Book Title: Aatmsparshi Mahanad
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust
View full book text
________________
૨૦
:
આત્મ સ્પર્શી મહાનાદ ૭. સાતમા શંખ નામના શ્રાવકના જીવ, ઉદયી નામના જિનને હું વંદુ છું. ૮. આઠમા આનંદના જીવ પેઢાલ નામનાં જિનેશ્વરને હું નમું છું.
નવમા દેવની સેવાને પામેલા એવા સુનંદના જીવ, પોટીલ નામે તીર્થકરને .
હું નમું છું. ૧૦. દશમા શતકના જીવ, શતકીર્તિ નામે જિનને હું વંદુ છું. ૧૧. અગ્યારમા દેવકીના જીવ, મુનિસુવ્રત તીર્થકરને હું નમું છું. ૧૨. બારમા સત્યકીના જીવ, જગપ્રદીપ સમાન અમમ નામના જિનને હું.
નમું છું. ૧૩. તેરમા વાસુદેવના જીવ, નિષ્કષાય નામના જિનને હું નમું છું. ' ૧૪. ચૌદમા બલદેવના જીવ, નિપુલાક નામના જિનને હું નમું છું. ૧૫. પંદરમા સુલસા શ્રાવિકાના જીવ, નિર્મમ નામના જિનને હું વંદુ છું. ૧૬. સોલમાં રોહિણીના જીવ, ચિત્રગુપ્ત નામના જિનને હું નમું છું. ' ૧૭. સત્તરમા રેવતી શ્રાવિકાના જીવ, સમાધિ નામના જિનને હું વંદુ છું. : ૧૮. અઢારમા શતાલિના જીવ, સંવર નામના જિનેશ્વરને હું નમું છું. ૧૯. ઓગણીસમા વૈપાયનના જીવ, યશોધર નામના જિનેશ્વરને હું વંદુ છું. ૨૦. વીશમાં કૃષ્ણ વાસુદેવના જીવ, તૃષ્ણા રહિત એવા વિજય નામના જિનને
હું વંદુ છું. ૨૧. એકવીસમા નારદના જીવ, મલ્લિ નામના જિનને હું વંદુ છું. ૨૨. બાવીશમા અંબડના જીવ, દેવ નામનાં જિનને હું વંદુ છું. ૨૩. ત્રેવીસમા અમરના જીવ, અનંત વીર્ય નામનાં જિનને હું વંદુ છું. ૨૪. ચોવીશમા સ્વાતિબુદ્ધના જીવ, ભદ્રજિન નામના જિનને હું વંદુ છું.
ઉત્સર્પિણી કાળમાં ભાવિ ચોવીશીમાં થનારા તીર્થકરોના પૂર્વભવનાં નામોલ્લેખપૂર્વક શ્રી ચંદ્રસૂરિજી નામના આચાર્યદેવ વડે સ્તુતિ કરાય છે, તે જિનેશ્વરો સર્વકાળ સુખને અને શુભને કરનારા થાઓ. (૪૫૮-૪૬૯).
આવતી ચોવીશીના ચોવીસ તીર્થંકરો છેલ્લાથી ત્રીજા ભવે તીર્થકર નામ નીકાચીત કર્યું તે આત્માઓ ૧૮ શ્રાવક અને ૬ શ્રાવકા છે. તે સર્વોત્તમ તીર્થકરના આત્માઓ કેવા ભાવમાં ઝૂલતા હશે, તેની કલ્પના કરવી જરૂરી છે. પોતાના નીત્ય વેપાર-રાજય આદી કાર્યોમાં શ્રાવકાઓ ગૃહકાર્યમાં, બાળકો અને કુટુંબની સાર-સંભાળ લેતાં અનેક વૈભવો વચ્ચે પણ અનાસક્ત યોગમાં રહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84