાં પ્રભુ ભક્તિ આદિ ચાલી રહ્યા છે, અનેક જીવો મોક્ષ માર્ગની સાધના કરી રહ્યા છે. અઢી દ્વિપમાં પાંચ ભરત, પાંચ ઐરાવતક્ષેત્રમાં અહિંના જેવું પ્રભુ શાસન ચાલે છે તેના આધારે અનેક જીવો મોક્ષમાર્ગની સાધના કરે છે. તે સમગ્ર તીચ્છી લોકમાં જિનકથિત વચન અનુસાર ધર્મસાધના ચાલે છે. અરે! સ્વયંભૂરમણ સમુદ્રમાં અરિહંત પ્રભુના આકારવાળા માછલાંને જોઈ બીજા માછલાં સભ્ય દર્શન પામે છે, દેશ વિરતિ પામે છે. સમગ્ર ત્રસ નાડીમાં અરિહંતોનું મહાન સામ્રાજય પ્રવર્તી રહ્યું છે. કરોડો - અબજો જિન મંદિરોમાં પ્રભુ ભક્તિ ચાલે છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો જિનમંદિરોમાં ભક્તિ કરે છે. જિન કથિત તત્ત્વનું ચિંતન કરે છે. સમ્યગું દર્શન નિર્મળ કરે છે. અત્યારે દેવલોકમાં રહેલા - જેમનું તીર્થંકર નામકર્મ નિકાચિત થયેલું છે અને દેવલોકમાંથી ચ્યવીને તીર્થકર તરીકે જન્મ પામવાના છે, તેવા અસંખ્ય દેવો જગત ઉદ્ધારની ભાવના સતત કરી રહ્યા છે, તેના મનોવર્ગણાના પુદ્ગલો વિશ્વવ્યાપી બનીને સદા જગતને પવિત્ર કરી રહ્યાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84