Book Title: Aatmsparshi Mahanad Author(s): Babubhai Girdharlal Kadiwala Publisher: Babubhai Kadiwala Charitable TrustPage 17
________________ આત્મ સ્પર્શી મહાનાદ ન (સુરીપુરંદર શ્રી હરિભદ્રસુરીશ્વરજી વિરચીત ષોડષક પ્રકરણના આધારે.). શ્રીપાલ રામનામના મહાકાવ્યમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ આજ કહે છે – “ધ્યેય સમાપત્તિ હુંએ ધ્યાતા ધ્યેય પ્રમાણ” સમાપત્તિ અરિહંત સાથે થતાં : ધ્યાતા પોતે જ ધ્યેય પ્રમાણ એટલે અરિહંત રૂપ હોય છે. માત્રા ધ્યાન ધ્યાન વિચાર ગ્રંથ भावत: समभसरणान्तर्गतं सिंहासनोपविष्टं देशनां ... कुर्वाणं तीर्थंकरममिवात्मानं पश्यति ॥१९॥ સમવસરણની અંદર સિંહાસન ઉપર બિરાજીને દેશના આપતા તીર્થકર પરમાત્માની જેમ પોતાના આત્માને જોવો, તે “ભાવથી માત્રા છે. જયારે સાધકે પોતાના આત્માને સમવસરણમાં રત્નજડિત સુવર્ણમય સિંહાસન ઉપર બિરાજમાન થઇને બાર પર્ષદા સમક્ષ ધર્મદેશના આપતા તીર્થંકર પરમાત્મા સદેશ જાએ છે એટલે કે તત્ત્વ રૂપે પોતાના આત્માનું ધ્યાન કરે છે ત્યારે તે ધ્યાનને “માત્રાધ્યાન” કહેવાય છે. આ માત્રા ધ્યાનમાં તીર્થકરવત્ સ્વ-આત્માને જોવાથી, વ્યાવવાથી એક વિશિષ્ટ પ્રકારની માત્રા-મર્યાદા નિશ્ચિત થાય છે કે હું તીર્થકર છું; દેવ નારકી કે તિર્યંચ નહિ, સામાન્ય મનુષ્ય પણ નહિ.” આવી ભાવાત્મક મર્યાદાનો નિશ્ચય, આ ધ્યાનમાં થતો હોવાથી તેને માત્રાધ્યાન” કહેવામાં આવે છે એમ સમજી શકાય છે. તેમાં વિશુધ્ધ ધ્યાન પ્રધાનતા હોવાથી તે ‘ભાવથી માત્રા છે. ધ્યાનની આ ભૂમિકા “રૂપસ્થિ (સાલંબન) ધ્યાન' ના સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રાપ્ત થાય છે. રૂપસ્થ ધ્યાન એ “સાલંબન ધ્યાન' છે - યોગશાસ્ત્ર' ના નવમાં પ્રકાશમાં પ્રથમ તીર્થંકર પરમાત્માના અષ્ટ મહાપ્રાતિહાર્ય આદિના ચિંતન દ્વારા, પરમાત્માની અચિન્હ રૂપસંપત્તિને આશ્રયીને “રૂપસ્થ ધ્યાન’ બતાવ્યું છે. ત્યાર પછી આ ધ્યાનના સતત અભ્યાસથી પરમાત્મામાં તન્મય બનેલો સાધક પોતાના આત્માને પણ સર્વજ્ઞ રૂપે જુએ છે એટલે કે “આ જે સર્વજ્ઞ ભગવાન છે, તે ખરેખર હું જ છું - વીરું - એવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84