Book Title: Aatmsparshi Mahanad Author(s): Babubhai Girdharlal Kadiwala Publisher: Babubhai Kadiwala Charitable TrustPage 19
________________ આત્મ સ્પર્શી મહાનાદ ધ્યાતા જો વીતરાગનું ધ્યાન કરે તો વીતરાગ બને છે, સરાગીનું ધ્યાન કરે તો સરાગી બને છે – આ નિયમ સર્વ સામાન્ય છે. તે માટે જ ઉપકારી મહર્ષિઓએ ફરમાવ્યું છે કે -કૌતુક માત્રથી પણ અશુભ તત્ત્વોનું ચિંતન અને ધ્યાન ન થઈ જાય તે માટે તેવા પ્રકારનાં અશુભ આલંબનોનિમિત્તોથી સદા દૂર રહેવું જોઇએ. અંગારાને અડવાથી શરીર દાઝે છે, તેમ અશુભ તત્ત્વોનું ચિંતન કરવાથી મન દાઝે છે-બગડે છે, જીવન બગડે છે અને દેવદુર્લભ માનવ-ભવ હારી જવાય છે. તાત્પર્ય કે અશુભ તત્ત્વોનાં સંસર્ગ-પરિચય અને આલંબન શુભ-ધ્યાનમાં વિઘ્નરૂપ બને છે. તેથી શુભ-ધ્યાન માટે અશુભ તત્ત્વોના સંસર્ગનો ત્યાગ કરીને શુભ તત્ત્વોનું આલંબન (લેવું) અનિવાર્ય છે, તો જ શુભ-ધ્યાનની સિદ્ધિ શીધ્રા થાય છે. માત્રા ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ પુણ્યના પુંજ, ત્રિભુવન-ગુરુ અને ધર્મ-દેશના રૂપ સર્વોત્કૃષ્ટ પરોપકારને કરનારા એવા સમવસરણસ્થિત ભાવ-તીર્થકર પરમાત્માનું પરમોચ્ચ શુભ આલંબન હોવાથી સાધકના સર્વ મનોવાંછા અવશ્ય સિદ્ધ થાય છે. નિશ્ચયથી આત્મધ્યાન આત્માને નિશ્ચયથી તે જ જાણી શકે છે, કે જે શ્રી અરિહંત ભગવંતને તેમના શુદ્ધ આત્મદ્રવ્યથી, શુદ્ધ કેવળજ્ઞાન ગુણથી અને શુદ્ધ સ્વભાવ પરિણમનરૂપ પર્યાયથી જાણે છે. કારણ કે ત્તતથા પરમાત્મા પર્વ નીવાત્મા દળથી જીવ પોતે જ પરમાત્મા છે. શુદ્ધ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી શ્રી અરિહંતનું તથા પ્રકારે જ્ઞાન થવાથી તથા પ્રકારે ધ્યાન થાય છે અને તે ધ્યાન સમાપત્તિજનક બનીને મોહનો નાશ કરે છે. સમાપત્તિ એટલે ધ્યાનજનિત સ્પર્શના. તે બે પ્રકારે થાય છે. સંસર્ગારોપથી અને અભેદારોપથી. પ્રથમ- શુદ્ધાત્માના ધ્યાનથી અંતરાત્માને વિષે પરમાત્માના ગુણોનો સંસર્ગારોપ થાય છે અને પછી અંતરાત્મામાં પરમાત્માનો અભેદારોપ થાય છે. તેનું ફળ અતિ વિશુદ્ધ સમાધિ થાય) છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84